રાજકોટ એસઓજી,રૂરલ એલસીબી-એસઓજી,કુવાડવા પોલીસ અને જૂનાગઢ પોલીસની ટીમોએ 150થી વધુ સીસીટીવી કેમેરા તપાસી ચર્ચાસ્પદ ગુનાનો ભેદ ઉકેલ્યો
યુવાનના મોત બાદ 12થી વધુ મોટાં અને 30થી વધુ વાહનો પસાર થતાં સીસીટીવીમાં દેખાયાં:ટાઇમિગ મુજબ શંકમંદ ગણાતા મહાસાગર ટ્રાવેલ્સ બસના ચાલકને ઉઠાવી સઘન પૂછપરછ કરી હતી
મૂળ રાજસ્થાનના અને આશરે 30 વર્ષથી ગોંડલમાં ત્રણ ખૂણિયા પાસે શ્રીજી પાંઉભાજી નામની દુકાન ધરાવતા રતનભાઈ ચૌધરી (જાટ)નો પુત્ર રાજકુમાર જાટ 3 માર્ચે ઘરેથી ભેદી રીતે ગુમ થયો હતો. બે દિવસ સુધી રાજકુમાર ઘરે પરત ન આવતા 5 માર્ચના રોજ પિતા રતનકુમારે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને અરજી પણ આપી હતી.
આ સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. પિતાએ પોલીસમાં અરજી કરતા શહેરના બસ સ્ટેન્ડ સહિતનાં જાહેર સ્થળો ઉપર આ યુવક ગુમ થયો હોવાનાં પોસ્ટર લાગ્યાં હતાં. મૃતક રાજકુમાર યુપીએસસીની તૈયારી કરતો હતો.યુવક ગુમ થયાના 6 દિવસ બાદ એટલે કે, 9 માર્ચના રોજ રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા નજીકના તરઘડિયા ઓવરબ્રિજ ઉપર રાત્રિના સમયે ઈજાગ્રસ્ત હાલતમાં 108 રાજકુમારને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન 3:42 વાગ્યે તેનું મોત નીપજ્યું હતું.આ મામલે ગત 10 માર્ચના રોજ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ પર રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાનો તેના પિતા રતનલાલ જાટે આક્ષેપો કર્યા હતા. માર માર્યા બાદ રાજકુમાર જાટનો રાજકોટ અમદાવાદ હાઇવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પર મૃતદેહ મળી આવ્યો હતો.
ત્યાર બાદ મૃતકના પિતાએ જયરાજસિંહ અને તેમના દીકરા પર હત્યાના આક્ષેપો કર્યા હતા.તેમજ પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવ્યા હતા.આ બનાવમાં વાહન અકસ્માતનો ગુનો નોંધી કુવાડવા પોલીસ મથકના પીઆઇ રજીયા તપાસ ચલાવી રહ્યા હતા.ત્યારે હવે આ કેસમાં હવે નવો ખુલાસો થયો છે.આ મામલે ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું કે, અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂૂ કરવામાં આવી હતી. 150થી વધુ કેમેરા પોલીસે તપાસ્યા હતા. તેમજ ડમ્પરચાલકની તપાસમાં 2:33 વાગ્યે લાશ પડી હોવાનું જોયું હતું. આ દરમિયાન મહાસાગરની ટ્રાવેલ્સની 3131 નંબરની બસ પસાર થઈ હતી.
ડ્રાઇવરે માલિકને જાણ કરી નહોતી અને માત્ર ક્લીનરને જાણ કરી હતી. 12થી વધુ મોટાં અને 30થી વધુ વાહનો પસાર થતાં સીસીટીવીમાં દેખાયાં હતાં.6 તારીખે રૂૂરલ પોલીસે ગુમ યુવકની નોંધની જાણ કરી હતી. જેનો શહેર પોલીસે રિપ્લાય પણ આપ્યો હતો. મૃતક રાજકુમાર જાટના વકીલને ઇજાનાં નિશાન અંગે પોલીસે કહ્યું, હાઈવે પર અકસ્માત થાય તો વધુ ઇજાનાં નિશાન થઈ શકે.પોલીસ ટિમોની તપાસમાં મહાસાગર ટ્રાવેલ્સના બસચાલક દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હોવાનું સામે આવતા પોલીસે બસ ચાલક રમેશ બીજલભાઈ મેર જાતે-તળપદા કોળી(ઉ.વ.61, રહે- ખોડીયાર મંદિર પાસે હેમવન સોસાયટી ખામધ્રોલ રોડ જુનાગઢ) નામના બસચાલકની અટકાયત કરી બસને કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બસના ચાલકે બે દિવસ સુધી પોલીસને ગોટે ચડાવી કહ્યું,મારી બસ પશુ સાથે અથડાઈ હતી!
પોલીસમાંથી જાણવા મળ્યું હતું કે,પોલીસ દ્વારા મૃત્યુ થયાના સમય પહેલાંના સમય આસપાસ રાજકોટથી કુવાડવા સુધીના અંતરમાં જેટલાં વાહન પસાર થયાં તેના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા.આ દરમિયાન માહિતી મળતાં પોલીસ દ્વારા મહાસાગર ટ્રાવેલ્સના સંચાલકનો સંપર્ક કરી બસચાલકની પૂછપરછ કરવામાં આવી હતી.જો કે બે દિવસ સુધી બસચાલકે પશુ સાથે બસ અથડાઈ હોવાનું જણાવ્યું હતું. પરંતુ 13 માર્ચના રોજ બસચાલકે અકસ્માત પોતે જ કર્યો હોવાનું જણાવી દીધું હતું.
રાત-દિવસ જોયા વગર આ ટીમે અકસ્માતનો ગુનો ડિટેકટ કર્યો
એસઓજી પો.ઈન્સ. એસ.એમ.જાડેજા તથા પો.ઇન્સ. એન.વી.હરીયાણી તથા પો.ઇન્સ. બી.પી.રજીયા તથા કુવાડવા પો.સ્ટેના પો.સબ.ઇન્સ. એમ.જે.વરૂૂ તથા એલ.સી.બી. ઝોન-1 પો.સબ.ઇન્સ. બી.વી.ચુડાસમા તથા જુનાગઢ એલ.સી.બી. પો.સબ.ઇન્સ. ડી. કે. ઝાલા તથા એ.એસ.આઇ. ફીરોજભાઇ શેખ તથા રાજેશભાઇ બાળા તથા ખોડુભા જાડેજા તથા પ્રવિણસિંહ મકવાણા તથા પો હેડ કોન્સ વિક્રમભાઇ ગળચર તથા ધર્મેન્દ્રસિંહ દિલાવરસિંહ તથા સત્યજીતસિંહ ઝાલા તથા પો.કોન્સ. કિશોરભાઇ ધુધલ તથા યોગરાજસિંહ ગોહિલ તથા મુકેશભાઇ ડાંગર તથા ગોપાલભાઇ ઉતમભાઇ તથા અર્જુનભાઇ ડવ તથા અનોપસિંહ ઝાલા તથા રવિરાજસિંહ પટગીર તથા ભાવેશભાઇ મકવાણા તથા જયદીપભાઇ તથા કિશોરભાઇ જોષી તથા જયપાલભાઇ બારૈયા તથા વિશાલકુમાર બસીયા તથા ભરતભાઇ ધેડ તથા જુનાગઢ એલ.સી.બી. ટીમના પોલીસ કર્મચારીઓ.