ઈન્દ્રનીલ રાજ્યગુરૂની અચાનક રાજકીય નિવૃત્તિ

કોર્પોરેશનની ચૂંટણી પહેલા કોંગ્રેસને આંચકો, કારણ અંગે સસ્પેન્શ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસના માજી ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ અચાનક રાજકીય નિવૃત્તિની જાહેરાત કરતાં ભારે ચર્ચા જાગી…

કોર્પોરેશનની ચૂંટણી પહેલા કોંગ્રેસને આંચકો, કારણ અંગે સસ્પેન્શ

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસના માજી ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ અચાનક રાજકીય નિવૃત્તિની જાહેરાત કરતાં ભારે ચર્ચા જાગી છે. જો કે, રાજકીય નિવૃત્તિ અંગે કોઈ ચોક્કસ કારણ તેમણે જાહેર કર્યુ નથી. પરંતુ 60 વર્ષની ઉમરનું બહાનું બતાવ્યું છે, નિવૃત્તિ બાદ કોંગ્રેસના કોઈપણ કાર્યક્રમોમાં હાજર નહીં રહેવાની જાહેરાત કરવા સાથે એવું પણ જણાવ્યું હતું કે, કોંગ્રેસને મારી માનસિક કે, આર્થિક જરૂરીયાત હશે ત્યારે મદદ કરીશ.

ઈન્દ્રનીલ રાજ્યગુરૂની અચાનક નિવૃત્તિથી કોંગ્રેસને આંચકો લાગ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પાર્ટી દ્વારા હાલ ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેની વચ્ચે જ રાજકોટ કોંગ્રેસના કદાવર નેતા ગણાતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ રાજકીય નિવૃતિની જાહેરાત કરતા આશ્ચર્ય સર્જાયું છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુ થોડા સમય પહેલા કોંગ્રેસ છોડી આપમાં ગયા હતા અને ફરી ત્યાંથી નારાજ થઈ કોંગ્રેસમાં પરત ફર્યા હતા અને હાર્યા હતાં. ઇન્દ્રનીલ રાજ્યગુરુનો જન્મ 26 જૂન 1966માં થયો હતો. 8 વર્ષ પહેલા રાજકોટની પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી તેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂૂપાણી સામે ચૂંટણી લડ્યા હતા.

ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, તેઓ હવેથી કોઈ પણ રાજકીય કે સામાજિક પ્રસંગોમાં હાજરી આપશે નહીં. જોકે, તેમણે પક્ષ પ્રત્યેની વફાદારી દર્શાવતા ઉમેર્યું કે, “જો કોંગ્રેસ પક્ષને ક્યારેય માનસિક કે આર્થિક મદદની જરૂૂર પડશે તો હું ચોક્કસ કરીશ, પરંતુ જાહેરમાં કોઈ કાર્યક્રમ કે મંચ પર મારી હાજરી જોવા મળશે નહીં.”

તાજેતરમાં જ કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને 7 અલગ-અલગ કમિટીઓની રચના કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ હતી કે આ એક પણ કમિટીમાં રાજકોટના આ કદાવર નેતાને સ્થાન આપવામાં આવ્યું નહોતું. રાજકીય વિશ્ર્લેષકો માની રહ્યા છે કે આ અવગણના જ કદાચ તેમના આ આકરા નિર્ણય પાછળનું મુખ્ય કારણ હોઈ શકે છે.

8 વર્ષ પહેલા રાજકોટ પશ્ચિમ બેઠક પરથી તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂૂપાણી સામે ચૂંટણી લડીને તેમણે ભારે ચર્ચા જગાવી હતી. તેઓ કોંગ્રેસ છોડીને ’આપ’ માં જોડાયા હતા, પરંતુ ટૂંક સમયમાં જ ઘરવાપસી કરી ફરી કોંગ્રેસમાં સક્રિય થયા હતા. રાજકોટ કોંગ્રેસમાં આર્થિક અને સામાજિક રીતે ઇન્દ્રનીલ રાજ્યગુરુનો મોટો પ્રભાવ માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ સંગઠનમાં ફેરફારો થયા બાદ છેલ્લા કેટલાક સમયથી ઈન્દ્રનીલ રાજ્યગુરૂ નિષ્ક્રીય દેખાતા હતાં અને ભાગ્યે જ કોંગ્રેસના કોઈ કાર્યક્રમમાં હાજરી આપતા હતાં.
છેલ્લે કોંગ્રેસના મહિલા કોર્પોરેટર ભાનુબેન સોરાણીના પતિ પ્રવિણ સોરાણીએ ઈન્દ્રનીલ સામે મોરચો ખોલ્યો હતો અને તે પૈસાના જોરે રાજકારણ ચલાવતા હોવાનો આક્ષેપ કરી તેના બિલ્ડીંગમાં બેસતું કોંગ્રેસ કાર્યાલય બદલવા માંગણી કરતો પત્ર શહેર કોંગ્રેસ પ્રમુખને લખ્યો હતો. જો કે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *