સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા કારખાનામાં બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર બેગ્સ પર લગાવી વેચતા ગુનો નોંધાયો

નોયડાના સેક્ટર 168 માં રહેતા નકીબ મનઝુરહુસેન નવાબએ માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અમિતકુમાર રમેશભાઈ કગથરા (ઉવ 39 રહે. તાપસ સોસાયટી શેરી નં.-1,…

નોયડાના સેક્ટર 168 માં રહેતા નકીબ મનઝુરહુસેન નવાબએ માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અમિતકુમાર રમેશભાઈ કગથરા (ઉવ 39 રહે. તાપસ સોસાયટી શેરી નં.-1, નાના મવા રોડ, રાજકોટ)નું નામ આપ્યું છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ન્યુ દિલ્હી ખાતે આવેલ ડિઝની એન્ટરપ્રાઇઝીસ ઇન્ક અને માર્વેલ કેરેક્ટર્સ ઇન્કમાં ઓથોરાઈઝ રિપ્રેઝેન્ટેટીવ તરીકે નોકરી કરે છે. તેમની કંપનીના નામની બનાવટી ચીજ વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરી કોપીરાઈટ હકોનું ભંગ કરતા શખસો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા કંપની દ્વારા તેમને સત્તા આપવામાં આવી છે.ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, કંપનીના કર્મચારી અમિતસિંગ રાઠોડ અને જયદીપભાઇ ભટ્ટી પોતાની ફરજના ભાગરૂૂપે કંપની વતી અમારી અલગ અલગ કંપનીના કોપીરાઇટ હકોના ભંગ કરતા વેપારીઓ બાબતે રાજકોટ શહેર ખાતે તપાસમાં આવતા સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરીયા શેરી નં.-3, સનબેગ્સ પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાનામાં સ્કૂલબેગમાં સ્પાઇડરમેન, ડિઝની પીક્સલ મોન્સ્ટર, કેપ્ટન અમેરિકાના ડુપ્લીકેટ સ્ટીકર લેબલ બનાવી સ્કૂલબેગમાં લગાવી તેનું ગેરકાયદેસર ઉત્પાદન તથા વેચાણ કરવામાં આવતું હોય તેવી જાણ થયેલ હતી. જેથી બંને કર્મચારીઓએ મને આ બાબતે જાણ કરતા ફરિયાદી રાજકોટ ખાતે આવેલ અને ક્રાઈમ બ્રાન્ચ પીઆઈને સમગ્ર બાબતે રજૂઆત કરી હતી.

જે બાદ ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઇ વી.ડી. ડોડીયાની ટીમ સાથે અમે ગત તા.27-02 ના રોજ બપોરે બે વાગ્યે સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરીયા શેરી નં.-3, સનબેગ્સ કારખાના ખાતે દોડી ગયા હતા. જ્યાં અલગ અલગ કારીગરો બેગનું પેકિંગ કરતા તેમજ સિલાઈ મશીન પર કામ કરી સ્કૂલ બેગ તૈયાર ધ્યાનમાં આવ્યા હતા. જે કર્મચારીઓને પૂછતાં કારખાનાના માલિક અમિતભાઈ કગથરા હોવાનું ધ્યાને આવ્યું હતું પરંતુ તેઓ હાજરમાં મળી આવ્યા ન હોય તેમને કારખાના ખાતે બોલાવવાનું કહ્યું હતું. જે બાદ કારખાના માલિક અમિત કગથરા આવતા કારખાનાની તપાસ કરતા અહીંથી અમારી કંપનીના કોપીરાઈટ હકોનું ભંગ કરતા કેપ્ટન અમેરિકા, ડીઝની પિક્ષળ મોનસ્ટર, સ્પાયડરમેન, ડીઝની ફ્રોઝન સહિતના સ્ટીકર મળી આવ્યા હતા.

ઉપરાંત આ સ્ટીકર લગાવેલા સ્કૂલ બેગ પણ કારખાનામાં મળતા અહીંથી અલગ અલગ સ્ટીકરો, સિલાઈ મશીન, કટીંગ મશીન તેમજ જે કમ્પ્યુટરમાં આ તમામ સ્ટીકરો તૈયાર કરવામાં આવ્યા હતા તે કોમ્પ્યુટરનું સીપીયુ મળી કુલ રૂૂ. 8.97 લાખનો મુદ્દામાલ કબજે કરી કોપીરાઈટ એક્ટની કલમ 51,63,64,69 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *