સુરેન્દ્રનગર સબજેલમાંથી અવારનવાર પ્રતિબંધીત વસ્તુઓ મળી આવવાના અને તાજેતરમાં જેલના બેરેકમાંથી એકસાથે પાંચ જેટલા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન પકડાવાના હાઇપ્રોફાઇલ મામલાને રાજ્ય જેલ વિભાગે અત્યંત ગંભીરતાથી લીધો છે. જેને પગલે તંત્ર દ્વારા સુરેન્દ્રનગરના જેલર ગ્રુપ-2ની તાત્કાલીક અસરથી બદલી કરી નાખવામાં આવી છે.
જેથી જેલના સ્ટાફમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આ અંગેની વિગત મુજબ ગુજરાત રાજ્ય જેલ અને સુધારાત્મક વહિવટના પોલીસ મહાનિર્દેશક ડો. કે. એન. રાવ દ્વારા સુરેન્દ્રનગર સબજેલના જેલર ગ્રુપ-2 એફ. એસ. મલેકની ફરજમાં બેદરકારી અને શિસ્તભંગ બદલ તાકીદની અસરથી સુરેન્દ્રનગરથી રાજકોટ મધ્યસ્થ જેલ સેન્ટ્રલ જેલ)ખાતે બદલી કરવાનો આકરો હુકમ કર્યો છે. તેમની જગ્યાએ હવે ધ્રાંગધ્રા જેલના અધિકારી એ. આર. હાલપરાને સુરેન્દ્રનગર સબજેલના અધિક્ષક તરીકેનો સંપૂર્ણ વધારાનો ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે.
કેચુડા કંપનીના નાના ફોન જેલમાં ઘૂસાડાય છે જે કેચુડા કંપનીના મોબાઇલ ફોન આવે છે સાવ નાના ફોન હોય છે તેની કોઈ પણ રજીસ્ટરમાં એન્ટ્રી હોતી નથી ક્યાંથી આવ્યા કઈ દુકાનેથી આવ્યા ગુજરાતમાં કોણ વહેંચે છે. પોલીસ મૂળ સુધી પહોંચી શકતી નથી. બીજી કે સુરેન્દ્રનગર સબજેલમાં વર્ષોથી સ્થાનિક સ્ટાફ જ ફરજ બજાવી રહ્યા છે ત્યારે જેલ જેવી સંવેદનસીલ જ્યાએ અન્ય જિલ્લાઓમાંથી સ્ટાફ મુકવા માંગ ઉઠી છે.
એક વર્ષમાં આટલી પ્રતિબંધિત વસ્તુ મળી
10-6-25 : મોજામાં મોબાઈલ મંગાવ્યા
10-8-25 : સેલોટેપમાં ફોન મંગાવ્યા
12-8-25 : 1 મોબાઈલ ફોન મળી આવ્યો
3-11-25 : સેલોટેપના દડામાં 5 મોબાઈલ અને તમાકુની પડી મળી આવી.
18-12-25 : ડોલ નીચેથી ફોન મળ્યા.
24-12-25ના રોજ જેલના મંદિરમાં છુપાયેલ 6 મોબાઈલ પકડાયા
2-2-26 જેલની બેરેક નં. 3માં ખાડો કરી દાટેલા 3 મોબાઈલ પકડાયા
12-2-26ના રોજ જેલના લીગલ કલીનીક પાછળથી ઝબલામાંથી મોબાઈલ, ચાર્જર, માવા, તમાકુની પડી મળી આવી
1-5-26 સાયબર ક્રાઈમના આરોપી વિક્રમસિંહ બાબુસિંહ પરમાર પાસેથી મોબાઈલ પકડાયો
16-5-26 જેલના શૌચાલયની પાળી, પીવીસી પાઈપ પાસે અને ટીવી સ્ટેન્ડ નીચે ખાડો કરીને રાખેલા 3 મોબાઈલ પકડાયા
