IPLનું ઓક્શન શરૂ, કૈમરોન ગ્રીન સૌથી મોંઘો વિદેશી ખેલાડી

આઇ.પી.એલ. 2026 માટે ખેલાડીઓનુ આજે અબુધાબી ખાતે ઓકશન શરૂ થયેલ છે જેમા પૃથ્વી શો સહિત અનેક સારા ખેલાડીઓ ઉપર કોઇએ બોલી લગાવી નથી જયારે અમૂક…

આઇ.પી.એલ. 2026 માટે ખેલાડીઓનુ આજે અબુધાબી ખાતે ઓકશન શરૂ થયેલ છે જેમા પૃથ્વી શો સહિત અનેક સારા ખેલાડીઓ ઉપર કોઇએ બોલી લગાવી નથી જયારે અમૂક નવા ઉભરતા ખેલાડીઓને ધારણા કરતા અનેક ગણી મોટી રકમ મળી હતી.

ઇન્ડિયન પ્રીમીયર લીગ 2026 માટે મીની ઓકશનમા કુલ 369 ખેલાડીઓ મુકાયા છે જેમાંથી 77 ખેલાડીઓના નામ ફાઇનલ કરવામા આવનાર છે . ચાલુ સિજનમાં વિદેશી ખેલાડીઓ માટે ગમે તેટલી ઉચી બોલી બોલાય તો પણ 18 કરોડથી વધુ રકમ ખેલાડીને મળશે નહીં , વધારાના નાણા આઇ.પી.એલ.ના અન્ય ફંડમાં જમા થશે.
પ્રારંભિક ઓકશનમાં પૃથ્વી શો અન સોલ્ડ રહયો હતો. જયારે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કૈમરન ગ્રીન માટે કોલકતા અને ચેન્નઇ માટે જબરી ખેંચતાણ થઇ હતી જેમાં કોલકતા નાઇટ રાઇડર્સે રૂા. 25.20 કરોડની બોલી લગાવી કૈમરન ગ્રીનને ખરીદી લીધો હતો. આઇ.પી.એલ. મા વિદેશી ખેલાડીનો આ સૌથી મોંઘો સોદો થયો હતો.

આ પહેલા સાઉથ આફ્રીકાના બેટસમેન ડેવિડ મિલરને દિલ્હી કેપિટલ્સે રૂા. બે કરોડના બેઝ પ્રાઇસમાં જ ખરીદી લીધો હતો. મિલર પ્રથમ ઓકશનમા અન સોલ્ડ રહયા બાદ બીજા ઓકશનમા દિલ્હીએ ખરીદયો હતો.
જયારે ન્યુઝીલેન્ડના ફાંફડા ઓલરાઉન્ડર રચિન રવિન્દ્ર, સરફરાઝ ખાન અને ડેવોન કોનવેને પણ કોઇ ખરીદદાર નહીં મળતા વધુ એક તક આગામી ઓકશનમા મળશે.

મલ્લિકા સાગરે વધુ એકવાર બોલી લગાવી

369 ખેલાડીઓ પર બોલી લગાવવાનું કામ મલ્લિકા સાગર કર્યુ હતુ મલ્લિકા સાગર ઈંઙકની પ્રથમ મહિલા ઓક્શનર છે. તેમણે IPL 2024 અને IPL 2025ના ઓક્શનમાં પણ ખેલાડીઓની બોલી લગાવી હતી અને IPL 2026માં પણ તે જવાબદારી નિભાવતી જોવા મળી . IPL પહેલા મલ્લિકા સાગર WPL (વુમન્સ પ્રીમિયર લીગ) અને પ્રો કબડ્ડી લીગમાં પણ ઓક્શન કરાવી ચૂક્યા છે, જ્યાં તેઓ પ્રથમ મહિલા ઓક્શનર હતા. 26 વર્ષની ઉંમરે તેઓ ન્યૂયોર્કના ક્રિસ્ટીઝ માટે ઓક્શન કરાવનાર પ્રથમ મહિલા પણ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *