રાજકોટ મામા-ભાણેજને લેવા જાય ત્યારે મિત્ર વિવેકને ખબર પડી જશે તેવા ડરથી ત્રણેયને મહેફીલમાં બોલાવી મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો
ગોંડલના ભરૂૂડી ટોલનાકા પાસે 17 ડિસેમ્બરના રોજ થયેલી બિહારી યુવાન ચંદનકુમારની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખી આ કેસમાં મુખ્ય આરોપી સહિત કુલ 6 શખ્સોની ધરપકડ કરી છે. આ હત્યા મામાના પ્રેમ પ્રકરણને કારણે થઈ હોવાનું સામે આવ્યું હતું તપાસ દરમિયાન ચોકાવનારી વિગતો સામે આવી છે. મુખ્ય આરોપી રાકેશકુમારે 17 ડિસેમ્બરના રોજ લાલુકુમાર તેના 22 વર્ષીય ભાણેજ ચંદનકુમારની હત્યાનો પ્લાન બનાવી રાજકોટથી મહેફિલ માટે બોલાવ્યા ત્યારે મામા-ભાણેજને તેડવા જશે ત્યારે તેના મિત્ર વિવેકકુમારને ખબર પડી જશે કે મામા-ભાણેજ કોની સાથે ગયા હતા અને તે પોલીસને માહિતી આપી દેશે તેવા ડરથી પ્રોગ્રામના બહાને વિવેકને પણ બોલાવી ત્રણેયની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. આ કેસમાં વધુ કે સાતમાં આરોપીની પણ ગોંડલ તાલુકા પોલીસે ધરપકડ કરી છે.
બિહારી યુવાન ચંદનકુમારની હત્યામાં પોલીસે રાકેશ સુભાષ દરવે (મુખ્ય આરોપી), છોટેલાલ સુભાષ દરવે, નવીનકુમાર સરગુન મંડલ, છોટુકુમાર નરેશ મંડલ, ગણેશકુમાર ઉર્ફે ડમરૂૂ રાજપુત અને નિરજકુમાર ઉર્ફે ભાલુ ભગતની ગોંડલ તાલુકા પોલીસે અલગ અલગ ટીમો બનાવી 20 જેટલા પોલીસ કર્મચારીઓની મદદથી ધરપકડ કરી હતી. આ કેસમાં સાતમાં આરોપી કુંદનકુમાર સુબોધ મંડલની પણ ધરપકડ કરી છે.
મૃતક ચંદનના મામા લાલુને આરોપી રાકેશકુમારના સગા ભાઇ નવીનની પત્ની સાથે પ્રેમસબંધ હતો જેની જાણ આરોપી રાકેશકુમાર તથા તેના નાનાભાઇ છોટેલાલને થઇ ગયેલ. જેથી આરોપીએ બન્ને ભાઈઓએ ભેગા મળીને પ્લાન બનાવેલ અને નક્કી કરેલ કે, લાલુ તથા તેની સાથે રહેતો ભાણેજ ચંદન બન્નેને મારી નાખીએ. કેમ કે, મરણ જનાર ચંદન તથા લાલુ હંમેશા સાથે રહેતા હતા. આથી આરોપી રાકેશ તથા છોટેલાલે તેના મીત્રોને આ વાત કરેલ કે, આપણે આ બન્નેને મારી નાખવાના છે.
બાદ બધા આરોપીઓએ સાથે મળીને પ્લાન ઘડેલ કે, ચંદન તથા લાલુને પાર્ટી કરવાના બહાને રાકેશ તેના બાઈક પર લાવશે અને કોઈ અવાવરૂૂ જગ્યાએ બધા સાથે મળીને તે બન્ને મારી નાખશે. પરંતુ રાકેશને લાગેલ કે, જ્યારે પોતે મરણજનાર ચંદન તથા ફરીયાદી લાલુને લેવા જાશે ત્યારે તેની સાથે રહેતા વીવેકને ખબર રહેશે કે, છેલ્લે લાલુ અને ચંદનને રાકેશ પોતાની સાથે લઈ ગયેલ હતો. અને જો પોલીસ તપાસ કરશે તો પોતે પકડાઈ જશે તેવા ડરથી રાકેશે પોતાનો પ્લાન ફેરવી નાખેલ. બાદ રાકેશે તથા તેના સાથી આરોપીઓએ બીજો પ્લાન બનાવેલ અને નક્કી કરેલ કે, રાજકોટથી મરણ જનાર ચંદન તથા ફરીયાદી લાલુ તથા સાહેદ વીવેકને એમ ત્રણેયને પાર્ટી કરવાના બહાને લઈ આવશે અને આરોપીઓ ભેગા મળીને ત્રણેયની હત્યા કરી નાખશે જેથી તેઓ પકડાઈ ના જાય.
બાદ આરોપી રાકેશ પ્લાન મુજબ મરણ જનાર ચંદન તથા ફરીયાદી લાલુ તથા સાહેદ વીવેકને પોતાના બાઈકમાં બેસાડીને ભરૂૂડી ગામ પાસે, પાવર સ્ટેશનની પાછળ અંધારામાં અવાવરૂૂ જગ્યાએ લઈ ગયેલ. અને પોતાના સાથી મીત્રોને ફોન કરીને ત્યાં આવી તેમની સાથે સામાન્ય બોલાચાલી કરી, ઝઘડો ચાલુ કરવા જણાવેલ. બાદ આ કામના અન્ય છ આરોપીઓ ત્યા આવેલ અને રાકેશ સહીતના ચારેય માણસો સાથે ઝઘડો કરવા લાગેલ. તે દરમ્યાન આરોપી રાકેશે પોતાના નેફામાંથી ચાકુ કાઢતા આ કામના ફરીયાદી તથા સાહેદ વીવેક ડરી ગયેલ અને ત્યાંથી ભાગી ગયેલ અને મરણ જનાર ચંદન હાથમાં આવી આરોપી રાકેશે તેને ચાકુ મારી નિર્મમતાપુર્વક હત્યા કરી નાખેલ. સાથેના અન્ય આરોપીઓએ ચંદનને પકડી રાખેલ અનેછુટા હાથથી મારેલ અને રાકેશે ચંદનને ચાકુ તથા પથ્થરથી મારી નાખેલ. રાકેશે જ્યારે ચંદનને ચાકુથી ઘા મારેલ ત્યારે ચાકુનો હાથા સીવાયનો ભાગ ચંદનના પગમાં જ રહી ગયેલ. જે ચાકુનો ભાગ રાજકોટના સિવિલ હોસ્પિટલના ડોક્ટર દ્વાર પી.એમ. દરમ્યાન શરીરમાંથી રીકવર કરેલ છે. તેમજ ચાકુનો હાથો ઘટનાસ્થળેથી પોલીસે રીકવર કરેલ છે.
તેમજ આરોપીએ બનાવમાં ઉપયોગ કરેલ વાહન મોટરસાયકલ સડક પીપળીયા ગામ પાસે અવાવરી જગ્યાએ સંતાડી દીધેલ. તે બાઈક પણ પોલીસે કબ્જે કરેલ છે. આમ પકડાયેલ આરોપીઓએ ત્રીપલ મર્ડરનો પ્લાન બનાવેલ હતો, પરંતુ લાલુ તથા વિવેક મારામારી દરમ્યાન નાસી જતા તેઓ બચી ગયેલ અને ચંદન પકડાઈ જતા તેની હત્યા કરી પોત પોતાના ઘરે જતા રહેલ. પકડાયેલ તમામ આરોપીના રીમાન્ડ મેળવી તેમના વિરૂૂધ્ધ તમામ પુરાવા એકત્રીત કરવામાં આવી રહેલ છે. જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચના થી ગોંડલ તાલુકા પોલીસ મથકના પી.આઈ વી.એમ.ડોડીયા સાથે પીએસઆઈ,આર.જે.જાડેજા અને તેમની ટીમે કામગીરી કરી હતી.
