એશિયન ગેમ્સમાં ભારતને 5મો ગોલ્ડ: નીરુ ઢાંડાએ ટ્રેપ શૂટિંગમાં રચ્યો ઈતિહાસ

  આજે એશિયન ગેમ્સમાં મહિલાઓની ‘ટ્રેપ’ સ્પર્ધામાં નીરુ ઢાંડાએ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સ્પર્ધામાં સુવર્ણ ગોલ્ડ મેડલ તે પ્રથમ ભારતીય મહિલા બની છે.એશિયન ગેમ્સમાં…

 

આજે એશિયન ગેમ્સમાં મહિલાઓની ‘ટ્રેપ’ સ્પર્ધામાં નીરુ ઢાંડાએ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સ્પર્ધામાં સુવર્ણ ગોલ્ડ મેડલ તે પ્રથમ ભારતીય મહિલા બની છે.એશિયન ગેમ્સમાં ભારતનો આ પાંચમો ગોલ્ડ મેડલ છે અને વ્યક્તિગત સ્પર્ધામાં જીતેલો આ પ્રથમ ગોલ્ડ મેડલ છે. ભારતની કુલ મેડલોની સંખ્યા 47 પર પહોંચી છે..

26 વર્ષીય નીરુએ ટોચનું સ્થાન મેળવવા માટે 30માંથી 28 નિશાન સાધ્યા હતા. આ દરમિયાન, ચીનની સુન યુનોંગ (26 પોઈન્ટ્સ) બીજા સ્થાને અને હજર અબ્દુલમલિક (21 પોઈન્ટ્સ) ત્રીજા સ્થાને રહી હતી.

એશિયન ગેમ્સના 10મા દિવસે ભારતીય ટીમે શોટગન શૂટિંગની મહિલા ટ્રેપ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતી લીધો છે. આ ટીમમાં નીરુ, આશિમા અહલાવત અને મનીષા કીર સામેલ રહ્યાં.ભારતે 328 પોઈન્ટ મેળવ્યા, જ્યારે ચીને 346 પોઈન્ટ સાથે ગોલ્ડ અને કુવૈતે 325 પોઈન્ટ સાથે બ્રોન્ઝ જીત્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *