મારા ઉપર 302 થાય તો પણ ફરક નથી પડતો, ભાવનગરની મહિલા કોન્સ્ટેબલ નયના ફરી વિવાદમાં

પ્રેમપ્રકરણમાં પ્રેમીને પામવા તેની સરપંચ પત્નીને ગાળો આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ ભાવનગર જિલ્લાના તળાજા ના બોરડા ગામના મહિલા સરપંચ જે હાલ સુરત ખાતે રહે છે.તેઓએ…

પ્રેમપ્રકરણમાં પ્રેમીને પામવા તેની સરપંચ પત્નીને ગાળો આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ

ભાવનગર જિલ્લાના તળાજા ના બોરડા ગામના મહિલા સરપંચ જે હાલ સુરત ખાતે રહે છે.તેઓએ અહીં દાઠા પોલીસ મથકે આવી ને બહુ ચર્ચિત મહિલા પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.મહિલા સરપંચ નો આરોપ છેકે પોતાના પતિ રાજુભાઇ આહીર ને કોન્સ્ટેબલ નયના બારૈયા સાથે અફેર હોય તેના કારણે ફરિયાદી એ સબંધ રાખે છે તે ખોટું છે તેમ વ્હોટશેપ મેસેજ કરેલ.બાદ રાજુ મારો નહિ તો તારો પણ નહીં તેમ કહી રાજુ આહીર ને મારી નાખવાની ધમકી આપી હતી અલગ અલગ માધ્યમથી મેસેજ કરી ને.દાઠા પોલીસે આજે મહિલા કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

તળાજા તાલુકાના બોરડા ગામના પૂર્વ સરપંચ રાજુભાઇ રામભાઈ ભમ્મર ના પત્ની કુંદનબેન ઉ.વ.39 જે હાલ બોરડા ગામના સરપંચ છે.હાલ તેઓ સુરત પર્વત પાટિયા,શાંતિવિહાર સોસાયટી ખાતે રહે છે.સંતાન મા એક દીકરી, એક દીકરો છે. તેઓએ પોલીસ કોન્સ્ટેબલ નયનાબેન નાનજીભાઈ બારૈયા રે.દેવગાણાં વિરુદ્ધ દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવેલ છે.

ફરિયાદી એ વીસેક વર્ષ પહેલાં રાજુભાઇ ભમ્મર સાથે પ્રેમ લગ્ન કરેલ છે.આજથી દોઢેક વર્ષ પહેલાં પતિ સાથે બોરડા ગામે રહેતી હતી ત્યારે પોલીસ કોન્સ્ટેબલ નયના બારૈયા સાથે પતિ રાજુભાઇ ને અફેર હોવાની જાણ ફરિયાદી ને થયેલ.આથી વ્હોટશેપ મેસેજ કરી ને નયના બારૈયા ને કહેલ કે તું મારા પતિ સાથે સંબંધ રાખે છે તે ખોટું છે.બાદ આરોપી વ્હોટશેપ મેસેજ દ્વારા અપશબ્દો કહેવા લાગેલ.બાદ પતિ રાજુભાઇ સુરત રહેવા આવતા રહેલ.તેથી નયના બારૈયા ને ત ન ગમતા સોસીયલ મીડિયા અને મોબાઈલ માધ્યમથી ટેક્ષ મેસેજ કરી ને અત્યાર સુધી અપશબ્દો કહી પતિ ને જાનથી મારી નાખવાની ધમકી આપેલ.

રાજુ તારો નહિ તો મારો પણ નહીં,મારા પર ભલે 302 થાય તારે પોલીસ સ્ટેશન જવું હોય તો જજે ,15 દિવસમાં તું રોતી ન હોય તો મને કહેજે.ફરિયાદી સાધુ સમાજના હોય બાવણ કહી ને બોલાવે છે. ફરિયાદી એ દાવો કર્યો છેકે જે મેસેજીસ અને વાત કરેલ છે તેના સ્ક્રીનશોર્ટ લઈ પેન ડ્રાંઇવ મા કોપી કરી ને ફરિયાદ સાથે રજૂ કરેલ છે.બીજી વખત આવું,જરૂૂર પડે ત્યારે જે મોબાઈલ પર મેસેજ આવેલ છે તે મોબાઈલ રજૂ કરવા પણ તૈયારી દર્શાવી છે. આ મામલે પોલીસ આરોપી નયનાને નોટીસ આપી બોલાવશે તેવું જણાવ્યું હતું.

મારી પત્નીએ પરેશાન કરી મુક્યો છે: રાજુ ભમ્મર
ભાવનગર જિલ્લામા રાજુભાઇ ભમ્મર નામાંકિત ચહેરો છે.તે બોરડા ગામના સરપંચ રહી ગયા બાદ સ્ત્રી અનામત આવતા તેમના પત્ની કુંદનબેન ને ઉભા રાખી ફરી વખત જીતી ગયા હતા.શરીર પર સોનાના ઢગલો ઘરેણાં ધારણ કરી ને તેઓની સોસીયલ મીડિયા પર રીલ સારા પ્રમાણમાં વાયરલ થાય છે.તેઓની પત્ની એ દાઠા પોલીસ ને આપેલ ફરિયાદ ને લઈ રાજુભાઇ ભમ્મર એ સૌથી પહેલી સ્પષ્ટતા એ કરી હતીકે પોતાની પત્ની ના આરોપ તદ્દન ખોટા છે!.તેઓએ આપવીતી મા કર્યોછેકે પોતાની પત્ની એ પોતાને પરેશાન કરી મુક્યો છે.વર્ષોથી હેરાન કરેછે.એક વખત પોતે દવા પી ગયેલ.મારી ઘણી પ્રોપર્ટી છે તે તેના નામે છે. કંટાળીને મેં ડિવોર્સ ની નોટિસ પણ આપેલ છે.મને બદનામ કરી રહ્યા છે. માનસિક ટેંશન ઉભું કરી રહ્યા નો પણ દાવો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *