રેસકોર્સ ખાતે આવતીકાલે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ

રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આવતીકાલ તા.10/01/2026 શનિવારના રોજ કવિ રમેશ પારેખ રંગ દર્શન ઓપન એર થીએટર, રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય…

રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આવતીકાલ તા.10/01/2026 શનિવારના રોજ કવિ રમેશ પારેખ રંગ દર્શન ઓપન એર થીએટર, રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026 યોજાશે. આ મહોત્સવમાં કુલ-21 દેશો તથા ભારતના વિવિધ રાજ્યો સહિત 135થી વધુ આંતરરાષ્ટ્રીય પતંગબાજો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેનાર છે.

આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ ગુજરાતના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના વરદ્દહસ્તે કરવામાં આવશે તેમજ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે. રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, ગુજરાત રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનુ પ્રવાસન ક્ષેત્ર આગવું સ્થાન પ્રાપ્ત થાય તે માટે દર વર્ષે રાજ્યના વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવાની શરૂૂઆત કરવામાં આવેલ હતી. જે મુજબ આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનુ રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે રાજકોટ ખાતે આવતીકાલ તા.10/01/2026 શનિવારના રોજ સવારે 09:00 કલાકે કવિ રમેશ પારેખ રંગ દર્શન ઓપન એર થીએટર, રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરેલ છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિવિધ દેશો તથા ભારતના વિવિધ રાજ્યોના પતંગબાજો આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેનાર છે.

આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ ગુજરાતના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના વરદ્દહસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ પરસોતમભાઇ રૂૂપાલા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ભાનુબેન બાબરીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ગુજરાત પ્રવાસન નિગમના કમિશનર અને મેનેજિંગ ડીરેક્ટર પ્રભવ જોષી, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહેશે.

આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં ઓસ્ટ્રેલીયા, બ્રાઝિલ, કોલમ્બિયા, ડેનમાર્ક, સિંગાપોર, થાઈલેન્ડ, સ્વીડન, યુનાઈટેડ કિંગડમ જેવા કુલ-21 દેશો તથા ભારતના મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર, ઉડીશા, તામિલનાડુ, સિક્કિમ, વેસ્ટ બેંગાલ જેવા વિવિધ રાજ્યો સહિત 135 થી વધુ પતંગબાજો ભાગ લેશે. રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ શહેરીજનોને આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જોડાવા તેમજ નિહાળવા ઉપસ્થિત રહેવા એક અપીલ અને અનુરોધ કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *