દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, એક ભારતીય સહિત 4 ઘાયલ

  અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે 12મો દિવસ છે. આ દરમિયાન દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક બે ડ્રોન ક્રેશ થયા હતા, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો…

 

અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે 12મો દિવસ છે. આ દરમિયાન દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક બે ડ્રોન ક્રેશ થયા હતા, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અધિકારીઓએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે આ ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં બે ઘાનાના અને એક બાંગ્લાદેશી નાગરિકનો સમાવેશ થાય છે, જેને નાની ઈજાઓ થઈ હતી. એક ભારતીય નાગરિકને પણ ઈજાગ્રસ્ત થયો હતો. સુરક્ષા પ્રોટોકોલ મુજબ ઘટના પછી તરત જ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

https://x.com/DXBMediaOffice/status/2031635783304753169?s=20

અધિકારીઓએ જણાવ્યું હતું કે હવાઈ ટ્રાફિક પર કોઈ નકારાત્મક અસર પડી નથી, અને હવાઈ ટ્રાફિક સામાન્ય રીતે કાર્યરત છે.

દુબઈ મીડિયા ઓફિસે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, “અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે થોડા સમય પહેલા દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (DXB) નજીક બે ડ્રોન ક્રેશ થયા હતા, જેમાં બે ઘાનાના અને એક બાંગ્લાદેશી નાગરિક અને એક ભારતીય નાગરિક ઈજાગ્રસ્ત થયા હતા. હવાઈ ટ્રાફિક સામાન્ય રીતે કાર્યરત છે.”

મધ્ય પૂર્વમાં યુદ્ધ ચાલુ છે. ઈઝરાયલ અને ઈરાન સતત એકબીજા પર હુમલો કરી રહ્યા છે. ઈરાનના નવા સુપ્રીમ લીડર, મોજતબા ખામેનીને લડાઈ દરમિયાન ઈજા થઈ હતી. ઈરાની રાષ્ટ્રપતિના પુત્ર, યુસુફ પેઝેશ્કિયાને આ વાતની પુષ્ટિ કરી હતી. ખામેનીના સ્વાસ્થ્ય અને ઠેકાણા અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે આ નિવેદન આવ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *