IPLમાં અનસોલ્ડ રહેવાથી ખરાબ લાગે છે: ઉમેશ યાદવ

  ભારતનો ફાસ્ટ બોલર ઉમેશ યાદવ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ના મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો. ઉમેશને ગુજરાત ટાઇટન્સે 2024માં 5.80 કરોડ રૂૂપિયામાં ખરીદ્યો હતો. તેણે…

 

ભારતનો ફાસ્ટ બોલર ઉમેશ યાદવ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ના મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો. ઉમેશને ગુજરાત ટાઇટન્સે 2024માં 5.80 કરોડ રૂૂપિયામાં ખરીદ્યો હતો. તેણે સાત મેચમાં 26.25ની સરેરાશ અને 10ની ઇકોનોમી રેટથી આઠ વિકેટ લીધી હતી. પરંતુ આ વર્ષે ઓક્શનમાં તેના પર કોઈએ પણ બોલી લગાવી નહીં. ઉમેશનું સિલેક્શન ન થતા તે પરેશાન છે.ઉમેશ યાદવે ઇનસાઇડ સ્પોર્ટને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, બધા જાણે છે કે, મને આ વર્ષે સિલેક્ટ કરવામાં આવ્યો નથી. હું 15 વર્ષથી રમી રહ્યો છું. આઈપીએલ 2025માં અનસોલ્ડ રહેવું મારા માટે આશ્ચર્યજનક છે. હું ખોટું શા માટે બોલું? આ ખરાબ લાગે છે. આટલું રમવા અને આશરે 150 આઈપીએલ મેચ રમ્યા પછી પણ તમારી પસંદગી નથી. એ ચોંકાવનારું છે.

ઉમેશે આગળ કહ્યું, આ ફ્રેન્ચાઇઝી અને તેની રણનીતિઓ પર નિર્ભર કરે છે કે, મારું નામ હરાજીમાં મોડેથી આવ્યું અને તેમની પાસે રૂૂપિયા નહીં બચ્યા હોય. મારા પગની સર્જરી કરાવી છે. જ્યાં સુધી મને લાગે છે કે, હું 140 કિમી પ્રતિ કલાકની સ્પીડે બોલિંગ કરી શકું છું, હું બોલિંગ કરીશ. જ્યારે બોલિંગ નહીં કરી શકું, તો હું પોતે જ ક્રિકેટ છોડી દઈશ. મારે આ કોઈને જણાવવાની જરૂૂર નહીં પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *