રાજકોટમાં શ્ર્વાસ લેવો મુશ્કેલ: એર ક્વોલિટી ઇન્ડેક્ષ 326

ઝેરી હવા વધતા ગળામાં બળતરા અને વૃધ્ધો તથા બાળકોને શ્ર્વાસ લેવામાં ભારે સમસ્યા રાજકોટ શહેરમાં હવા પ્રદૂષણ સતત વધી રહ્યુ હોય તેમ એર ક્વોલિટી ઇન્ડેક્ષમાં…

ઝેરી હવા વધતા ગળામાં બળતરા અને વૃધ્ધો તથા બાળકોને શ્ર્વાસ લેવામાં ભારે સમસ્યા

રાજકોટ શહેરમાં હવા પ્રદૂષણ સતત વધી રહ્યુ હોય તેમ એર ક્વોલિટી ઇન્ડેક્ષમાં છેલ્લા એક સપ્તાહમાં ત્રણ ગણો વધારો જોવા મળ્યો છે. મહાનગરપાલિકાના પર્યાવરણ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ અમૂક ભારે વાહનોની ભીડભાડ વાળા વિસ્તારોમાં એક ક્વોલિટી ઇન્ડેક્ષ 326ની સપાટીએ પહોંચી જતા લોકોને ગળામાં બળતરા તેમજ વૃધ્ધો અને બાળકોને શ્ર્વાસ લેવાની સમસ્યા ઉભી થઇ હોવાનુ જાણવા મળેલ છે.

રાજકોટ શહેરમાં શિયાળાની શરૂૂઆત થતા જ અનેક વિસ્તારોમાં પ્રદૂષણ સતત વધતુ હોવાના રિપોર્ટ મનપા દ્વારા જારી કરવામાં આવ્યા છે. કમાન્ડ અને કંટ્રોલ ખાતે સેન્સર દ્વારા નોંધાયેલા આંકડા મુજબ ફરી વખત રામદેવપીર ચોકડી, જામટાવર, સારોઠીયાવાડી સર્કલ, નાનામવા સર્કલ અને કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી સર્કલ ખાતે સૌથી વધુ એક કવોલીટી ઇન્ડેસ જોવા મળ્યો છે. સવારેમાં ધુમ્મસ હોય ત્યારે એર કવોલીટી ઇન્ડેસ વધતો હોવાનુ નિષ્ણાંતો જણાવી રહ્યા છે. છતાં દિવસ દરમિયાન સતત ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી એર કવોલીટી ઇન્ડેસ 100માંથી 326 સુધી પહોંચી ગયો છે. જેના લીધે બિમારી લોકો અને વૃધ્ધો સહિતનાને શ્ર્વાસ લેવામાં તકલીફ પડી હોવાનુ જાણવા મળેલ છે. ગઇકાલે અને આજે જાહેર થયેલા એર કવોલીટી ઇન્ડેસ મુજબ ફરી વખત શહેરની મધ્યમાં આવેલ જામટાવર વિસ્તારમાં એર કવોલીટી ઇન્ડેસ 326ને પાર થયો હોવાનુ નોંધાયું છે.

રાજકોટ શહેરની વસ્તીની સાથે વાહનોની સંખ્યા વધતા અને શિયાળાની શરૂૂઆત થતા સુકા પવનો સાથે ધુળની ડમરીઓ ઉડતા દિવસેને દિવસે પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક બની રહ્યું છે. શહેરની હવામાં શ્વાસ લેવો અઘરો પડી રહ્યો છે ત્યારે ગુરુવારે દિવસ દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 326ને પાર કરી ગયો હોવાનું જાણવા મળ્યું છે. મ્યુનિ.તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સેન્સર મૂકવામાં આવ્યાં છે. ગુરુવારે આ સેન્સરોએ જે આકડા રજૂ કર્યા તે ચિંતાજનક જોવા મળ્યાં હતાં. સોરઠિયાવાડી સર્કલ, કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી, જામટાવર, રામદેવપીર ચોકડી, નાનામવા સર્કલ, પ્રદ્યુમ્ન પાર્ક, જોવા મળ્યો હતો. આ તમામ વિસ્તારો સૌથી વધુ પ્રદૂષિત જોવા મળ્યાં હતાં. અલબત પ્રદૂષણ વધવાનું એ કારણ ઋતુગત ફેરફાર હોવાનું પણ સામે આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, શિયાળાની ઋતુમાં તાપમાનના ઘટાડાને કારણે થતાં ઈન્ડવર્ઝનને લીધે નીચેના સ્તરથી પ્રદૂષણની સમસ્યા ઉભી થતી હોય છે જે વિસ્તારોમાં પ્રદૂષણનો આંકડો વધુ આવ્યો છે તે ટ્રાફિકથી ધમધમતા વિસ્તારો છે. અહીં ઔદ્યોગિક પ્રદૂષણ નહીં પરંતુ વાહનોની અવર-જવર અને ધૂળો ઉડતા પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. તેવી જ રીતે હાલમાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં રોડ રસ્તાનું મેટલીંગ કામ અને પેવર કામ ચાલુ હોવાથી આવા વિસ્તારોમાં સતત ધૂળયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. ત્યારે ગત વર્ષની તુલનાએ રાજકોટ શહેરમાં આ વર્ષે પ્રદૂષણમાં વધારો થયો હોવાનુ તંત્ર જણાવી રહ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *