જામનગર જિલ્લા પંચાયતનું રૂ. ર4ર લાખની પુરાંતવાળું બજેટ સામાન્ય સભામાં રજૂ થયું

જામનગર જિલ્લા પંચાયતનું વર્ષ ર0ર6-ર7 નું પુરાંતલક્ષી અંદાજપત્ર આજે સામાન્ય સભા માં રજુ થયું છે. અંદાજિત આવક 9પપ.પ8 લાખની સામે અંદાજિત ખર્ચ રૂૂ. 713.પપ લાખ…

જામનગર જિલ્લા પંચાયતનું વર્ષ ર0ર6-ર7 નું પુરાંતલક્ષી અંદાજપત્ર આજે સામાન્ય સભા માં રજુ થયું છે. અંદાજિત આવક 9પપ.પ8 લાખની સામે અંદાજિત ખર્ચ રૂૂ. 713.પપ લાખ અને વર્ષના અંતે અંદાજિત પુરાંત રૂૂ ર4ર.03 લાખ નો અંદાજ મૂકવામાં આવ્યો છે.

જામનગર જિલ્લા પંચાયતની આજરોજ યોજાયેલી અંદાજપત્ર ની બેઠકમાં વર્ષ ર0ર6-ર7 નું રૂૂ. ર4ર.03 લાખ ની અંદાજિત પુરાંત દર્શાવતું અંદાજપત્ર મંજુર કરવામાં આવ્યું હતું. અંદાજપત્રની વિગતોમાં જણાવ્યા પ્રમાણે ખુલતી સિલક રૂૂમ. 3ર7.પ6 લાખ અને વર્ષ ર0ર6-ર7 ની સૂચિત અંદાજિત આવક રૂૂ. 6ર8.0ર લાખ મળી કુલ અંદાજિત આવક રૂૂ. 9પપ.પ8 લાખની સામે અંદાજિત ખર્ચ રૂૂ. 713.પપ લાખ દર્શાવાયો છે, જેથી વર્ષાન્તે અંદાજે રૂૂ.ર4ર.03 લાખની પુરાંત રહેશે.

સને ર0ર6-ર7 ના સ્વભંડોળ સદરમાં મુખ્યત્વે કરવામાં આવેલ જોગવાઈઓ મુજબ જિલ્લા પંચાયતના સિંચાઈ ક્ષેત્રે હયાત ચેક ડેમની મરામત/નવા ચેકડેમ બાંધવા માટે રૂૂ. 10 લાખની જોગવાઈ, શિક્ષણ ક્ષેત્ર માટે શાળાઓના નવીનિકરણ માટે રૂૂ. પ0 લાખની જોગવાઈ અને પોષણ આહાર ક્ષેત્રે અતિ કુપોષિત બાળકોના પોષણ સ્તરના સુધારા હેતુસર પુરક પોષક આહાર તથા દવા માટે રૂૂ. 4 લાખની જોગવાઈ, આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય સ્વસ્થમાં અને શિશુ યોજના અંતર્ગત રૂૂમ. રૂૂ. 1પ લાખની જોગવાઈ, પશુપાલન ક્ષેત્રે પશુ ચિકિત્સા અને રોગચાળા નિવારણ માટે રૂૂ. 1 લાખ ની, સમાજ કલ્યાણ ક્ષેત્રે ગ્રામ્ય કક્ષા એ અનુસૂચિત જાતિ તેમજ અન્ય પછાત વર્ગના વિસ્તારમાં વિકાસના કાર્યો માટે કુલ રૂૂ. 70 લાખની જોગવાઈ કરેલ છે.

કુદરતી આફત સમયે અણધાર્યા આકસ્મિક ખર્ચ તેમજ અછતના સમયમાં સહાય ચૂકવવા માટે રૂૂ. પ લાખની જોગવાઈ તેમજ અછતના સમયમાં સહાય ચૂકવવા માટે રૂૂ.. પ લાખની જોગવાઈ, જિલ્લા પંચાયતના વિસ્તારના રસ્તાઓના મરામત માટે રૂૂ. પ લાખની જોગવાઈ તથા વિકાસના કામો માટે રૂૂ. ર00 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. આ અંદાજપત્ર બેઠકમાં પ્રમુખ મેયબેન ગરસર, ઉપપ્રમુખ હસમુખભાઈ કણઝારિયા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, હેમંતભાઈ ખવા ખાસ હાજર રહ્યા હતા, અને ચર્ચામાં ભાગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *