ચૂંટણી પહેલા જ જૂથવાદ સપાટી પર આવ્યો, સતત અવગણના કરાતી હોવાનો વલોપાત
રાજકોટ બાર એસો. મા ભાજપ પ્રેરીત વકિલોનાં બે જુથ વચ્ચે ચાલતો વિખવાદ દર વર્ષે ચુંટણીમા ઉડીને આંખે વળગે છે . અને ભાજપ પ્રેરીત વકિલોનાં જ બે જુથ વચ્ચે ચુંટણી જંગ જામે છે. ત્યારે આગામી ડીસેમ્બર મહીનાની 19 તારીખે રાજકોટ બાર એસો. ની ચુંટણી જાહેર થતા જ ફરી જુથવાદ સપાટી પર આવ્યો છે. ત્યારે ગત ચુંટણીમા કાર્યદક્ષ પેનલમાથી ચુટાયેલા સેક્રેટરી પદનાં ઉમેદવાર સંદીપ વેકરીયાએ બાર એસો. મા પોતાની અવગણનાં કરાતી હોવાનાં વલોપાત સાથે રાજીનામુ આપી દેતા વકિલ આલમમા ચકચાર મચી જવા પામી છે.
ગત વર્ષે રાજકોટ બાર એસો. ની ચુંટણીમા ભાજપ પ્રેરીત વકીલોનાં બે જુથ વચ્ચે જંગ જામ્યો હતો જેમા એક જુથે કાર્યદક્ષ પેનલને તો બીજા જુથે સમરસ પેનલને મેદાનમા ઉતારી હતી . જે ચુંટણી જંગમા સેક્રેટરી પદે સંદીપ વેકરીયા, જો. સેક્રેટરી પદે જીતેન્દ્રભાઇ પારેખ,કારોબારી સભ્ય પદે કિશન રાજાણી અને હીરેન ડોબરીયા વિજેતા થયા હતા. જયારે પ્રમુખ, ઉપપ્રમુખ, ટ્રેઝરર અને લાયબ્રેરી સેક્રેટરી સહીતનાં 12 હોદા પર સમરસ પેનલનાં હોદેદારોનો વિજય થયો હતો.
કાર્યદક્ષ પેનલનાં કારોબારી સભ્ય વિજય ડોબરીયાની જીતને સમરસ પેનલ દ્વારા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમા પડકારી ફેર મત ગણતરીની માંગ કરવામા આવી હતી જયારે સમરસ પેનલ તરફે થયેલા ફેર મત ગણતરીનાં આદેશ સામે કાર્યદક્ષ પેનલ દ્વારા હાઇકોર્ટમા રીકાઉન્ટીંગની અરજીને પડકારવામા આવી હતી. જેમા હાઇકોર્ટે રીકાઉન્ટીંગની અરજી રદ કરી હતી.
રાજકોટ બાર એસો. નાં હોદેદારોનો કાર્યકાળ પુર્ણ થવાનાં આરે છે. અને બાર એસો. ની ચુંટણીની તારીખ જાહેર થઇ છે. અને આગામી 19 મી ડીસેમ્બરનાં રોજ ચુંટણી યોજાવા જઇ રહી છે . ત્યારે બાર એસો. મા પણ જુથવાદ ચાલતો હોવાની ઘટના સામે આવી છે જેમા બાર એસો. મા સતત અવગણનાં કરાતી હોવાનાં આક્ષેપ સાથે સેક્રેટરી સંદીપ વેકરીયાએ રાજીનામુ ધરી દીધુ છે.
સંદીપ વેકરીયાએ આક્ષેપ કર્યો છે કે બાર એસો. નાં કોઇપણ નીર્ણયમા બાર એસો. નાં હોદેદારો દ્વારા તેને સાથે લઇને નિર્ણય લેવામા આવતો નથી. અને અવાર નવાર ઉતારી પાડવામા આવે છે. જેથી સંદીપ વેકરીયાએ સેક્રેટરી પદે હોવા છતા વકીલોનાં હિતમા યોગ્ય નિર્ણય લઇ નહી શકવાનાં કારણે અને વકિલ આલમમા વિવાદમા પડવા માગતા ન હોવાથી રાજીનામુ આપ્યુ હતુ. પરંતુ બાર એસો. દ્વારા રાજીનામુ સ્વીકારવા નહી આવતા અંતે સંદીપ વેકરીયાએ રજીસ્ટર એડીથી સેક્રેટરી પદે રાજીનામુ આપી દેતા વકિલ આલમમા ચકચાર મચી જવા પામી છે.
એડવોકેટનું ઉપરાણુ લઇને ગયેલા વકીલોને પોલીસ કમિશનર સાથે વિવાદ
શહેરમા માયાણી ચોકમા કોલ્ડ્રીંકસની દુકાનમા ઘુસી વકીલે છેડતી કરી તોડફોડ કરી હોવાની સાળીએ માલવીયા નગર પોલીસ મથકમા ફરીયાદ નોંધાવતા પોલીસ મથકે ગયેલા વકીલ હિતેશ મકવાણા સાથે પીએસઆઇ એમ જે. ધાંધલ અને હેડ કોન્સ્ટેબલ અજય વિરમા સાથે જપાજપી કર્યાની ફરજ રુકાવટની ફરીયાદ નોંધાવી હતી પરંતુ માલવીયા નગર પોલીસ મથકમા એડવોકેટ હિતેશ મકવાણાની પીએસઆઇ ધાંધલ અને હેડ કોન્સ્ટેબલ વિરમાએ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો હતો. વકીલ હિતેશ મકવાણાની પોલીસ કર્મી એ માર માર્યાની ચર્ચાથી વકીલ આલમમા રોષ ભભુકી ઉઠયો હતો . અને ગઇકાલે રાજકોટનાં સિનીયર – જુનીયર વકીલો એડવોકેટ હિતેશ મકવાણાને માર મારનાર પીએસઆઇ અને હેડ કોન્સ્ટેબલ વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવાની માગ સાથે પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદન આપવા માટે ગયા હતા . પરંતુ પોલીસ કમિશનરે પોતાની મનમાની કરી હોય તેમ ચાર વકીલોને જ ચેમ્બરમા આવવાનુ કહેવામા આવતા વકીલોમા નારાજગી જોવા મળી હતી . અને પોલીસ કમિશનરનાં મનઘડત નિર્ણય સામે સુત્રોચાર કર્યા હતા. અને પોલીસ કમિશનરે રજુઆત નહી સાંભળી અપમાનીત કર્યા હોવાનુ ગૃહ મંત્રીને રજુઆત કરી કાનુની લડત લડવાનુ વકીલોએ એલાન કર્યુ છે. અને વકીલને માર મારનાર પીએસઆઇ અને હેડ કોન્સ્ટેબલ સહીતનાં સામે હાઇકોર્ટમા પીટીશન દાખલ કરવામા આવશે તેવી ચીમકી ઉચારી છે.
