બાંગ્લાદેશમાં જયશંકર સામે આવી ગયા પાક. સંસદના સ્પીકર

ખાલિદા ઝિયાના જનાજામાં ભારત તરફથી વિદેશ મંત્રી એસ. જયશંકર સામેલ થવા માટે બાંગ્લાદેશ પહોંચ્યા છે. આ અવસર પર પાકિસ્તાનના નેશનલ અસેમ્બલી સ્પીકર અયાઝ સાદિક પણ…

ખાલિદા ઝિયાના જનાજામાં ભારત તરફથી વિદેશ મંત્રી એસ. જયશંકર સામેલ થવા માટે બાંગ્લાદેશ પહોંચ્યા છે. આ અવસર પર પાકિસ્તાનના નેશનલ અસેમ્બલી સ્પીકર અયાઝ સાદિક પણ બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રીને અલવિદા કહેવા આવ્યા છે. આ દરમિયાન બંને દેશોના પ્રતિનિધિઓનો આમનો સામનો થયો અને આ નજારો જોવા લાયક હતો. ગમગીન માહોલમાં બંને ખાલિદા ઝિયાના દીકરા તારિક રહમાન સાથે મુલાકાત કરી.

બાદમાં ભારતીય વિદેશ મંત્રી અને પાકિસ્તાનના સ્પીકરે બંને એકબીજાનું સન્માન કરતા મીટ-ગ્રીટની ઔપચારિકતા પૂરી કરી. ભારત-પાકિસ્તાન તણાવની વચ્ચે આ મુલાકાત બહુ મોટી વાત માનવામાં આવી રહી છે.

બીજી તરફ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના નિધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પુત્ર અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના કાર્યકારી વડા તારિક રહેમાનને એક શોક પત્ર લખ્યો છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ઢાકામાં તારિક રહેમાન સાથે મુલાકાત કરી અને પીએમ મોદીનો આ પત્ર તેમને રૂૂબરૂૂ સોંપ્યો હતો.

પોતાના સંવેદના સંદેશમાં વડાપ્રધાન મોદીએ વર્ષ 2015માં ઢાકાની મુલાકાત દરમિયાન ’બેગમ સાહિબા’ (ખાલિદા ઝિયા) સાથે થયેલી મુલાકાત અને ચર્ચાઓને યાદ કરી હતી. તેમણે ખાલિદા ઝિયાને અસાધારણ દ્રઢ સંકલ્પ અને મક્કમતા ધરાવતા નેતા ગણાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *