રાજકોટની ભાગોળે શહેરીજનોની સાથે બહારથી આવતા પ્રવાસીઓ માટે પણ આકર્ષકનું કેન્દ્ર ઇશ્વરિયાપાર્ક પીકનીક પોઇન્ટને વધુ આકર્ષક બનાવવાની નેમ કલેકટર જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી લીધી છે. ગઈ કાલે કલેક્ટર દ્રારા ઈશ્વરીયા પાર્ક તેમજ મિયાસાકી વનની મુલાકાત લીધી હતી .તેમાં ઈશ્વરીયા ખાતે ચાલી રહેલા વિવધ પ્રોજેક્ટ અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. પાર્ક ખાતે ઉપલબ્ધ ઇન્ફ્રાસ્ટ્રકચર, સ્ટાફ તેમજ પાર્કની જાળવણી, નવા જરૂૂરી બાંધકામો, પ્રોજેક્ટ વગેરે અંગેની માહિતી મેળવી હતી. બાળકો માટેના હીંચકા, મુલાકાતીઓ માટે શૌચાલય, સાઈન બોર્ડ, લાઇટીંગ વગેરે સુવિધાઓમાં જરૂૂરી સમારકામ તાત્કાલિક ધોરણે કરવા માટે સૂચના આપી હતી.
કલેક્ટર પ્રભાવ જોશીએ જણાવ્યું હતું કે ઈશ્વરયા ખાતે સખી કેન્ટીન તેમજ 66 કેવીનો સોલાર પ્લાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમજ આગામી સમયમાં ઈશ્વરીયા પાર્ક ખાતે અતિ આધુનિક સૌરાષ્ટ્રનું પ્રથમ કેક્ટસ ગાર્ડન 55 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે. જેમનું ટેન્ડર પણ આપી દેવામાં આવ્યું છે સાથે પાર્ક ખાતે 100 ફૂટ ઊંચો રાષ્ટ્ર ફ્લેગ પણ લગાવવામાં આવશે તેમની કામગીરી પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. વિપુલ પ્રમાણમાં કાંટાદાર પિઅર અને અનોખા ટેક્ષ્ચર સુક્યુલન્ટ્સ પર અજાયબી. વૈશ્વિક સ્તરે 500થી વધુ પ્રજાતિઓના , બગીચો આ સ્થિતિસ્થાપક છોડની વૈવિધ્યતા અને સુંદરતાને પ્રકાશિત કરે છે. વિવિધ પ્રજાતિઓ ઓળખવા, તેમની અનુકૂલનશીલ ક્ષમતાઓ અને શ્રેષ્ઠ કાળજી વિશે શિક્ષિત કરવામાં આવશે. તેમજ ઈશ્વરીયા તળાવનો પણ ડેવલપ કરવામાં આવશે. વધુમાં કલેક્ટર પ્રભાવ જોશી એ જણાવ્યું હતું કે આગામી સમયમાં ઈ શ્વરિયા માં વધુ સુવિધા વીક્ષાવવા માટે રાજ્ય પ્રવચન વિભાગ પાસે 4 કરોડ ગ્રાન્ટની માગવામાં કરવામાં આવી છે. જેમાં આગામી સમયમાં ઈશ્વરીયામાં આવતા પ્રવાસીઓ માટે પાણીની વ્યવસ્થા તેમજ સારી ટોયલેટ ની વ્યવસ્થા અન્ય સુવિધાઓ મળી રહે તે અંગે હાલ રાજ્ય સરકાર પાસે ચાર કરોડની ગ્રાન્ટ મંગાવવામાં આવી છે.