કર્ણાટકના હાસન જિલ્લામાં તેમની પ્રથમ પોસ્ટિંગ પર ચાર્જ લેવા જઈ રહેલા ભારતીય પોલીસ સેવા (આઇપીએસ) અધિકારીનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. પોલીસે જણાવ્યું કે કર્ણાટક કેડરના 2023 બેચના આઇપીએસ અધિકારી હર્ષ વર્ધન (26) મધ્યપ્રદેશના રહેવાસી હતા. પોલીસે જણાવ્યું કે અકસ્માત રવિવારે સાંજે થયો હતો. હસન તાલુકામાં કિટ્ટને નજીક પોલીસ વાહનનું ટાયર ફાટી ગયું હતું, જેના પગલે ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું હતું અને વાહન રસ્તાની બાજુના મકાન અને ઝાડ સાથે અથડાયું હતું, એમ તેમણે જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ, વર્ધન હોલેન રસીપુરમાં પ્રોબેશનરી આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે ફરજ પર જવા માટે હસન જઈ રહ્યો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વર્ધનને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું, જ્યારે ડ્રાઈવર માંજેગૌડાને સામાન્ય ઈજા થઈ હતી.
પોલીસે જણાવ્યું કે આઈપીએસ અધિકારીએ તાજેતરમાં જ મૈસૂરમાં કર્ણાટક પોલીસ એકેડમીમાં ચાર સપ્તાહની તાલીમ પૂર્ણ કરી હતી.
તેણે જણાવ્યું કે તેના પિતા સબ ડિવિઝનલ ઓફિસર છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ અધિકારીના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.