પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ વહેલી સવારથી સ્થળ ઉપર સતત હાજર
રાજકોટના જંગલેશ્વર અને આજી નદીના પટમાં આજે સૌરાષ્ટ્રનું સૌથી મોટું મેગા ડિમોલિશન શરૂૂ કરવામાં આવ્યું છે, જેમાં મહાનગરપાલિકા દ્વારા 80 જેસીબી અને 260 જેટલી મશીનરીની મદદથી 1489 કાચા-પાકા દબાણો પર બુલડોઝર ફેરવી દેવાની કામગારી હાથ ધરવામાં આવી છે આ કામગીરી દરમિયાન પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા ના સુપર વિઝન હેઠળ 2500 થી વધુ પોલીસ જવાનો અને એસઆરપીની 8 અને અર્ધલશ્કરી દળોની 2 ટીમો મળી કુલ 3000 જવાનોનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો છે. ડિમોલિશન પૂર્વે જ અવરોધ પેદા કરનારા 40 લોકોની અટકાયત કરવામાં આવી છે. ઉપરાંત જંગલેશ્વર માં પ્રવેશતા તમામ માર્ગો ઉપર નો એન્ટ્રી જાહેર કરવામાં આવી છે અને જંગલેશ્વરના તમામ એન્ટ્રી પોઈન્ટ ઉપર પોલીસ તૈનાત કરવમાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે. જંગલેશ્વર અને આજી નદીના પટમાં દાયકાઓથી સરકારી અને મનપાની જમીન પર ખડકાયેલા 1489 મકાનો તોડી પાડવાની કામગીરી શરૂૂ કરવામાં આવી છે તે પુર્વે પોલીસ અને અર્ધલશ્કરી દળોએ જંગલેશ્વરની 78 સોસાયટીમાં 7 અલગ અલગ રૂૂટ ઉપર ફલેગમાર્ચ કર્યું હતું. જંગલેશ્વરની એક્તા કોલોની શેરી નં-4થી જંગલેશ્વર શેરી નં-2 સુધી, ,જંગલેશ્વર શેરી નં.2થી જંગલેશ્વર શેરી નં.22 સુધી ,જંગલેશ્વર શેરી નં.22થી જંગલેશ્વર શેરી નં.29-30 સુઘી ,સરદાર પટેલ સ્મશાનથી જંગલેશ્વર શેરી નં-15 સુધીનો 1500 મીટર પહોળાઈનો રસ્તો ,જંગેલેશ્વર શેરી નં.15થી બુદ્ધનગર શેરી નં.1 ,,બુદ્ધનગર શેરી નં.1, જયભીમરાવ ચોકથી રાઘા કૃષ્ણનગર શેરી નં.18 સુધી ,રાધા કૃષ્ણનગર શેરી નં.18થી (પૂજા પાર્ક) નાડોદા નગર મેઈન રોડ સુધી ડિમોલિશન શરૂૂ કરવામાં આવ્યું છે. સુરક્ષાના ભાગરૂૂપે સમગ્ર રાજકોટમાં કડક પોલીસ બંદોબસ્ત અને કલમ-163 લાગુ કરી દેવામાં આવી છે. વિસ્તારની સંવેદનશીલતાને જોતા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી કડક નિયમો લાગુ કર્યા છે. 23મીથી 25મી ફેબ્રુઆરી સુધી સમગ્ર રાજકોટમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છે.
આ ઉપરાંત 26મી ફેબ્રુઆરી સુધી શહેરમાં 4 થી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર મનાઈ છે. કોઈપણ પ્રકારના કાંકરીચાળા કે વિરોધના કિસ્સામાં તુરંત ધરપકડના આદેશો અપાયા છે. જંગલેશ્વર પર રૈપ સોંગ બનાવનાર ચાંદમીયાની પોલીસે કરી અટકાયત કરી છે. વીડિયો વાયરલ થયા બાદ ભક્તિનગર પોલીસે કલાકાર ચાંદમીયાની કુંડળી કાઢી હતી અને ચાંદમીયાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બિભસ્ત ગાળો બોલતી રીલ જોવા મળતા પોલીસે કાર્યવાહી કરી છે. જંગલેશ્વર વિસ્તારના ચાંદમીયા એ લોકોની વ્યથાને ને પોતાના રૈપ સોંગમાં ઠાલવી સરકારને આડેહાથ લીધી હતી.
પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના ના સુપર વિઝન હેઠળ જેસીબી મહેન્દ્ર બગડિયા સાથે ડીસીપી ઝોન-1 હેતલ પટેલ,ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ,ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા,ડીસીપી ટ્રાફિક એચ.એમ.જાડેજા સાથે 17 એસીપી , 35 પાઈ, 140 પીએસઆઈ સહીત 2500થી વધુ પોલીસ જવાનો ઉપરાંત સુરક્ષા માટે એસઆરપી 8 ટીમો અને 2 અર્ધલશ્કરી દળોની કંપનીને જંગલેશ્વરમાં તૈનાત કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં ડ્રોન દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.કામગીરીમાં રૂૂકાવટ ઉભી કરનારા 40 લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું છે.
ક્ધટ્રોલ રૂમમાંથી સમગ્ર ડિમોલિશન કામગીરીનું પોલીસ કમિશનર દ્વારા લાઇવ નિરીક્ષણ
રાજકોટ જંગલેશ્વર માં ઈતિહાસના સૌથી મોટા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે કોઠારિયા રોડ ઉપર વિનોદભાઈ શેઠ કોમ્યુનીટી હોલ ખાતે ખાસ કંટ્રોલ રૂૂમ ઉભો કરવામાં આવ્યો છે. પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા અને મહાનગરપાલિકાના કમિશ્નર તુષાર સુમેરા કંટ્રોલ રૂૂમમાં પહોંચ્યા છે અને જંગલેશ્વર ડિમોલિશન કામગીરી ઉપર વીડિયો મારફતે સીધી નજર રાખી રહ્યા છે. છે.ઉપરાંત જંગલેશ્વરમાં સીધા ડ્રોન મારફતે પણ અધિકારીઓ સતત વોચ રાખી રહ્યા છે. જંગલેશ્વરમાં ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને મનપાના અધિકરીઓ દ્વારા કમગીરીની પળે પળેની વિગતો સ્ટાફ પાસેથી મેળવી રહ્યા છે.
સમગ્ર જંગલેશ્વર વિસ્તારમાં 25 ડ્રોનથી બાજ નજર
જંગલેશ્વર વિસ્તારમાં શરૂૂ થેયલા ડીમોલેશ કામગીરીમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે સતત વોચ રાખવામાં આવી રહી છે. ત્યારે આ કામગીરી માટે સમગ્ર જંગલેશ્વર વિસ્તારને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. દરેક ઝોનમાં વર્ગ-1ના અધિકારી, સુરક્ષાના ભાગરૂૂપે વધુ પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે. ડીમોલીશન કામગીરી વખતે સમગ્ર જંગલેશ્વર વિસ્તાર ઉપર 25 ડ્રોન કેમેરા દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે તેમજ ડિમોલિશન કામગીરીમાં જોડાયેલ તમામ સ્ટાફ સાથે 30 વોકીટોકી સેટ દ્વારા કામગીરીનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
