ટ્રમ્પની ટેરીફ ધમકી અને AIના ખોફથી આઇટી ઇન્ડેકસમાં 1000 પોઇન્ટનું ગાબડુ

સેન્સેકસ 750 પોઇન્ટ નિફટી 200 પોઇન્ટ તૂટયા; ઇન્ફોસીસ, ટીસીએસ, વીપ્રો, એચસીએલના ભાવ વર્ષના તળીયે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાન્ડ ટ્રમ્પના ટેરીફ ધમકી અને એઆઇના વધી રહેલા ખોફને…

સેન્સેકસ 750 પોઇન્ટ નિફટી 200 પોઇન્ટ તૂટયા; ઇન્ફોસીસ, ટીસીએસ, વીપ્રો, એચસીએલના ભાવ વર્ષના તળીયે

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાન્ડ ટ્રમ્પના ટેરીફ ધમકી અને એઆઇના વધી રહેલા ખોફને કારણે ગઇકાલે રાત્રે ડાઉજોન્સમાં 821 પોઇન્ટ અને નાસ્ડકમાં 258 પોઇન્ટના કડાકા બાદ આજે તેની અસર ભારતીય શેર બજાર પર પણ જોવા મળી હતી. આજે સવારે માર્કેટ ખુલતાની સાથે જ આઇટી ઇન્ડેકસ ધરાશાયી થતા જ સેન્સેકસ અને નીફટીમાં ગાબડા પડયા હતા.

બજાર ખુલતાની સાથે જ એઆઇના વધતા જતા ખોફને કારણે ભારતની તમામ આઇટી કંપનીના શેરોમાં મોટા ગાબડા પડયા હતા. આઇટી ઇન્ડેકસમાં 3.50નો ઘટાડો નોંધાતા રોકાણકારોના અબજો રૂપીયાનું ધોવાણ થયું છે. આઇ.ટી. ઇન્ડેકસમાં 1010 પોઇન્ટનું ગાબડુ પડયું છે. આઇટી કંપનીના શેરોમાં પણ ચોતરફ વેચવાલી જોવા મળી રહી છે. છેલ્લા પાંચ સત્રથી આઇટી ઇન્ડેકસ નીચે પડી રહ્યો છે અને છેલ્લા પાંચ દિવસમાં આઇટી ઇન્ડેકસ 7 ટકા ઘટયો છે. ઇન્ફોસીસ 45 રૂપીયા ઘટીને 1281 રૂપીયા પર પહોંચી ગયો છે.

ટીસીએસ આજે 90 રૂપિયા ઘટયો છે અને હાલ બાવન વિકના તળીયે 2586 રૂપીયા પર ટ્રેડ કરી રહ્યો છે. એચસીએલ 1364 પર પહોંચ્યો છે. આજે આ કંપનીમાં પણ 64 રૂા.નું ગાબડુ પડયું છે. વિપ્રો 6 રૂપીયા ઘટીને 200 રૂા. પર પહોંચ્યું છે. પર્સીસ્ટન્ટ સિસ્ટમમાં 123 રૂપીયા ઘટયો છે.

નીફટી આઇટી ક્રેસ થતા તેની અસર બજાર પર પણ જોવા મળી છે. આજે સેન્સેકસ 750 પોઇન્ટ અને નીફટી 200 પોઇન્ટ તુટયા છે. સોના-ચાંદીમાં પણ આજે ઘટાડો નોંધાયો છે. ચાંદીમાં 1200 રૂપીયા ઘટીને 264150 પર જોવા મળ્યો છે. જયારે રાજકોટમાં હાજર ભાવ 273650 જોવા મળી રહ્યો છે. જયારે સોનાનો ભાવ 160600 રૂપિયા અને રાજકોટમાં હાજર ભાવ 164500 પર જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *