રાજકોટ એરપોર્ટમાં ઇન્ટરનેશનલ ટર્મિનલનો અંતે પ્રારંભ

2800 મુસાફરોની વહન ક્ષમતા, 450 માટે બેઠક વ્યવસ્થા, 26 ઇમ્રિગ્રેશન કાઉન્ટર તૈયાર, હવે આંતરરાષ્ટ્રીય ફલાઇટની જ રાહ રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર હીરાસર ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ…

2800 મુસાફરોની વહન ક્ષમતા, 450 માટે બેઠક વ્યવસ્થા, 26 ઇમ્રિગ્રેશન કાઉન્ટર તૈયાર, હવે આંતરરાષ્ટ્રીય ફલાઇટની જ રાહ

રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર હીરાસર ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ગઈકાલે 9 ફેબ્રુઆરીને રવિવારે સવારે 7.30 કલાકે 23,000 ચો.મી.માં નવનિર્મિત આધુનિક ટર્મિનલને ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

રાજકીય પદાધિકારીઓ અને સ્તથાનિક રાજકીય પદાધિકારીઓ અને સ્થાનિક અધિકારીઓની ઉપસ્થિતિમાં આયોજિત સમારોહમાં મુસાફરો માટેની આધુનિક સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નવા ટર્મિનલમાં સૌ પ્રથમ મુંબઇ-રાજકોટની એર ઇન્ડિયાની ફ્લાઇટના મુસાફરોનું આગમન થતાં મહાનુભાવોના હસ્તે પુષ્પગુચ્છથી સ્વાગત કરી મોં મીઠા કરાવવામાં આવ્યું હતું.

રાજકોટ નજીક હીરાસરમાં ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 27 જુલાઇ 2023ના કરવામાં આવ્યા બાદ 20 સપ્ટેમ્બર- 2023થી એરપોર્ટમાં વિધિવત હવાઇ સેવાનો પ્રારંભ થયો હતો. પ્રથમ તબકકામાં કાર્ગો બિલ્ડિંગમાં હંગામી ધોરણે ટર્મિનલ ઉભું કરી વિમાની સેવા શરૂૂ કરવામાં આવી હતી. ત્યારબાદ અહીં કાયમી ધોરણે નવું અદ્યતન ટર્મિનલ શરૂૂ કરવાનું જે કામ શરૂૂ થયું હતું તે પરીપૂર્ણ થતાં તેનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું હતું.

નવું ટર્મિનલ પીકઅવર્સ દરમિયાન 2800 મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં બોર્ડિંગ ગેઇટ 3 ગ્રાઉન્ડ ફલોર બોર્ડિંગ ગેઇટ દૂરથી પાર્ક કરેલા નાના એરક્રાફ્ટ માટે તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 2 બોર્ડિંઝ ગેઇટ પેસેન્જર બોર્ડિંગ બેઝ સાથે જોડાયેલા છે. હાલ અહીં 450 મુસાફરો માટેની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 12 ઇમીગ્રેશન સેન્ટર અને અરાઇવલ હોલમાં 26 ઇમીગ્રેશન કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા છે. બે કસ્ટમ કાઉન્ટર બનાવવામાં આવ્યા છે. આજથી આ સુવિધા રાજકોટના વિમાની સેવાના મુસાફરો માટે ખુલ્લી મુકવામાં આવી છે.

એરપોર્ટ પરથી ઈમ્પોર્ટ-એક્સપોર્ટ માટે મંજૂરી
રાજકોટ એરપોર્ટ પર નવું ઇન્ટરનેશનલ ટર્મિનલ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું સાથે જ તેના એક દિવસ પહેલા રાજકોટ એરપોર્ટ પર થી ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવા પણ મંજૂરી આપી દેવામાં આવી છે. આ સાથે જ રાજકોટ સૌરાષ્ટ્રનું પ્રથમ એરપોર્ટ બન્યું છે. જેને ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે માન્યતા મળી હોય. સૌરાષ્ટ્ર માં આવેલા હજારો ઉદ્યોગોને પોતાનો માલ વિદેશ મોકલવામાં કે આયાત કરવામાં ઈનલેન્ડ ટ્રાન્સપોર્ટ ખર્ચને લઈને મોટી બચત થશે. આ ટર્મિનલ ખુલ્લું મુકાય તેના એક દિવસ પહેલા સીબીઆઈસીએ 07 ફેબ્રુઆરી, 2025 ના રોજ જાહેરનામું નં. 09/2025 બહાર પાડ્યું હતું. આ નોટોફિકેશમાં આયાતી માલ ઉતારવા અને નિકાસ માલ લોડ કરવા માટે ગુજરાતમાં રાજકોટનો સમાવેશ કરાયો છે. આ ફેરફાર કસ્ટમ્સ એક્ટ, 1962 ની કલમ 7 દ્વારા આપવામાં આવેલી સત્તાઓ હેઠળ કરવામાં આવ્યો છે. હાલમાં સૌરાષ્ટ્ર ના ઉદ્યોગકારોને હવાઈ માર્ગે પોતાનો માલ વિદેશ મોકલવા અમદાવાદ એરપોર્ટ પર માલ પહોચાડવો પડે છે. આ ઉપરાંત ગીરની પ્રખ્યાત કેસર કેરી ની નિકાસ કરવા માટે પણ અમદાવાદ સુધી રેફ્રિજરેટેડ કાર્ગો માં માલ મોકલવો પડે છે. રાજકોટ ખાતે જ ઈમ્પોર્ટ એક્સપોર્ટની સુવિધા ઊભી થતા ખેડૂતો-વેપારીઓને બહોળો લાભ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *