અમેરિકાના કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ નેટવર્કનો ખુરદો: એકલા જોર્ડનનું રડાર અરધા અબજ ડોલરનું હતુ: રશિયન ડેટા મળતા તહેરાન વધુ આક્રમક
મિડલ ઈસ્ટના યુદ્ધમાં એક અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. સેટેલાઇટ તસવીરો પરથી ખુલાસો થયો છે કે ઈરાને અમેરિકાની સૌથી સુરક્ષિત ગણાતી એર ડિફેન્સ સિસ્ટમ THAAD (થાડ) ને નિશાન બનાવી છે.
જોર્ડન, સાઉદી અરેબિયા અને યુએઈમાં આવેલા અમેરિકન રડાર બેઝ પર ઈરાને સચોટ હુમલા કરીને અમેરિકાના ’સંરક્ષણ કવચ’ માં ગાબડું પાડ્યું છે. રશિયાએ ઇરાનને ગુપ્ત અને લોકેશન સહીતની સચોટ વોટફેર માહિતી પુરી પાડતા યુધ્ધમાં નવો વળાંક આવ્યો છે.
જોર્ડનના મુવફ્ફાક સાલ્તી એર બેઝની સેટેલાઇટ તસવીરોમાં જોવા મળે છે કે અમેરિકન THAAD બેટરીનું અત્યંત આધુનિક અગ/ઝઙઢ-2 રડાર સંપૂર્ણપણે નાશ પામ્યું છે. આ એક રડારની કિંમત અંદાજે અડધો અબજ ડોલર (આશરે 4,000 કરોડ રૂૂપિયા) છે. તસવીરોમાં રડારની આસપાસ મોટા ખાડા અને કાળો ધુમાડો સ્પષ્ટ દેખાય છે.
રશિયાએ આપેલા ડેટાને કારણે હવે તહેરાનને ક્ષેત્રમાં તૈનાત અમેરિકી સેનાના અપડેટેડ ઠેકાણાઓ પર હુમલાઓ આસાન થશે.સાઉદી અરેબિયામાં આવેલા પ્રિન્સ સુલતાન એર બેઝ પાસે પણ ઈરાની હુમલાના નિશાન મળ્યા છે. 1 માર્ચની સેટેલાઇટ તસવીરોમાં રડાર સાઇટ પરથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. અહીં રડાર સિસ્ટમને સુરક્ષિત રાખતો ટેન્ટ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે અને કાટમાળ વિખરાયેલો પડ્યો છે.
સંયુક્ત આરબ અમીરાતના રૂૂવૈસ અને સાદરમાં આવેલી સૈન્ય છાવણીઓ પર પણ હુમલા થયા છે. સેટેલાઇટ એનાલિસિસ મુજબ, THAAD રડાર સ્ટોર કરવા માટે વપરાતા ખાસ વ્હીકલ શેડ્સને નિશાન બનાવવામાં આવ્યા છે. બંને સ્થળોએ હુમલાની પેટર્ન લગભગ સમાન છે, જે ઈરાનની સચોટ મિસાઈલ ક્ષમતા દર્શાવે છે.
નિષ્ણાતોના મતે, આ રડાર સિસ્ટમ THAADનો સૌથી મહત્વનો હિસ્સો છે. તેના વિના આખી મિસાઈલ ઈન્ટરસેપ્ટર સિસ્ટમ નકામી બની જાય છે. સમગ્ર વિશ્વમાં અમેરિકા પાસે આવી માત્ર 8 સિસ્ટમો છે, જેમાંથી 3 દેશોમાં રડારને નુકસાન થવું એ અમેરિકન સેના માટે બહુ મોટો ઝટકો છે.
અબુધાબીથી કતાર સુધી ઇરાનના નવા હુમલાઓ
ઈરાને રશિયા પાસેથી મળેલી માહિતીના આધારે અત્યાર સુધીમાં અબુ ધાબી, કતાર, કુવૈત અને સાઉદી અરેબિયા જેવા દેશોમાં આવેલા ઓછામાં ઓછા સાત અમેરિકન સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. આ હુમલાઓમાં અમેરિકાના કમાન્ડ-એન્ડ-કંટ્રોલ નેટવર્ક ગણાતા સેટેલાઇટ કોમ્યુનિકેશન અને રડાર સિસ્ટમને ભારે નુકસાન પહોંચ્યું છે. કતારના અલ ઉદીદ એર બેઝ પર થયેલો હુમલો સૌથી મોટો માનવામાં આવે છે. ઈરાને આ હુમલાઓમાં ફતેહ અને ખૌર્રમશહર 4 જેવી ઘાતક મિસાઇલોનો ઉપયોગ કર્યો છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે તે નમતું જોખવા તૈયાર નથી અને અમેરિકાના પ્રાદેશિક સહયોગીઓ પર દબાણ વધારવાનું ચાલુ રાખશે.
