રામાયણ મનુષ્ય બનાવવાની પ્રક્રિયા છે મેઘાણીએ સૌરાષ્ટ્રને કહ્યું લિખીતન હું આવું છું, મેં મેઘાણીને કહ્યું લિખીતન હું બગસરે આવું છું : મોરારિબાપુ
રામકથાના અંતિમ દિવસે આજે મોરારીબાપુએ મેઘાણીની ચેતનાને વંદન કરતા કહ્યું હતું કે બગસરામાં મેઘાણીની ચેતના જ્યાં જ્યાં ગુજતી હશે ત્યાં આનંદ અનુભવતી હશે.
બાપુએ એમ પણ કહ્યું કે બગડ કે મેઘાણી બાપા તમારા તપનું ફળ પાક્યું છે. મોરારીબાપુએ જણાવ્યું હતું કે મેઘાણીમાં દ્રવ્ય, જ્ઞાન,સ્વાધ્યાય અને તપની વાતો પણ મળે છે. પરિક્રમાના સંદર્ભમાં કહ્યું હતું પરિક્રમા એટલે જેને તમે ભજો છો તેને ચારે બાજુથી તપાસવા. મોરારીબાપુ એ જણાવ્યું હતું કે મેઘાણીજીએ સૌરાષ્ટ્રને પત્ર લખ્યું અને કહ્યું કે લિખીતન હું આવું છું તો મેં બગસરાને કહ્યું કે હું આવું છું. અને આપણે આ માનસ મેઘાણીની કથા અને આરંભવી છે.આજની કથામાં ભરતના ત્યાગની વિશેષ રૂૂપે બાપુએ વાત કરી હતી તેવીજ શબરીની નવધા ભક્તિની વાત બાપુએ કરી હતી.
અને બાપુએ કહ્યું હતું કે ભગવાન જ્યારે સમુદ્ર કિનારે જાય છે. રાવણ સામે પણ યુદ્ધ કરતા પહેલા પૂજ્ય બાપુ કહે છે કે ભગવાન રામ રાવણના દરબારમાં પણ સંધિ માટે પ્રસ્તાવ મોકલ્યો હતો અને કહ્યું હતું કે જ્યાં સુધી સંધિ શક્ય હોય ત્યાં સુધી યુદ્ધ કરવું જોઈએ નહીં. એવીજ રીતે સમગ્ર દુનિયામાં સંકેત મોકલીયો કે શક્ય હોય ત્યાં સુધી યુદ્ધ ના કરવું સર્વે સુખિના સંતુ સર્વે સંતુ નિરામય સર્વેનું કલ્યાણ થાય અને સદબુદ્ધિ આવે એવો સંકેત આપ્યો હતો. જયારે કથાના અંતમાં વ્યાસપીઠ બિરાજમાન મોરારીબાપુ સહીત તમામ લોકોમાં કથા પૂર્ણ થતા આંખમાં આશુ આવી ગયા હતા. ફરીવાર બગસરામાં વહેલી વહેલી કથા કરવા આવજો અને મેઘાણીજીને ફરી જીવંત બનાવજો તેવું પણ લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું.અને તમામ લોકોને આશીર્વાદ પણ આપ્યા હતા.
