રાજકોટ શહેરના 22 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી

ગુજરાત મિરર રાજકોટ રાજકોટ શહેર પોલીસ બેડામાં વહિવટી સરળતા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુસર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા એક મહત્વનો હુકમ…

ગુજરાત મિરર રાજકોટ રાજકોટ શહેર પોલીસ બેડામાં વહિવટી સરળતા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુસર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા એક મહત્વનો હુકમ કરીને 22 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગયા મહિને એક જ જગ્યાએ લાંબા સમયથી ફરજ બજાવતા 226 જેટલા પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી હતી, જે બાદ બાકી રહેલા પોલીસ કર્મચારીઓની ફેરબદલીના ભાગરૂૂપે આ નવો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

પોલીસ કમિશનર દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ અલગ-અલગ પોલીસ સ્ટેશનો, હેડ ક્વાર્ટર તથા ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા 19 પોલીસ કર્મચારીઓને ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી , આથિક ગુના નિવારણ સેલ, એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ અને પેરોલ-ફર્લો સ્ક્વોડ જેવી મહત્વની શાખાઓમાં મુકવામાં આવ્યા છે. જ્યારે અન્ય 3 કર્મચારીઓની હેડ ક્વાર્ટર ખાતે બદલી બદલી થયેલા પોલીસ કર્મચારીઓમાં, હેડ ક્વાર્ટરથી મનસુખલાલ મગનલાલ ખુંટ ને એમ.ઓ.બી. તેમજ ગીરીરાજસિંહ હરીશ્ચંદ્રસિંહ જાડેજાને એન્ટીહ્યુમન ટ્રાફીકીંગ યુનિટ , યોગેશકુમાર કનૈયાલાલ આદ્રોજા અને શિવભદ્રસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા, જયેશભાઈ કાનાભાઈ ચોસલાને પેરોલ-ફર્લો સ્કવોડ , તેમજ પુષ્પરાજસિંહ સુરેન્દ્રસિંહ ગોહિલ , વિજુભા ઘનુભા જાડેજા , રવી મોહનભાઇ ગઢવી રઘુવીરસિંહ ભરતસિંહ જાડેજા મેહુલસિંહ નાનુભા ચુડાસમા અને દિવ્યરાજસિંહ સુખદેવસિંહ જાડેજાને ક્રાઈમ બ્રાંચમાં મુકવામાં આવ્યા છે. જયારે કરણભાઈ પ્રવિણભાઇ મારૂૂ , ઉપેન્દ્રસિંહ જયવિરસિંહ ઝાલા અને જયદીપસિંહ ભરતસિંહ જાડેજા ને એસ.ઓ.જી માં મુકવામાં આવ્યા છે. ઉપરાંત મિહીરસિંહ મનુભા બારડ, નિલેષ દોલતભાઇ ડોડીયા , કાનજીભાઇ દાનાભાઇ જારીયા, દિગ્વીજયસિંહ બાલુભા જાડેજા, રાજુભાઇ શાંતુભાઇ ખાચર ને આર્થિક ગુન્હા નિવારણ સેલમાં તેમજ કીશીકભાઇ મનજીભાઇ મકવાણા, દીપકકુમાર હરેશભાઇ પંડીત અને શીતલબેન નાનુભાઇ મકવાણા ની હેડ ક્વાર્ટર ખાતે બદલી કરાવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *