IPL ની 19મી સિઝનની શરૂૂઆત રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદની વચ્ચે રમનાર પહેલી મેચથી થવા જઈ રહી છે. IPL 2026ની પહેલી મેચ 28 માર્ચ એટલે કે આજથી બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. ગત સિઝનમાં આરસીબીએ પંજાબને હરાવીને IPL ઇતિહાસમાં પહેલી વાર ટ્રોફી પોતાના નામે કરી હતી. આરસીબીની નજર હવે સતત બીજા ખિતાબને જીતવા પર હશે. જ્યારે પેટ કમિન્સની ગેરહાજરીમાં એસઆરએચ IPL 2026માં ધમાકેદાર અંદાજથી શરૂૂઆત કરવા માગશે. ગત સિઝન હૈદરાબાદ માટે કંઈ ખાસ રહી નહોતી. એવામાં તેની નજર સિઝનની શરૂૂઆત જીત સાથે કરવા પર હશે.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે આઇપીએલ 2026ની પહેલી મેચ ભારતીય સમયાનુસાર 7.30 વાગ્યે શરૂૂ થશે, જ્યારે ટોસ માટે બંને કેપ્ટન રજત પાટીદાર અને ઈશાન કિશન અડધા કલાક પહેલા 7 વાગ્યે મેદાન પર આવશે.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને હૈદરાબાદ વચ્ચે રમાનાર પહેલી મેચ પહેલા કોઈપણ પ્રકારની ઓપનિંગ સેરેમનીનું આયોજન કરાયું નથી. બીસીસીઆઈએ ઓપનિંગ સેરેમની રદ કરી નાખી છે.
RCB સીઝનમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે પ્રવેશ કરે છે અને તેના ઘરઆંગણે મજબૂત દેખાય છે. જો કે, ટીમને શરૂૂઆતમાં કેટલાક આંચકાઓનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ શરૂૂઆતની મેચ ગુમાવશે, જ્યારે યશ દયાલને આખી સીઝન માટે બહાર કરવામાં આવ્યો છે. નુવાન તુષારા પણ તેના ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ ગયો છે. પરિણામે, બોલિંગ આક્રમણનું નેતૃત્વ ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા અને જેકબ ડફી જેવા બોલરો દ્વારા કરવામાં આવે તેવી શક્યતા છે.
રોમારિયો શેફર્ડ અને કૃણાલ પંડ્યા પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે. દરમિયાન, બેટિંગ વિભાગમાં, વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ અને રજત પાટીદાર પ્રથમ પસંદગીના ખેલાડીઓ હશે.
SRH ટીમ તેની આક્રમક બેટિંગ શૈલી માટે પ્રખ્યાત છે; જોકે, નિયમિત કેપ્ટન પેટ કમિન્સ શરૂૂઆતની મેચો માટે ઉપલબ્ધ રહેશે નહીં, જેના કારણે ઇશાન કિશન કેપ્ટનશીપ સંભાળશે. ઇશાન કિશન ઉપરાંત, અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડના ખભા પર પણ એક મહત્વપૂર્ણ જવાબદારી રહેશે. વધુમાં, બધાની નજર હેનરિક ક્લાસેન પર રહેશે. ટીમમાં સલિલ અરોરા, અનિકેત વર્મા અને હર્ષ દુબે જેવી યુવા પ્રતિભાઓ પણ હોઈ શકે છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), જેકબ બેથેલ/ટીમ ડેવિડ, રોમારીયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, જેકબ ડફી, રસિક સલામ.
સનરાઈઝર્સ હૈદરાબાદ
ઈશાન કિશન (કેપ્ટન, વિકેટકીપર), અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, હેનરિક ક્લાસેન, નીતિશકુમાર રેડ્ડી, લિયામ લિવિંગસ્ટોન/ઈશાન મલિંગા, સલિલ અરોરા, અનિકેત વર્મા, હર્ષ દુબે, બ્રાઈડન કાર્સ, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ.
