જમ્મુ-કાશ્મીરની રણજી ટ્રોફી ટીમે ઇતીહાસ સર્જયો છે. હુબલી ખાતે રમાયેલા રણજી ટ્રોફીના ફાઇનલ મેચમાં જમ્મુ-કાશ્મીરની ટીમે પ્રથમ દાવમાં લીડના આધારે રણજી ટ્રોફીના ફાઇનલમાં વિજેતા બની છે. રણજી ટ્રોફીના ઇતિહાસમાં પ્રથમ વખત જમ્મુ-કાશ્મીરની ટીમ રણજી ફાઇનલમાં પહોંચી હતી અને હવે ફાઇનલમાં ચેમ્પીયન બનતા જમ્મુ-કાશ્મીરની ટીમે ઇતિહાસ સર્જી દીધો છે.
જમ્મુ-કાશ્મીરની ટીમે ટોસ જીતીને પ્રથમ દાવ લીધો હતો અને પ્રથમ દાવમાં 584 રનનો વિશાલ સ્કોર ખડો કરી લીધો હતો. જેના જવાબમાં કર્ણાટકની મજબુત ટીમ પ્રથમ દાવમાં 293 રનમાં તંબુ ભેગી થઇ જતા જમ્મુ-કાશ્મીરની ટીમને મોટી લીડ મળી હતી. બીજા દાવમાં જમ્મુ-કાશ્મીરની ટીમે બે દિવસ સુધી બેટીંગ કરીને આજે બપોરે ચાર વિકેટના ભોગે 342 રન બનાવ્યા હતા અને દાવ ડિકલેર કર્યો હતો. કર્ણાટકને મેચ જીતવા માટે 543 રનની જરૂર હતી પરંતુ મેચમાં કોઇ પરિણામ ન આવે તેવી સ્થીતી હોવાને કારણે મેચ ડ્રો કરવામાં બન્ને સુકાનીઓએ નકક્ી કરતા જમ્મુ-કાશ્મીરની ટીમે પ્રથમ વખત રણજી ટ્રોફી હાંસલ કરી હતી. આ મેચના હિરો જમ્મુ-કાશ્મીર ટીમના બોલર આકીબ નબી બની રહ્યા કે જેમણે કર્ણાટકની પાંચ વીકેટ ખેડવી હતી.
ઉપરાંત કમરાન ઇમરાન, શુભમન પંડીરની સદીની કારણે જમ્મુ-કાશ્મીર આ મેચમાં હંમેશા ઉપર રહ્યું હતું.
ઇતિહાસમાં પ્રથમ વખત જમ્મુ-કાશ્મીરની ટીમ રણજી ટ્રોફી ચેમ્પીયન થતા જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લા તેમજ બીસીસીઆઇના પ્રમુખ મિથનુ મન્હાસ પણ હુબલી પહોંચ્યા હતા અને ટીમના સેલીબ્રેશનમાં સહભાગી બન્યા હતા.
