Connect with us

આંતરરાષ્ટ્રીય

ઇઝરાયલે હમાસના વધુ એક કમાન્ડરની કરી હત્યા!! IDF પર ડ્રોન હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો

Published

on

મિડલ ઈસ્ટમાં સતત યુદ્ધની વચ્ચે સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. દરમિયાન, IDFએ દાવો કર્યો છે કે તેઓએ હમાસના ઉત્તરી ગાઝા યુએવી કમાન્ડર મહમૂદ અલ-મભોહને મારી નાખ્યો છે. તેણે ઇઝરાયલી સુરક્ષા દળો અને લોકો પર ડ્રોન હુમલાનો નિર્દેશ આપ્યો હતો. IDF અનુસાર, તેઓએ જબલિયાહ અને રફાહમાં ડ્રોન હુમલા કર્યા, જેમાં 50 થી વધુ હમાસ આતંકવાદીઓ માર્યા ગયા.

પેલેસ્ટિનિયન આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે ગાઝાના આઠ ઐતિહાસિક શરણાર્થી શિબિરોમાંથી સૌથી મોટા જબાલિયામાં અલ-ફલ્લુજાહ નજીક ઇઝરાયેલી ગોળીબારમાં ઓછામાં ઓછા 17 લોકો માર્યા ગયા હતા, રોઇટર્સના અહેવાલમાં જણાવાયું છે. આ સિવાય દક્ષિણ ગાઝામાં પૂર્વ ખાન યુનિસમાં બાની સુહૈલા કેમ્પમાં અન્ય 10 લોકો માર્યા ગયા હતા, એમ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.

આ પહેલા મંગળવારે ઈઝરાયેલના હવાઈ હુમલામાં ગાઝા શહેરના સબરામાં ત્રણ મકાનો ધ્વસ્ત થઈ ગયા હતા. અહેવાલ મુજબ, સ્થાનિક સિવિલ ઇમરજન્સી સર્વિસે જણાવ્યું હતું કે તેઓએ ઘટનાસ્થળેથી બે મૃતદેહો મેળવ્યા છે, જ્યારે અન્ય 12 લોકોની શોધ ચાલુ છે, જેઓ તે સમયે ઘરોમાં હાજર હોવાનું માનવામાં આવે છે. ઇઝરાયેલની સેના છેલ્લા 10 દિવસથી જબાલિયાને નિશાન બનાવી રહી છે અને ઉત્તરીય વિસ્તારમાં ફરી રહી છે.

મિડલ ઈસ્ટ ઈઝરાયેલ હાલમાં ઘણા મોરચે લડી રહ્યું છે. ઈઝરાયેલે પૂર્વી લેબનોનમાં હવાઈ હુમલાઓ તેજ કર્યા છે. મંગળવારે (15 ઓક્ટોબર 2024), બાલબેક શહેરની નજીકના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવીને બેકા ખીણમાં અનેક હવાઈ હુમલાઓ થયા. ઇઝરાયેલી સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઉપલા ગેલિલમાં સાયરન વગાડ્યા પછી લેબનોનથી ઇઝરાયેલમાં પ્રવેશેલા બે ડ્રોનની ઓળખ કરવામાં આવી હતી, જોકે જાનહાનિના કોઈ અહેવાલ નથી.

Sports

ફૂટબોલ સ્ટાર એમબાપ્પે પર બળાત્કારનો આરોપ

Published

on

By

રમતગમત જગતમાં અચાનક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સ્ટાર ફૂટબોલર કૈલિયન એમબાપ્પે એક મોટા વિવાદમાં આવી ગયો છે. તેના પર હોટલમાં બળાત્કારનો આરોપ છે. જો કે, દિગ્ગજ ખેલાડીએ આ મામલે પોતાનું મૌન તોડ્યું અને તેને નકલી ગણાવ્યું. પરંતુ બીજી તરફ પોલીસે ઝડપી તપાસ શરૂૂ કરી છે.


એક અખબારના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તેના પર બળાત્કારનો આરોપ છે. હાલમાં પોલીસ તેમની તપાસ કરી રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું. પરંતુ ખબફાાય એ આ સમાચારની નિંદા કરી અને તેને નકલી ગણાવ્યો. અખબારે અહેવાલ આપ્યો છે કે સ્વીડિશ પોલીસ બેંક હોટેલમાં કથિત બળાત્કારની ઘટનાની તપાસ કરી રહી છે, જ્યાં ખબફાાય અને તેના સાથીઓ એક રાત રોકાયા હતા. ખબફાાય એ આ મુદ્દા પર પોતાનું મૌન તોડ્યું છે, અને દાવો કર્યો છે કે તે તેની છબી અને પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ છે, તે પણ બાકી પગાર અંગેની સુનાવણી પહેલા. તે જ સમયે, તેમની ટીમે દાવો કર્યો છે કે સત્ય બહાર લાવવા અને ફ્રેન્ચ ફોરવર્ડની છબી સુધારવા માટે તમામ કાયદાકીય પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત, ધ સનના અહેવાલ મુજબ, ટીમે ડાંકેની ઈજા પર પણ કહ્યું કે તેના પર લાગેલા આરોપો સંપૂર્ણપણે ખોટા અને બે જવાબદાર છે.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

કેનેડા સામે મોદી સરકારની આક્રમક નીતિ સંપૂર્ણ યોગ્ય

Published

on

By

ભારત અને કેનેડાના સંબંધોમાં ફરી ડખો પડ્યો છે અને ભારતે કેનેડા ખાતેના પોતાના હાઈ કમિશનર સંજય કુમાર વર્માને પાછા બોલાવી લેવાનો નિર્ણય લેતાં બંને દેશોના રાજદ્વારી સંબંધોનો અંત આવી જવાનાં એંધાણ છે. ટેકનિકલી રાજદ્વારી સંબંધોનો અંત આવી જ ગયો છે કેમ કે હાઈ કમિશનર સર્વોચ્ચ રાજદ્વારી છે. ભારતે પહેલાં કેનેડાના ભારત ખાતેના રાજદૂતને ભારત છોડવા કહ્યું ને પછી પોતાના હાઈ કમિશનરને જ પાછો બોલાવી લીધો તેનો મતલબ એ કે, બંને દેશોમાં હવે એકબીજાના ટોચના અધિકારી નથી ને તેનો અર્થ રાજદ્વારી સંબંધોનો અંત જ કહેવાય. કેનેડા ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને મામલે ભારત સામે આંગળી ચીંધ્યા કરે છે.

જૂન 2023માં નિજ્જરની હત્યા પછી કેનેડાએ આક્ષેપ મૂક્યો હતો કે, ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્મા આ હત્યામાં સામેલ છે. હરદીપ સિંહ નિજ્જરની હત્યા 18 જૂને થઈ પછી કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે, નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે. આ આક્ષેપોને ભારતે પાયાવિહોણા ગણાવ્યા હતા. ભારતે એ વખતે પણ કહેલું કે, આ મુદ્દે રાજકારણ રમાઈ રહ્યું છે અને ભારતને નિજ્જરની હત્યા સાથે કંઈ લેવાદેવા નથી.કેનેડા એ પછી પણ આ મુદ્દાનો છાલ છોડવા તૈયાર નથી. હમણાં કેનેડા તરફથી ભારતને એક ડિપ્લોમેટિક કમ્યુનિકેશનમાં ફરી આક્ષેપ કરાયો કે, નિજજરની હત્યાની તપાસમાં બહાર આવ્યું છે કે, ભારતના હાઈ કમિશનર વર્મા અને અન્ય રાજદ્વારી આ હત્યામાં સામેલ હતા. ભારતે રાજદૂત સંજય કુમાર વર્માનો બચાવ કરતા કહેલું કે, આ આક્ષેપો એકદમ હાસ્યાસ્પદ અને ખોટા છે. સંજય કુમાર વર્મા જાપાન અને સુદાનમાં પણ ભારતના રાજદૂત રહ્યા છે અને તેમની સામે આંગળી ચીંધી શકાય એવું કશું નથી.

કેનેડાએ એ છતાં જૂની રેકર્ડ વગાડવાનું બંધ ના કરતાં અકળાઈને ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડામાં આપણા હાઈ કમિશનર સહિતના અધિકારીઓને ભારત પરત બોલાવવાનો ફેંસલો કરીને આકરા તેવર બતાવ્યા છે. વિદેશ મંત્રાલયે સાફ શબ્દોમાં કહ્યું છે કે, કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકાર ભારકીય હાઈ કમિશનર અને અન્ય અધિકારીઓની સુરક્ષા અંગે કોઈ ખાતરી આપવા તૈયાર નથી તેથી અમે તેમને પરત બોલાવી રહ્યા છીએ. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સસંદમાં નિવેદન આપેલું કે, હરદીપસિંહ નિજ્જર કેનેડાનો નાગરિક હતો પણ ભારતે કેનેડાની ધરતી પર તેની હત્યા કરાવીને કેનેડાના સાર્વભૌમત્વનો ભંગ કર્યો છે. નિજ્જર કેનેડાનો નાગરિક હતો એ વાત સાથે સહમત થવામાં આપણને કંઈ વાંધો નથી પણ ટ્રુડો કહે છે એમ નિજ્જર સામાન્ય નાગરિક નહોતો. ભારતમાં નિજ્જર સામે હત્યાઓ કરાવવા સહિતના આતંકવાદને લગતા કેસ હતા. નિજ્જર ભારતના ભાગલા કરવાનો હેતુ પાર પડે એ માટે આતંકવાદ ફેલાવતો હતો.

ભારત સરકારે નિજ્જરને આતંકવાદી જાહેર કરીને દસ લાખ રૂૂપિયાનું ઈનામ જાહેર કરેલું હતું. નિજ્જર ભારતના ભાગલા કરવા માગતો હોય ને આપણે બેઠા બેઠા તમાશો જોયા કરીએ, કેનેડાના સાર્વભૌમત્વની ચિંતા કર્યા કરીએ એ શક્ય નથી. દુનિયાનો કોઈ પણ દેશ પોતાની સુરક્ષા સામે ખતરો હોય ને દેશના ટુકડા કરવા માગતો હોય એવા નમૂનાને ઉપર જ પહોંચાડે. ભારતે પણ એ કર્યું તો તેમાં જરાય ખોટું વનથી. ટ્રુડોને કેનેડાના સાર્વભૌમત્વની એટલી જ ચિંતા હતી તો તેમણે નિજ્જરને પહેલાં રોકવાની જરૂૂર હતી. નિજ્જર કેનેડાની ધરતીનો ઉપયોગ ભારતમાં આતંકવાદ ફેલાવવા માટે કરતો હતો એ બંધ કરાવવાની જરૂૂર હતી. તેના બદલે કેનેડા નિજ્જરને છાવરતું હતું ને હવે કેનેડા નિજ્જરની હત્યા બદલ છાજિયાં લે, કેનેડાના સાર્વભૌમત્વની વાતો કરે એ ના ચાલે. ભારત અને કેનેડા બંનેના આર્થિક હિતો પરસ્પર જોડાયેલાં છે તેથી કોઈને પણ એકબીજાને અવગણવા પરવડે નહીં. આ કારણે બહુ જલદી બધું પૂર્વવત થઈ જશે.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

જાદુ ટોના કરતી પુત્રીએ માતાના ટુકડા કરી નાખ્યા, પછી ઓવનમાં બાફીને ખાઇ ગઇ

Published

on

By

મેલી વિદ્યાના ઝઘડાનું ભયાનક પરિણામ, અમેરિકાની ખોફનાક ઘટના

અમેરિકા જેવો દુનિયાનો સૌથી સુધરેલો અને ભણેલો-ગણેલો દેશ પણ જાદુ-ટોણાથી બાકાત નથી. જાદુ ટોણા કરનારી એક મહિલાએ એવો કાંડ કર્યો કે જાણીને કંપારી છૂટી જાય તેવું છે. આ મહિલાએ પોતાની સગી માતાને મારીને તેના ટુકડા કરી નાખ્યાં હતા અને પછી અમુક ટુકડા ઓવનમાં બાફ્યાં પણ હતા જ્યારે બાકીના કેન્ટૂકી શહેરના છુટાછવાયા વિસ્તારમાં ફેંકી દીધા હતા.


આ મહિલા મેલી વિદ્યાની ઉપાસક હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ટોરિલીના અને તેની માતા ટ્રુડી ફિલ્ડ્સના સંબંધો વણસેલા હતા. પુત્રી ટોરિલીના મેલી વિદ્યા કરતી હતી જેથી અવારનવાર માતાનો તેની સાથે ઝગડો થતો હતો.કેન્ટુકી સ્ટેટ પોલીસને માતાની ભયાનક હત્યાની ત્યારે ખબર પડી કે જ્યારે એક શખ્સે તેમને લાશ પડી હોવાની જાણ કરી હતી. આ પછી પોલીસ બપોરે બ્રિઅરલી રિજ રોડ પર મહિલાના ઘરે પહોંચી હતી અને પૂછપરછ શરુ કરી હતી.


તપાસ દરમિયાન પોલીસે ઘરના પાછળના ભાગમાં એક ભયાનક દ્રશ્ય જોયું.
તેમને લોહીના ડાઘાવાળું ગાદલું અને ટ્રુડી ફિલ્ડ્સનું વિચ્છેદિત શરીર મળ્યું. માતાના અવશેષો ઘાસમાં પડેલા મળ્યા. જ્યારે અધિકારીઓએ ઘરની અંદર તપાસ કરી તો તેઓ સ્તબ્ધ થઈ ગયા. પોલીસને પાછળના મંડપ પર લોહીથી ખરડાયેલી લાકડી અને શરીરના અન્ય અંગો મળી આવ્યા હતા. પોલીસને ઓવનની અંદર સ્ટેનલેસ સ્ટીલના વાસણમાં રાંધેલા શરીરના અંગો પણ મળ્યા હતા.


પોલીસની બીકથી મહિલા ઘરમાં અંદર છુપાઈ ગઈ હતી અને તેથી પોલીસે ટોરીલેનાને મોડી રાત્રે ઘરની બહાર કાઢવા માટે ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો. જ્યારે તેણી બહાર આવી ત્યારે તેણીના ચહેરા, હાથ અને કપડા પર લોહી હતું.

Continue Reading
ગુજરાત1 min ago

મોરબી રોડ પર 13 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઇ

ગુજરાત4 mins ago

શાકભાજીના ભાવમાં વધારો, મધ્યમ વર્ગના બજેટને ચડશે ઠંડી

ગુજરાત4 mins ago

જે વ્યક્તિ કોર્ટની પ્રક્રિયાનો ગેરલાભ લેવાનો પ્રયત્ન કરતી હોય તે માલિક સામે મનાઇ હુકમ મેળવી શકે નહીં: કોર્ટ

ગુજરાત6 mins ago

ફિઝિક્સ ભવનના છાત્રએ રોજનું 35 કરોડ લિટર પાણી બચાવતી ઓટો વોટર ફિલિંગ સિસ્ટમ બનાવી

ગુજરાત7 mins ago

પદ્ધતિ જ એવી અપનાવો કે કોઈને ટ્રેસ ન પડે

ગુજરાત9 mins ago

મૂર્છિત હાલતમાં મળેલા સાપને સીપીઆર આપી જીવ બચાવ્યો

ગુજરાત10 mins ago

ખાલી રહેલા આવાસો માટે કાલથી ફોર્મ ભરવાનો પ્રારંભ

ગુજરાત12 mins ago

હાપા-નાહરલગુન સ્પેશિયલ ટ્રેન ન્યૂ બંગાઇ ગાંવ સ્ટેશન સુધી જશે

ગુજરાત13 mins ago

માયાણીનગરમાં વીજળી મકાનની છત ચીરી સોંસરવી નીકળી ગઈ

ગુજરાત16 mins ago

100 કરોડ સામે અડધી મિનિટમાં 495 કરોડનું ભરણું

ક્રાઇમ23 hours ago

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

આંતરરાષ્ટ્રીય22 hours ago

SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા

ગુજરાત23 hours ago

પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ

ગુજરાત23 hours ago

આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત

ગુજરાત2 days ago

ગુજરાતમાં પણ ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા રાજકોટમાં માંગ

ગુજરાત23 hours ago

વીજચોરી અંગે તપાસમાં ગયેલા પીજીવીસીએલના કર્મચારી ઉપર છેડતીનો આરોપ મૂકી હુમલો

ગુજરાત23 hours ago

ત્રણેય ઝોનમાં 84 આસામી પાસેથી 12.74 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું

કચ્છ2 days ago

રાજકોટ માવતર ધરાવતી પરિણીતાએ છૂટાછેડા વગર બીજા લગ્ન કરતા ફરિયાદ

ગુજરાત2 days ago

રોગચાળો બેકાબૂ: ડેેન્ગ્યુએ વધુ બે ભોગ લીધા

ગુજરાત2 days ago

વિવિધ કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે લોકોને માહિતગાર કરાશે

Trending