હાલારના દરિયાકાંઠે લોખંડી સુરક્ષા: સ્થાનિકો સાથે કોસ્ટગાર્ડનો વાર્તાલાપ

સમુદ્રમાં સુરક્ષાને મજબૂત કરવા આંખ અને કાન બનવા માછીમારોને અપીલ: શંકાસ્પદ હિલચાલ બાબતે 1554 નંબર પર જાણ કરવા સુચન જમ્મુ અને કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ…

સમુદ્રમાં સુરક્ષાને મજબૂત કરવા આંખ અને કાન બનવા માછીમારોને અપીલ: શંકાસ્પદ હિલચાલ બાબતે 1554 નંબર પર જાણ કરવા સુચન

જમ્મુ અને કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા દુર્ભાગ્યપૂર્ણ આતંકવાદી હુમલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને, ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા દેશના સંવેદનશીલ દરિયાકાંઠા વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ કરવા માટે તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યા છે. આ પહેલના ભાગરૂૂપે, ભારતીય કોસ્ટ ગાર્ડ સ્ટેશન વાડીનાર દ્વારા તેના કાર્યક્ષેત્ર (અજ્ઞછ) હેઠળ આવતા મહત્વપૂર્ણ દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે સલાયા, નાના અમલા, ભરણા, વાડીનાર અને શીખા ખાતે વિશેષ સમુદાય વાર્તાલાપ કાર્યક્રમો (ઈઈંઙ)નું આયોજન કરવામાં આવ્યું હતું.

વાડીનાર કોસ્ટ ગાર્ડ સ્ટેશનનો અજ્ઞછ ભૌગોલિક દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ હોવા ઉપરાંત આર્થિક રીતે પણ ખૂબ મહત્વ ધરાવે છે. આ વિસ્તારમાં વિવિધ મોટા અને નાના બંદરો, સઘન દરિયાઈ પ્રવૃત્તિના કેન્દ્રો, ઓઇલ રિફાઇનરીઝ જેવા મહત્વપૂર્ણ ઓફશોર સ્થાપનો, ઉચ્ચ મૂલ્ય ધરાવતા ઉદ્યોગો, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન/અભયારણ્ય અને મહત્વપૂર્ણ યાત્રાધામો સહિત અનેક કીમતી દરિયાકાંઠાની માળખાગત સુવિધાઓ આવેલી છે. આ સંવેદનશીલતાને કારણે કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે દરિયાકાંઠાની સુરક્ષામાં સતત વધારો કરવો અત્યંત આવશ્યક છે.

પહેલગામ જેવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને દરિયાઈ માર્ગેથી થતી કોઈપણ અઘટિત પ્રવૃત્તિને અટકાવી શકાય તે માટે, ભારતીય કોસ્ટ ગાર્ડે તમામ સંબંધિત હિસ્સેદારો સાથે સઘન સંકલન કર્યું છે. આ ઈઈંઙ કાર્યક્રમો દરમિયાન સ્થાનિક સમુદાય, ખાસ કરીને માછીમાર ભાઈઓને વર્તમાન સુરક્ષા સ્થિતિ અને વધારાના સુરક્ષા પગલાં અંગે જાગૃત કરવામાં આવ્યા હતા અને તેમને સતર્ક રહેવા માટે ચેતવણી આપવામાં આવી હતી.

દરિયાઈ સુરક્ષામાં માછીમાર સમુદાયની ભૂમિકાને અત્યંત મહત્વની ગણીને, તેમને ભારતીય કોસ્ટ ગાર્ડના આંખ અને કાન તરીકે કાર્ય કરવા વિનંતી કરવામાં આવી હતી.
માછીમારોને જણાવવામાં આવ્યું હતું કે જો તેઓને દરિયામાં અથવા દરિયાકાંઠાના વિસ્તારોમાં કોઈપણ શંકાસ્પદ બોટ, અસામાન્ય દરિયાઈ પ્રવૃત્તિઓ, ડ્રોન અથવા અન્ય કોઈપણ શંકાસ્પદ વસ્તુઓ નજરે પડે, તો તેની જાણ તાત્કાલિક ભારતીય કોસ્ટ ગાર્ડના ટોલ ફ્રી નંબર 1554 પર અથવા નજીકની કોઈપણ સુરક્ષા એજન્સીને કરવા વિનંતી છે. સ્થાનિક સમુદાયનો સહયોગ દરિયાકાંઠાની સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં ચાવીરૂૂપ સાબિત થશે. આ પ્રકારના જાગૃતિ કાર્યક્રમો દ્વારા સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક લોકો વચ્ચે સંકલન અને વિશ્વાસ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી કોઈપણ સંભવિત ખતરાને સમયસર શોધી શકાય અને તેને નિષ્ફળ બનાવી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *