જામખંભાળિયા પોલીસ તંત્ર દ્વારા વેપારીઓને સુરક્ષા સંબંધી ચેતવણી અપાઇ

દિવાળીના તહેવારોને અનુલક્ષી ધારાધોરણોનું ચુસ્ત પાલન કરવા અપીલ દિવાળીના તહેવારોમાં હાલ સામાન્યત: સોના-ચાંદી તથા રોકડના વહેવારમાં વધારો થતો હોય છે. આ સાથે વેકેશન દરમિયાન લોકો…

દિવાળીના તહેવારોને અનુલક્ષી ધારાધોરણોનું ચુસ્ત પાલન કરવા અપીલ

દિવાળીના તહેવારોમાં હાલ સામાન્યત: સોના-ચાંદી તથા રોકડના વહેવારમાં વધારો થતો હોય છે. આ સાથે વેકેશન દરમિયાન લોકો પરિવાર સાથે બહારગામ ફરવા જતાં હોય આવા સમયે ગુન્હાહિત તત્ત્વો છેતરપિંડી, ચોરી લૂંટનો પ્રયાસ કરતા હોવાથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા સોના-ચાંદીના વેપારીઓ તથા સંસ્થાઓ, જવેલર્સ અને આંગડીયા પેઢી માટે સુરક્ષા બાબતે ચેતવણી સાથે અપીલ કરવામાં આવી છે.

જેમાં સીસીટીવી અને ટેકનીકલ સુરક્ષા વ્યવસ્થા, રોકડ અને માલસામાનના હેરફેર વખતે સાવચેતી, ગ્રાહક અને વ્યવહાર સબંતી તકેદારી તથા આગંડીયા પેઢી માટે સલામતીના અલગ અલગ ધારાધોરણોનું ચુસ્ત પાલન કરવા જણાવાયું છે. આ સાથે કોઈપણ ઈમરજન્સી સેવા માટે 112 નંબર ડાયલ કરવા તેમના એકસ-હેન્ડલ પર પોસ્ટ મૂકી તથા સોશ્યલ મીડીયા પર મેસેજ દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *