આફ્રિકન દેશ સેનેગલની રાજધાની ડકારમાં ચોથી યુથ ઑલિમ્પિક્સનો પ્રારંભ થયો છે. 13 નવેમ્બર સુધી 205 દેશોના 14થી 17 વર્ષની વયના આશરે 2700 પ્લેયર્સ 25 સ્પોર્ટ્સની 153 ઇવેન્ટમાં મેડલ જીતવાની રેસમાં ઊતરશે. ભારતના 17 પ્લેયર્સ 13 રમતોમાં ભાગ લેશે. આફ્રિકામાં યોજાયેલી આ પ્રથમ ઑલિમ્પિક્સ છે. આ ઇન્ટરનેશનલ રમતગમત સ્પર્ધાઓમાં આફ્રિકા ખંડની મોટી ભૂમિકા તરફનું એક મહત્ત્વપૂર્ણ પગલું છે. ઓપનિંગ સેરેમનીમાં સેંકડો ડ્રમવાદકો અને ડાન્સર્સે સેનેગલી અને આફ્રિકન સંસ્કૃતિનું પ્રદર્શન કર્યું હતું. ભારત તરફથી 16 વર્ષની કર્ણાટકની સ્વિમર ધિનિધિ દેશિંગુ અને વિરારનો 17 વર્ષનો ગુજરાતી બેડ્મિન્ટન પ્લેયર દેવ રૂૂપારેલિયા ફ્લેગબેરર બન્યાં હતાં.
આફ્રિકામાં પ્રથમ વખત યુથ ઓલિમ્પિકસનો પ્રારંભ
આફ્રિકન દેશ સેનેગલની રાજધાની ડકારમાં ચોથી યુથ ઑલિમ્પિક્સનો પ્રારંભ થયો છે. 13 નવેમ્બર સુધી 205 દેશોના 14થી 17 વર્ષની વયના આશરે 2700 પ્લેયર્સ 25 સ્પોર્ટ્સની…
