ભારત સિરીઝ જીતવા અને વે.ઇન્ડિઝ શ્રેણી જીવંત રાખવા મેદાનમાં ઉતરશે

ભારતના આક્રમક બેટ્સમેન બુધવારે અહીં યોજાનારી શ્રેણી માટે નિર્ણાયક એવી ચોથી ટી20 ક્રિકેટ મેચમાં પ્રવાસી વેસ્ટ ઈન્ડિઝના બોલિંગ આક્રમણ સામે વધુ એક વખત રનનો પહાડ…

ભારતના આક્રમક બેટ્સમેન બુધવારે અહીં યોજાનારી શ્રેણી માટે નિર્ણાયક એવી ચોથી ટી20 ક્રિકેટ મેચમાં પ્રવાસી વેસ્ટ ઈન્ડિઝના બોલિંગ આક્રમણ સામે વધુ એક વખત રનનો પહાડ ખડકવાના પ્રયાસમાં હશે. બીજી તરફ, વેસ્ટ ઈન્ડિઝે માત્ર બચાવત્મક વલણ અપનાવવાને બદલે કંઈક વિશેષ પ્રદર્શન કરવું પડશે. અહીં રમાનારી મેચ સાંજે 7.00 કલાકે શરૂૂ થશે. ભારતને પાંચ મેચની શ્રેણીમાં 3-1થી અજેય સરસાઈ મેળવીને પ્રભુત્વ જમાવવા માટે એક જીતની જરૂૂર છે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝ શ્રેણીને જીવંત રાખવા માટે 2-2થી બરાબરી કરવા આતુર હશે.

મેદાન પરનો આ મુકાબલો ફરી એક વાર મુખ્યત્વે બંને ટીમના પાવર-હિટર્સ વચ્ચે નિર્ધારિત થાય તેવી શક્યતા છે.યજમાન ભારત એવા બેટિંગ ઓર્ડર પર નિર્ભર રહેશે જેનો ટોપ ઓર્ડર શ્રેષ્ઠ ફોર્મમાં છે. સંજુ સેમસન, અભિષેક શર્મા અને ઈશાન કિશનની ત્રિપુટીએ સારું પ્રદર્શન કરીને એ સુનિશ્ચિત કર્યું છે કે શ્રેણીમાં અત્યાર સુધી ભારતીય મિડલ ઓર્ડર પર વધુ પડતું દબાણ ન આવે.

અભિષેકે ઈન્દોરમાં રમાયેલી ત્રીજી મેચમાં માત્ર 30 બોલમાં 69 રનની તોફાની ઈનિંગ્સ રમી હતી, જેમાં છ ચોગ્ગા અને પાંચ સિક્સર ફટકારીને ભારતને 223 રનનો વિજયી સ્કોર નોંધાવવામાં મદદ કરી હતી.યજમાન ટીમ માટે માત્ર એક જ ચિંતાની બાબત એ છે કે ટોચના ત્રણ બેટ્સમેનના શાનદાર ફોર્મને કારણે મિડલ ઓર્ડરને ક્રિઝ પર પૂરતો સમય મળ્યો નથી. જો તેઓ ફ્લોપ રહે તો તિલક વર્મા, નિતિશ કુમાર રેડ્ડી અને નમન ધીર જેવા ખેલાડીએ ખાસ કરીને મોટા લક્ષ્યાંકનો પીછો કરતી વખતે પડકારનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. બીજી તરફ, વેસ્ટ ઈન્ડિઝ ભારતીય વિજય રથને રોકવાનો માર્ગ શોધવા માટે સંઘર્ષ કરી રહ્યું છે.

જો કેપ્ટન શ્રેયસ ઐયરે પોતાની પ્રથમ ટી20 સદી સાથે શ્રેણીની પ્રથમ મેચ તેની પાસેથી છીનવી લીધી હતી, તો બીજી મેચમાં સંજુ સેમસન અને ઈશાન કિશનને સામર્થ્યપૂર્વક રોકવા મુશ્કેલ સાબિત થયા હતા, જોકે આ મેચ અંતે પ્રવાસી ટીમે જીતી લીધી હતી. અભિષેકે ત્રીજી મેચમાં પ્રભુત્વ જાળવી રાખ્યું હતું અને ઓલરાઉન્ડર શામર સ્પ્રિંગરે એ સ્વીકારવામાં સહેજ પણ સંકોચ ન અનુભવ્યો કે તેમની ટીમ પાસે આ લયમાં રમી રહેલા ઓપનર સામે રક્ષણાત્મક અભિગમ અપનાવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હતો. અભિષેક એક વાર લય મેળવી લે પછી તેને રોકવો કેટલો મુશ્કેલ છે તે સ્વીકારતા સ્પ્રિંગરે કહ્યું હતું કે, ’મને લાગે છે કે અમારો પ્લાન ઇ શક્ય તેટલું રક્ષણાત્મક રમવાનો છે અને તેને સિંગલ્સ અને ડબલ્સ લેવા માટે મજબૂર કરવાનો છે.’ કેરેબિયન ટીમ માટે ઓપનર શેરફેન રૂૂધરફોર્ડ માટે આ શ્રેણી અદભૂત રહી છે, તેણે અત્યાર સુધી 189 ના શાનદાર સ્ટ્રાઈક રેટથી 172 રન ફટકાર્યા છે અને તેની સરેરાશ 57 થી વધુ રહી છે.

તેણે ત્રણ મેચમાં 12 સિક્સર ફટકારી છે અને તે આ શ્રેણીમાં સૌથી વધુ રન ફટકારનારો બેટ્સમેન છે. કેપ્ટન શાઈ હોપે પણ આગેવાની લેતા 182 રનના સ્ટ્રાઈક રેટથી 159 રન ફટકાર્યા છે જેથી ટી20 બેટિંગ પાવરહાઉસ તરીકેની ટીમની પ્રતિષ્ઠા અક્ષુણ્ણ રહે. ઓછું રેન્કિંગ હોવા છતાં પ્રવાસી ટીમે આસાનીથી હાર માની નથી પરંતુ તેમણે તેમના હોમ ગ્રાઉન્ડ પર વર્તમાન વર્લ્ડ ચેમ્પિયનને હરાવવા માટે વધુ મજબૂત ઓલરાઉન્ડ પ્રદર્શન કરવાની જરૂૂર પડશે.

બંને ટીમ: ભારત: શ્રેયસ ઐયર (સુકાની), તિલક વર્મા, અભિષેક શર્મા, અર્શદીપ સિંઘ, શિવમ દૂબે, ઈશાન કિશન, નમન ધીર, કુલદીપ યાદવ, નિતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, પ્રિન્સ યાદવ, રવિ બિશ્નોઈ, સંજુ સેમસન, વૈભવ સૂર્યવંશી, મયંક યાદવ.

વેસ્ટ ઈન્ડિઝ: શાઈ હોપ (સુકાની), જ્વેલ એન્ડ્રુ, રોસ્ટન ચેઝ, મેથ્યુ ફોર્ડ, શિમરોન હેતમાયર, અકીલ હુસૈન, શામર જોસેફ, ગુડાકેશ મોતી, કિમો પૌલ, કામિલ પૂરન, રોવમેન પોવેલ, શેરફેન રૂૂધરફોર્ડ, ક્વેન્ટિન સેમ્પસન, રોમારિયો શેફર્ડ, શામર સ્પ્રિંગર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *