સૌરાષ્ટ્ર યુનિ.માં બિનશૈક્ષણિક ભરતીમાં ગેરરીતિ

એન.એસ.યુ.આઇ.એ સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિને એક આવેદનપત્ર પાઠવી જણાવેલ છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બિન-શૈક્ષણિક સંવર્ગની ભરતી માટે જે પરીક્ષાઓ યોજવામાં આવી છે, તેમાં પાચાના…

એન.એસ.યુ.આઇ.એ સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિને એક આવેદનપત્ર પાઠવી જણાવેલ છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બિન-શૈક્ષણિક સંવર્ગની ભરતી માટે જે પરીક્ષાઓ યોજવામાં આવી છે, તેમાં પાચાના સ્તરે ગંભીર ગેરરીતિઓ અને નીતિ-નિયમોનું ઉલ્લંઘન સામે આવ્યું છે. જેમાં સરકારી નિયમો મુજબ અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગો (OBC) માટે નિર્ધારિત રોસ્ટર પોઈન્ટ્સ મુજબ ભરતી કરવાની હોય છે. પરંતુ આ ભરતીમાં રોસ્ટર રજિસ્ટરની અમલવારીમાં ગંભીર બેદરકારી દાખવી અનામત વર્ગના ડકોનું હનન કરવામાં આવ્યું છે.

અગાઉ ડિસેમ્બર 2021માં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ડેડ કલાર્ક પરીક્ષાનું પેપર લીક કરવા બદલ જે ’સૂર્યા ઓફસેટ પ્રેસ અને તેના માલિક મુકેશ પુરોડિત વિવાદમાં રહ્યાડતા, તેવી બ્લેકલિસ્ટ થયેલી એજન્સીને ભરતી પ્રક્રિયા સોંપવી એ યુનિવર્સિટીની પારદર્શિતા સામે મોટા સવાલો ઊભા કરે છે.

યુનિવર્સિટીની જાહેરાત મુજબ જે પદ માટે મહત્તમ ઉંમર મર્યાદા 35 વર્ષ નક્કી કરવામાં આવી હતી, તે જ પરીક્ષામાં 54 વર્ષના ઉમેદવાર (દા.ત. વિપિન સુવાગિયા) ને પરીક્ષા આપવા દેવામાં આવી છે. હોલટિકિટ જનરેટ થવી અને પરીક્ષા આપવા દેવી એ કોઈ ટેકનિકલ ભૂલ નહીં પરંતુ સુનિયોજિત કૌભાંડ ડોવાનું પ્રતીત થાય છે. જયારે 146 વિદ્યાર્થીઓને ટેકનિકલ ભૂલને કારણે પરીક્ષા આપવા દેવામાં આવી નંડતી.

ઉપરોક્ત તમામ પુરાવાઓ જોતા સ્પષ્ટ જણાય છે કે આ ભરતી પ્રક્રિયા યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને તક આપવા માટે નહીં, પરંતુ માનીતાઓને ગોઠવવા અને આર્થિક કૌભાંડ કરવા માટે કરવામાં આવી રહી છે. જયારે આ સમગ્ર ભરતી પ્રક્રિયા તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે અને નવેસરથી સંપૂર્ણ પારદર્શિતા સાથે, નિયમોનું પાલન કરીને પરીક્ષા યોજવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *