રાજકોટ જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિની કચેરી દ્વારા સરકારી શાળામાં અભ્યાસ કરતી વિકસતી જાતિની ધોરણ-9ની પાત્રતા ધરાવતી તમામ વિદ્યાર્થિનીઓને નિયમોનુસાર, શાળા મારફત સાયકલ વિતરણ કરવામાં આવે છે.
સરસ્વતી સાધના યોજના અંતર્ગત રાજકોટ જિલ્લામાં વર્ષ 2023-24માં પ્રાથમિક ઈન્ડેન્ટ મુજબ, 5300 સાયકલોની માગણી કરવામાં આવેલી છે. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન શાળા દ્વારા મળેલી દરખાસ્ત મુજબ, 5111 સાયકલની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.
ગ્રીમકો દ્વારા વર્ષ 2023-24ની તૈયાર થયેલા સાયકલ પાર્ટ્સનું પ્રિ-ડિસ્પેચ ઈન્સ્પેક્શન આર. એન્ડ ડી. સેન્ટર લુધિયાણા દ્વારા કરી રિપોર્ટ બરાબર આવ્યા પછી કંપનીઓ દ્વારા ગુજરાતમાં સપ્લાય શરૂૂ કરવામાં આવે છે. વર્ષ 2023-24ની સાયકલોનું ઈન્સ્પેક્શન ઈલેક્ટ્રોનિક્સ ક્વોલિટી ડેવલપમેન્ટ સેન્ટર (EQDCઈ) દ્વારા કરાઈ રહ્યું છે. જે સાયકલો પર EQDCઈનો હોલોગ્રામ હોય તે જ સાયકલો સ્વીકારવામાં આવે છે. EQDCઈ દ્વારા હાલમાં કેટલીક સાયકલો બાબતે નોટ ક્ધફર્મનો રિપોર્ટ અપાયો હતો. ઈન્સ્પેક્શન પૂર્ણ થયા પછી EQDCઈ દ્વારા હોલોગ્રામ લગાવવામાં આવશે.
વર્ષ 2023-24ની સાયકલો જે તે એજન્સી દ્વારા કચેરીને ફાળવવામાં આવી નથી. તેમજ વર્ષ 2023-24ની સાયકલોનો કબજો જે તે એજન્સી હસ્તક હોવાથી, બીડમાં રાખેલી શરતો મુજબ, ઈન્સ્પેક્શનની કામગીરી પૂર્ણ થયા પછી એજન્સી દ્વારા સાયકલોનો કબજો કચેરીને સોંપવામાં આવશે. બાદમાં કચેરી મારફત સાયકલ વિતરણ કરવામાં આવશે. આ સાથે વર્ષ 2024-25ની વિદ્યાર્થિનીઓની સાયકલોની દરખાસ્તો શાળા મારફતે મેળવવાની કાર્યવાહી ચાલુ છે, તેમ રાજકોટ જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિની કચેરીની યાદીમાં જણાવાયું છે.