દ્વારકા વિસ્તારમાં સ્થાનિક ડી.વાય.એસ.પી. સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ પી.આઈ. એ.એલ. બારસીયા તેમજ તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. રાણાભાઈ વાઘેલા અને હેડ કોન્સ. હરપાલસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે દ્વારકાથી આશરે 15 કિલોમીટર દૂર ધ્રેવાડ ગામના પાટીયા પાસેથી ગઈકાલે બુધવારે વહેલી સવારે ચઢતા પહોરે પસાર થઈ રહેલી જી.જે. 10 ડી.ઈ. 5312 નંબરની એક આર્ટિગ મોટરકારને અટકાવીને ચેકિંગ કરવામાં આવતા આ મોટરકારમાંથી 560 લિટર દેશી દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો.
આથી પોલીસે રૂૂ. 1 લાખ 12 હજારની કિંમતના દેશી દારૂૂ સાથે જામનગરમાં હાલ ગુરુદ્વારા ચોકડી વિસ્તારમાં રહેતા અને મૂળ દ્વારકાના રહીશ એવા કિશન દેવાભા મકવાણા (ઉ.વ. 21) ની અટકાયત કરી, રૂૂ. 5 લાખની કિંમતની મોટરકાર સાથે કુલ રૂૂ. 6.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂૂનો આ જથ્થો તેણે જામનગરના રહીશ ભાવેશ દેવદાસ ગઢવી અને પાછતરડી ગામના અમરા કરમણ હુણ પાસેથી મેળવ્યો હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે દ્વારકા પોલીસે કિશન દેવાભા મકવાણાની અટકાયત કરી, અન્ય બે શખ્સોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
જો કે આ દરોડા દરમિયાન આરોપી હૈદર ગુલમામદ હાલા પોલીસને હાથ લાગ્યો ન હતો. જે અંગે ભાણવડ પોલીસે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે. કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે હનુમાનધાર વિસ્તારમાં રહેતા કાના લખમણ ગામી નામના 31 વર્ષના શખ્સને પોલીસે રૂૂપિયા 21,125 ની કિંમતની વિદેશી દારૂૂની 65 નાની બોટલ (ચપલા) સાથે ઝડપી લઇ, તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.
