ફેમા કેસમાં ટ્રિબ્યુનલના ચૂકાદા બાદ ઈચ્છા વ્યક્ત કરી
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના સ્થાપક અને પૂર્વ ચેરમેન લલિત મોદીએ 16 વર્ષ બાદ ભારત પરત ફરવાની જાહેરાત કરી છે. 2009ના IPL સાઉથ આફ્રિકા FEMA કેસમાં તાજેતરમાં ટ્રિબ્યુનલ તરફથી રાહત મળ્યા બાદ તેમણે આ વર્ષ (2026)ના અંતમાં અથવા આગામી વર્ષ (2027)ની શરૂૂઆતમાં ભારત પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
લલિત મોદી સામે IPL સાથે જોડાયેલા નાણાકીય ગેરરીતિના આરોપોથી માંડીને અનેક કેસમાં તપાસ ચાલી રહી છે. જેના લીધે તે વર્ષ 2010થી ભારતની બહાર રહે છે. જોકે, લાંબા સમયથી ચાલી રહેલા FEMA કેસમાં તાજેતરમાં ટ્રિબ્યુનલનો નિર્ણય તેમના પક્ષમાં આવતા હવે તેઓ ભારત પરત ફરવાની તૈયારીમાં છે.
લલિત મોદી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના સ્થાપક અને પ્રથમ ચેરમેન છે. તેમણે IPLને વિશ્વની સૌથી મોટી અને લોકપ્રિય ક્રિકેટ લીગમાં પરિવર્તિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, તેમના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરરીતિ સહિતના અનેક આરોપો સામે આવ્યા હતા. વર્ષ 2013માં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (ઇઈઈઈં)એ શિસ્તભંગના મામલે તેમને આજીવન પ્રતિબંધિત કર્યા હતા.
