IPS નિર્લિપ્ત રાયને પુડુચેરી અને ચૈતન્ય માંડલીકને પ. બંગાળની જવાબદારી સોપાઇ

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પશ્ચિમ બંગાળ, કેરલમ, તમિલનાડુ, અસમ અને કેન્દ્રશાસિત પ્રદેશ…

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પશ્ચિમ બંગાળ, કેરલમ, તમિલનાડુ, અસમ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ વિધાનસભા ચૂંટણી દરમિયાન તમામ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિવિધ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં નિરીક્ષક તરીકે ગુજરાતમાંથી 28 આઈએએસ અને 10 આઈપીએસ અધિકારીઓને પસંદ કરવામાં આવ્યા છે. આઈપીએસ અધિકારીઓમાં રાજકોટના રેન્જ આઈજી નિર્લિપ્ત રાયને પુડુચેરીની જવાબદારી ચર્ચાનો વિષય બની છે. પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે ગુજરાત કેડરના પૂર્વ આઈએએસ અધિકારી કે. કૈલાશનાથન છે.

પાંચ રાજ્યોમાં યોજાઈ રહેલી ચૂંટણીમાં બધાની નજર પશ્ચિમ બંગાળ પર છે. અહીં ભાજપ અને ટીએમસી વચ્ચે સીધી ટક્કર છે. બંગાળમાં ગુજરાત કેડરના 8 આઈપીએસ અધિકારીઓ બિપિન આહિર, પી.એલ. માલ, એજી ચૌહાણ, વિશાલ વાઘેલા, દીપક મેઘાણી, રાજકોટ અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિક, હિતેશ જોયસર સહિતના અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે બંગાળમાં ગુજરાત કેડરના 22 આઈએએસ અધિકારીઓને પણ ચૂંટણીમાં નિરીક્ષકની જવાબદારી સોંપવામાં આવી છે. તેવામાં બધાની નજર પશ્ચિમ બંગાળ પર ટકેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *