IPL 2027ના મિની ઓક્શન પહેલાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તમામ ફ્રેન્ચાઇઝીઓને મોટી રાહત આપી છે. બોર્ડે ખેલાડીઓની રિટેન્શન અને રિલીઝ લિસ્ટ સબમિટ કરવાની અંતિમ તારીખમાં બે દિવસનો વધારો કર્યો છે. હવે તમામ IPL ટીમો 17 નવેમ્બર સુધીમાં પોતાના જાળવી રાખેલા અને રિલીઝ કરેલા ખેલાડીઓનાં નામ જાહેર કરી શકશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી વનડે શ્રેણીને ધ્યાનમાં રાખીને BCCIએ આ નિર્ણય લીધો છે. પોતાની ટીમનું આયોજન કરવા અને ખેલાડીઓ અંગે અંતિમ નિર્ણય લેવા માટે વધુ સમય મળશે.
ઈંઙકની દરેક સિઝન પહેલાં રિટેન્શન પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ પ્રક્રિયા દ્વારા ફ્રેન્ચાઇઝીઓ નક્કી કરે છે કે કયા ખેલાડીઓ આગામી સિઝનમાં પણ ટીમનો ભાગ રહેશે અને કયા ખેલાડીઓને હરાજી માટે મુક્ત કરવામાં આવશે. મિની ઓક્શન પહેલાં આ યાદી જાહેર થવાથી તમામ ટીમોની રણનીતિ અંગે સ્પષ્ટતા થશે. સાથે જ ક્રિકેટપ્રેમીઓને પણ જાણીતા ખેલાડીઓના ભવિષ્ય વિશે જાણવાની તક મળશે.
ખાસ વાત એ છે કે ઈંઙકમાં ખેલાડીઓને જાળવી રાખવા કે રિલીઝ કરવા અંગેનો નિર્ણય ટીમના ભવિષ્ય માટે ઘણો મહત્વપૂર્ણ હોય છે. કોઈ ખેલાડીએ અગાઉની સિઝનમાં સારું પ્રદર્શન કર્યું હોય તો પણ ટીમની જરૂૂરિયાત પ્રમાણે તેને રિલીઝ કરવામાં આવી શકે છે. બીજી તરફ, કેટલાક ખેલાડીઓનું પ્રદર્શન અપેક્ષા મુજબ ન રહ્યું હોવા છતાં ટીમ મેનેજમેન્ટ તેમને વધુ એક તક આપવાનો નિર્ણય લઈ શકે છે.
રિટેન્શન લિસ્ટ જાહેર થયા બાદ IPL 2027ના મિની ઓક્શનને લઈને ઉત્સુકતા વધશે. દરેક ફ્રેન્ચાઇઝી પોતાની ટીમમાં રહેલી ખામીઓ દૂર કરવા માટે હરાજીમાં યોગ્ય ખેલાડીઓ મેળવવાનો પ્રયાસ કરશે. ખાસ કરીને બેટિંગ, ઝડપી બોલિંગ, સ્પિન બોલિંગ અને ઓલરાઉન્ડર વિભાગમાં ટીમો પોતાની જરૂૂરિયાત પ્રમાણે ખેલાડીઓ પસંદ કરી શકે છે. જે ખેલાડીઓને ફ્રેન્ચાઇઝીઓ રિલીઝ કરશે, તેઓ મિની ઓક્શનમાં અન્ય ટીમો માટે ઉપલબ્ધ બની શકે છે. આથી હરાજી પહેલાં કયા મોટા ખેલાડીઓ રિલીઝ થાય છે તે જોવું રસપ્રદ રહેશે.
