કાલે અબુધાબીમાં IPL-2026નું મિનિ ઓકશન, 359 ખેલાડીઓ શોર્ટલિસ્ટ

IPL વિશ્વની સૌથી લોકપ્રિય અને જોવાયેલી ક્રિકેટ લીગ છે, જ્યાંથી અનેક ખેલાડીઓએ પોતાની કારકિર્દીને નવી દિશા આપી છે. હવે IPL 2026 સિઝન માટે ઉત્સાહ ચરમસીમાએ…

IPL વિશ્વની સૌથી લોકપ્રિય અને જોવાયેલી ક્રિકેટ લીગ છે, જ્યાંથી અનેક ખેલાડીઓએ પોતાની કારકિર્દીને નવી દિશા આપી છે. હવે IPL 2026 સિઝન માટે ઉત્સાહ ચરમસીમાએ છે, કારણ કે મીની ઓક્શનની તારીખ અને સ્થળ જાહેર થઈ ચૂક્યા છે.

IPL 2026 માટેની મીની હરાજી 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાશે. આ એક દિવસીય હરાજી હશે અને ભારતીય સમય મુજબ બપોરે 2:30 વાગ્યે શરૂૂ થશે. આ મીની ઓક્શન હોવાથી, ટીમોને રાઈટ ટુ મેચ (RTM) વિકલ્પ આપવામાં આવશે નહીં. IPL ગવર્નિંગ કાઉન્સિલને તમામ ટીમોએ રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી સોંપી દીધી છે. આ હરાજી માટે કુલ 359 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી તમામ ટીમો મળીને કુલ 77 ખેલાડીઓને ખરીદી શકશે. આમાં 31 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે 40 ખેલાડીઓએ રૂ. 2 કરોડની મૂળ કિંમત સાથે નોંધણી કરાવી છે, જેમાં વેંકટેશ ઐયર અને રવિ બિશ્નોઈ જેવા ભારતીય નામો સામેલ છે.

ટીમ રચનાની વાત કરીએ તો, એક ટીમ પાસે વધુમાં વધુ 25 ખેલાડીઓ હોઈ શકે છે અને તેમાં મહત્તમ 8 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થઈ શકે છે. હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે સૌથી વધુ રૂ. 64.30 કરોડ બાકી છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે રૂ. 43.40 કરોડ છે. મુંબઈ ઇન્ડિયન્સ પાસે સૌથી ઓછા રૂ. 2.75 કરોડ ઉપલબ્ધ છે. હવે જોવાનું રહેશે કે કઈ ટીમ આ મીની ઓક્શનમાં સૌથી મોટો દાવ રમે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *