જામનગર મનપા દ્વારા વધુ ત્રણ આસામીઓની મિલકતો સીલ

જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા શહેરમાં બાકી રોકાતો મિલકત વેરો વસૂલવા માટેની ઝુંબેશ અવિરત ચાલુ રાખવામાં આવી છે, જેના ભાગરૂૂપે ગઈકાલે મિલકત વેરો નહીં…

જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા શહેરમાં બાકી રોકાતો મિલકત વેરો વસૂલવા માટેની ઝુંબેશ અવિરત ચાલુ રાખવામાં આવી છે, જેના ભાગરૂૂપે ગઈકાલે મિલકત વેરો નહીં ભરનારા વધુ ત્રણ આસામીઓની મિલકતો સીલ કરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકાની મિલક્તવેરા શાખાની રિકવરી ટીમે કડક ઉધરાણી યથાવત રાખી છે, અને સોમવારના રોજ વધુ ત્રણ મિલકતો સીલ કરવામાં આવી છે. જેથી વેરો ન ભરનારા આસામીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જામ્યુકોના મિલકતવેરા શાખાની રીકવરી ટીમે કડક કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે સોમવારે બાકી વેરો ઉઘરાવવા માટે ટેક્સ ઓફિસર હસમુખ પાંડોર તેમજ ટીમના ટેક્સ ઈ-ન્સપેક્ટર વિજય ભટ્ટી, શક્તિસિંહ ગોહિલ સહિતની ટીમે કામગીરી હાથ ધરી હતી.

જેમાં બેડેશ્વરમાં હર્ષિદાબેન અશોકકુમાર બદિયાણીએ રૂૂ. 2,33,525નો મિલક્તવેરો તેમજ વામ્બે આવાસાની બાજુમાં મયુરનગરમાં ખોડાભાઈ લિંબાભાઈ વકાતરે 2,58,058 અને મયુરનગરમાં જ મેથાભાઈ લિંબાભાઈ વકાતરે રૂૂ.58,058 મિલકતવેરો નહિ ભરતા તેની મિલકતો સીલ કરવામાં આવી છે. જેથી તે વિસ્તારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. છેલ્લા એક માસમાં રીકવરી ટીમ દ્વારા 40 થી વધુ મિલકતો સીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *