રેલનગરનું ‘અડારો’ રેસ્ટોરેન્ટ, અમૃત સોસા.માં જય જલારામ ક્રીમ લસ્સી સીલ

ખાણીપીણીની 87 પેઢીમાં કોર્પોરેશનનું ચેકિંગ: 59 કિલો વાસી ખાદ્યસામગ્રી મળી, 9 પેઢીને ફટકારાઇ નોટિસ રાજકોટ મનપાની ફૂડ શાખાએ ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં શરૂૂ કરેલી ચેકીંગ ઝૂંબેશમાં…

ખાણીપીણીની 87 પેઢીમાં કોર્પોરેશનનું ચેકિંગ: 59 કિલો વાસી ખાદ્યસામગ્રી મળી, 9 પેઢીને ફટકારાઇ નોટિસ

રાજકોટ મનપાની ફૂડ શાખાએ ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં શરૂૂ કરેલી ચેકીંગ ઝૂંબેશમાં જનઆરોગ્ય સાથે ચેડા કરતી વધુ બે પેઢીને તાળા મારી દેવામા આવ્યા છે. જેમા રેલનગરમાં આવેલા ‘અડારો’ નામના રેસ્ટોરેન્ટમાં મોટા પ્રમાણમાં વાસી ખાદ્યસામગ્રી આવી હતી. જ્યારે કર્ણાવતી રોડ પર સિલ્વર સ્કવેરમાં આવેલા જય જલારામ ક્રીમ લસ્સી એન્ડ વડાપાંઉમાં પણ અનહાઇજેનિક સ્થિતિ જોવા મળી હતી. બન્ને પેઢીને મનપાએ સીલ કરીને દંડ પણ ફટકાર્યો છે. કુલ 87 પેઢીમાં મનપાએ ચેકીંગ કર્યુ હતુ.

શહેરના રેલ નગર મેઈન રોડ, ગંગેશ્વર ચોક, ગોકુલ કોમ્પ્લેક્સ ખાતે આવેલા “AADARO” રેસ્ટોરન્ટ એન્ડ કેટરિંગ પેઢીમાં ચેકીંગ કરવામા આવતા ફ્રીજમાં બટેટાનો મસાલો, ગ્રેવી, બાફેલા શાકભાજી, વાસી પડતર બ્રેડ, પીઝા, પાઉં વગેરે ખાદ્યસામગ્રીનો અનહાઈજેનિક કન્ડિશનમાં સંગ્રહ કરેલો હતો. આ ઉપરાંત એક્સપાયર્ડ ડેટ વીતેલ પેકીંગ ખાદ્યસામગ્રી પણ જોવા મળેલ. કુલ મળીને અંદાજિત 19 ઊં.ૠ. અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને રૂૂ.3,000નો દંડ કરાયો હતો.

જ્યારે સિલ્વર સ્ક્વેર, કર્ણાવતી રોડ, અમ્રુત સોસાયટી -2 પાસે આવેલ “જય જલારામ ક્રીમ લસ્સી એન્ડ વડાપાઉં” પેઢીમાં અનહાઈજેનિક કન્ડિશનમાં લસ્સી બનતી હોવાનું પકડાયુ હતુ. લસ્સી બનાવવા માટેનું સિરપ, ઘૂઘરા, ચટણી, પસ્તી કુલ મળીને અંદાજિત 22 ઊં.ૠ. અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને રૂૂ.3000નો દંડ કરાયો હતો.

આ ઉપરાંત અન્ય સ્થળે થયેલા ચેકીંગમાં શ્રી સદગુરુ શીંગ એન્ડ જનરલ સ્ટોર(બોલબાલા માર્ગ, હસનવાડી-4), લક્ષ્મી ફરસાણ માર્ટ(મોરબી રોડ, જકાતનાકા પાસે), અંબિકા ફરસાણ (સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ રોડ),
સંતોષ ભેળ(બિગ બજારની બાજુમાં), શ્રીનાથજી ખમણ હાઉસ(સત્યસાઈ હોસ્પિટલ રોડ) ચટકાઝ ફૂડ્સ( બાલાજી હોલ પાસે, 150 ફૂટ રીંગ રોડ), યોગી ફરસાણ(ખીજડવાળો રોડ, 40 ફૂટ રોડ), પ્રિયા લાઈવ કેળા વેફર(મવડી ચોકડી પાસે), શ્રીજી ફરસાણ એન્ડ ખમણ(મવડી ચોકડી પાસે), શ્રી સદગુરુ ડેરી ફાર્મ(રાધે હોટલ વાળો રોડ બાપાસીતારામ ચોક), બાલમુકુંદ ડેરી ફાર્મ એન્ડ ફરસાણ(ધોળકિયા સ્કૂલ રોડ, બાલાજી હોલ), ઓમ સ્નેક્સ(મારુતિ ચોક, સત્યસાઈ રોડ), હરભોલે ફરસાણ(ખીજડવાળો રોડ, 40 ફૂટ રોડ), મહાદેવ ચાઈનીઝ(રાધે હોટલ રોડ), ઓમ ખમણ(સત્યસાઈ હોસ્પિટલ રોડ), ભગવતી ફરસાણ(ગુરુપ્રસાદ ચોક)માં ક્યાંક ગંદકી તો કયાંક વાસી સામગ્રી અને ફૂડ લાયસન્સ વગર ધંધો કરતા હોવાનું પકડાતા ઉક્ત તમામને નોટિસ ફટકારવામા આવી છે.

વધુ 8 ડેરી સહિત 10 જગ્યાએથી લેવાયા નમૂના
કૈલાશ ફરસાણ અને સ્વીટ: ન્યુ નેહરુનગર, 80 ફુટ રોડ, રજત સોસાયટી-3 કોર્નર, શ્યામ હોલ પાસે, (1)ખારી બુંદી (લૂઝ) (2)પીળી સેવ (લૂઝ) ના નમૂના લઈ 14 સલ વાસી લીસા લાડુનો નાશ કરેલ.
સુખસાગર ડેરીફાર્મ: સૂર્યમુખી હનુમાન મંદિર પાસે, નાના મવા રોડ, મિક્સ દૂધ (લુઝ)નો નમૂનો
શ્રી કૃષ્ણ ડેરીફાર્મ: શ્યામ નગર, નાના મવા રોડ, મિક્સ દૂધ (લુઝ)
ડેલીસીયસ ફૂડ્સ: બાલાજી હોલ પાસે, 150 ફૂટ રીંગ રોડ, ચોકો બટરસ્કોચ કેક (લુઝ)
શ્રીજી ડેરીફાર્મ: વિશ્વ નગર, ખીજડાવાળો રોડ, (1)ગાયનું દૂધ (લુઝ), (2)ભેંસનો દૂધ (લુઝ)તથા (3)મિક્સ દૂધ (લુઝ)
શિવમ ડેરીફાર્મ: બોલબાલા માર્ગ, હસનવાડી-4, મિક્સ દૂધ (લુઝ)
શ્રી તિરુપતિ ડેરીફાર્મ: બોલબાલા માર્ગ, હસનવાડી-4, મિક્સ દૂધ (લુઝ)
બજરંગ ડેરીફાર્મ: રાધે હોટલ વાળો રોડ, જયરાજ નગર -1 પાસે, મિક્સ દૂધ (લુઝ)
4 રામકૃપા ડેરીફાર્મ: નૂતન નગર, કાલાવડ રોડ, (1)ગાયનું દૂધ (લુઝ) (2) ભેંસનું દૂધ (લુઝ)
4 વૃંદાવન ડેરીફાર્મ: મારુતિ ચોક પાસે, સત્યસાઈ રોડ, મિક્સ દૂધ (લુઝ) નો નમૂનો લેવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *