પિતાએ સિમકાર્ડ વગરનો મોબાઇલ આપ્યો છતાં સગીરાએ ઘરના વાઇફાઇથી આઇ.ડી. બનાવી લીધુ, પિતાએ મોબાઇલ ચેક કરતા અંગત પળોના વીડિયો મળ્યા
પરિવારની ગેરહાજરીમાં ઘરે જઇ દુષ્કર્મ આચરી ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ, 18 વર્ષનો આરોપી સકંજામાં
આધુનિક જમાનામા સોશ્યલ મીડીયા જેટલુ ફાયદાકારક છે તેટલુ નુકસાન પણ કરે છે. ત્યારે અગાઉ રાજકોટમા સોશ્યલ મીડીયામા સગીર બાળાઓને સોશ્યલ મીડીયા થકી ફસાવી અને શારીરીક શોષણ કરવામા આવતા હોવાના અનેક દાખલાઓ પોલીસ ચોપડે નોંધાઇ ચુકયા છે. ત્યારે રાજકોટમા વાલીઓ માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરમા ધો 11 મા અભ્યાસ કરતી 1પ વર્ષની સગીરાના ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી સંપર્કમા આવેલા શખ્સે સગીરાને ફસાવી ઘરે પહોંચી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ તેની સાથે મુખમૈથુન કરાવી બાદમા તેની સાથે દુષ્કર્મ ગુજાર્યાની ઘટના પ્રકાશમા આવી છે. આ ઘટનામા આરોપીની ઉંમર 18 વર્ષ હોવાનુ સામે આવ્યુ છે અને આરોપીને પોલીસે સકંજામા લઇ પુછપરછ શરૂ કરી છે.
વધુ વિગતો મુજબ શહેરના જામનગર રોડ પર રહેતા સગીરાના પિતાએ ગોંડલ રોડ પર લોહાનગરમા રહેતા ધવલ સંજયભાઇ દાદુકીયાનુ નામ આપતા તેમના વિરૂધ્ધ પોકસો અને દુષ્કર્મ તેમજ આઇટી એકટ હેઠળ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો હતો. આ ઘટનામા ગાંધીગ્રામ પીઆઇ એસ. આર. મેઘાણી, રાઇટર હંસરાજભાઇ ઝાપડીયા અને ડી સ્ટાફે આરોપીને સકંજામા લઇ તેમની પુછપરછ શરૂ કરી હતી. આ સમગ્ર ફરીયાદમા સગીરાના પિતાએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેમની દિકરી ધો 11 મા અભ્યાસ કરે છે અને તેમની પાસે સીમ કાર્ડ વગરનો મોબાઇલ છે જે પોતાના અભ્યાસના વિડીયો જોવા માટે તેની પાસે રાખેલો છે.
ગઇ તા 18 ફેબ્રુઆરીના રોજ દિકરી શાળાએ ગઇ ત્યારે જાણવા મળ્યુ કે તેમના મોબાઇલ મારફતે તેણી એક ધવલ નામના વ્યકિત સાથે પરીચયમા આવી હતી અને ત્યારબાદ દિકરીને ઘરે લાવી અને પુછપરછ કરતા આ દિકરીએ જણાવ્યુ કે ધવલ નામના ઇન્સ્ટા. આઇડી અને સ્નેપચેટમા તેની સાથે ઓળખાણ સાત મહીના પહેલા થઇ હતી અને તેની પાસે રહેલો સીમ કાર્ડ વગરનો મોબાઇલ ઘરના બીજા મોબાઇલમાથી વાઇફાઇથી કનેકટ કરી યુટયુબ પર અભ્યાસના વીડીયો જોતી અને તે સમયે આ ધવલની સ્નેપ આઇડીમાથી ફ્રેન્ડ રીકવેસ્ટ આવી હતી જેથી સગીરાએ આ રીકવેસ્ટ એકક્ષેપ કરી હતી અને તે બંને વચ્ચે વાતચીત ચાલુ થઇ હતી.
આ સમયે ધવલ સગીરાને બે વખત શાળાએ મળવા આવ્યો હતો અને ગઇ તા 5 ફેબ્રુઆરીના રોજ સવારના સમયે ઘરે કોઇ હતુ નહી ત્યારે ધવલે ઘરે આવી શરીર સબંધની માગણી કરી અને તેમણે ના પાડતા ધમકી આપી હતી કે તુ શરીર સબંધ નહી બાંધે તો હુ તને મારી નાખીશ. ત્યારબાદ તેણે મુખમૈથુન કરાવ્યુ હતુ. જેનો વીડીયો મોબાઇલમા બનાવી લીધો હતો અને વીડીયો તેણે સગીરાના મોબાઇલમા 7 ફેબ્રુઆરીના રોજ મોકલ્યો હતો . ત્યારબાદ તા 13 ફેબ્રુઆરીના રોજ ઘરે કોઇ હતુ નહી ત્યારે સવારે સાડા દશેક વાગ્યે ધવલે ઘરે આવી બળજબરીથી શરીર સબંધ બાંધ્યો હતો અને કોઇને આ વાતની જાણ કરતી નહી તેમ ધમકી આપી જતો રહયો હતો આ ઘટનામા ગાંધીગ્રામ પોલીસના પીએસઆઇ વારોતરીયા અને સ્ટાફે ફરીયાદ લીધી હતી. હાલ ગુનાની તપાસ પીઆઇ મેઘાણી કરી રહયા છે.
