જિલ્લા જેલમાં કાચા કામના કેદીની મુલાકાત દરમિયાન જેલની શિસ્ત અને સુરક્ષા વ્યવસ્થાને જોખમમાં મૂકી કેદી સહિત 4 શખ્સે ભારે હોબાળો મચાવ્યો હતો. જેલર નરેશભાઇ પી. સાંખટની ફરિયાદ અનુસાર મંગળવારે સાંજે 5:45 વાગ્યાના અરસામાં જૂનાગઢ જિલ્લા જેલ ખાતે કાચા કામના આરોપી એશાન બાબુ મડમની મુલાકાત ચાલી રહી હતી.આ દરમિયાન મુલાકાતીઓ સંધાર ઉવેશ શરીફ (રહે. અગતરાઈ), અલ્વી સોહિલ ખાલીકહુસેન (રહે. લાખાપીરની દરગાહ પાસે, જૂનાગઢ) અને ઓસમાન રફીક સમા (રહે. જૂનાગઢ)એ એકબીજાએ જેલ કર્મચારીઓને ફસાવવા ડ્રગ્સ કેસમાં જામીન પર મુક્ત થયા બાદ લૂંટના ગુનાનો કાચા કામનો આરોપી કેદી એશાનને ફીનાઈલ પીવા અથવા ગળેફાંસો ખાવા ઉશ્કેર્યો હતો.
સુરક્ષાના કારણોસર મુલાકાત અટકાવવામાં આવતા શખ્સો વધુ ઉશ્કેરાયા હતા અને જમા કરાવેલ મોબાઈલ ફોન બળજબરીથી પરત મેળવવા પ્રયાસ કર્યો હતો. જેલર નરેશ સાંખટે મુલાકાત રૂૂમમાંથી બહાર નીકળવાની સૂચના આપતા શખ્સોએ ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની તથા ખોટી ફરિયાદમાં ફસાવવાની ધમકી આપી હતી. આ અંગે જેલરની ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે ચારેય શખ્સો સામે ધમકી, ફરજમાં રૂૂકાવટ સહિતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
