રિવર્સ બાયર્સ-સેલર્સ મીટમાં રૂા.500 કરોડના નિકાસ અંગે પૂછપરછ

અમેરિકા, કેનેડા સહિત 23 દેશોના 53 ખરીદદારો અને 1800થી વધુ સ્થાનિક વેચાણકારો આવ્યા વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનમાં હોલ નંબર 1માં “રિવર્સ બાયર્સ સેલર્સ મીટ” આકર્ષણનું…

અમેરિકા, કેનેડા સહિત 23 દેશોના 53 ખરીદદારો અને 1800થી વધુ સ્થાનિક વેચાણકારો આવ્યા
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનમાં હોલ નંબર 1માં “રિવર્સ બાયર્સ સેલર્સ મીટ” આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. અહીં ભારતમાંથી વિવિધ ઉત્પાદકો પાસેથી વસ્તુઓ ખરીદવા માટે 23 દેશોમાંથી 53 જેટલા આંતરરાષ્ટ્રીય ખરીદદારો આવ્યા છે. જેને પોતાના ઉત્પાદનો વેચવા માટે રાજ્યમાંથી 1800થી વધુ ઉત્પાદકો ઉમટ્યા છે.

ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન (FIEO)ના એડિશનલ ડાયરેક્ટર જનરલ સુવિધ શાહના જણાવ્યા પ્રમાણે, આ રિવર્સ બાયર્સસેલર્સ મીટ થકી સ્થાનિક ઉત્પાદકોને પોતાના ઉત્પાદનો સીધા વિદેશમાં વેચવા માટેનું મોટું પ્લેટફોર્મ મળ્યું છે. જેના કારણે તેઓને મોટો આર્થિક ફાયદો થનાર છે. ગુજરાત સરકારના ઈન્ડેક્સ્ટ-બી, ઉદ્યોગ કમિશનર, એમ.એસ.એમ.ઈ., રાઈઝિંગ એન્ડ એક્સેલરેટિંગ એમ.એસ.એમ.ઈ. પર્ફોર્મન્સ (RAMP), ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન (FIEO), કેમિકલ એન્ડ એલાઈડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (CAPEXIL), ગુજરાત જ્વેલરી પ્રમોશન એન્ડ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJPEPC)ના ઉપક્રમે આ મીટનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મીટમાં હેન્ડલૂમ, હેન્ડીક્રાફટ, ટેક્સટાઈલ, એગ્રી ફૂડ, ટાઇલ્સ સિરામિક, એન્જિનિયરિંગ, ઓટો, જેમ્સ જ્વેલરી જેવા ક્ષેત્રોને કેન્દ્રમાં રાખવામાં આવ્યાં છે. આ મીટમાં યુ.એસ.એ., કેનેડા, યુરોપ, રશિયા, ગલ્ફના દેશો, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને મધ્ય એશિયાના દેશો મળીને કુલ 23 દેશોમાંથી 53 આંતરરાષ્ટ્રીય ખરીદદારો જ્યારે 22 સ્થાનિક ખરીદદારો આવ્યા છે. જ્યારે રાજ્યભરમાંથી 1800થી વધુ વેચાણ માટે ઉત્સાહ દાખવ્યો છે.
ખરીદદારો અને વેચાણકારો વચ્ચે 2200થી વધુ બેઠકો યોજવામાં આવી છે અને બે દિવસમાં 1000થી વધુ એમ.ઓ.યુ. થયા છે. આ સાથે આશરે રૂૂ. 500 કરોડના નિકાસની વ્યાવસાયિક માગ પણ આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *