શ્રીલંકા સામેની ટેસ્ટ વરસાદના કારણે ડ્રો થાય તો ભારતને WTCમાં ફટકો પડશે

  ભારતીય ટીમ શ્રીલંકા વિરુદ્ધ ગાલેમાં ટેસ્ટ સીરિઝની પહેલી મેચ રમી રહી છે. મેચમાં પહેલા 2 દિવસ વરસાદે ખુબ પરેશાન કર્યા હતા. પહેલા દિવસે 73…

 

ભારતીય ટીમ શ્રીલંકા વિરુદ્ધ ગાલેમાં ટેસ્ટ સીરિઝની પહેલી મેચ રમી રહી છે. મેચમાં પહેલા 2 દિવસ વરસાદે ખુબ પરેશાન કર્યા હતા. પહેલા દિવસે 73 ઓવરની મેચ રમાઈ હતી.. બીજા દિવસે પરિસ્થિતિ વધુ ખરાબ હતી. પહેલો બોલ બપોરે 2:35 વાગ્યે ફેંકાયો હતો. તે દિવસે કુલ 43 ઓવર ફેંકાઈ હતી. બે દિવસમાં વરસાદે 64 ઓવરની રમત બગાડી નાખી છે.

ટેસ્ટ મેચ શરુ થતાં પહેલા ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે, ગાલામાં તમામ 5 દિવસ વરસાદ થવાની શક્યતા છે. આજે મેચનો ત્રીજો દિવસ છે. અને આજે પણ વરસાદ થઈ શકે છે. પરંતુ બીજા દિવસે સ્થિતિ ખરાબ થવાની શક્યતાઓ ખુબ ઓછી છે. વેધર અનુસાર બપોરના 2 કલાકે વરસાદ સૌથી વધારે 52 ટકા થવાની શક્યતા છે. તો સવારે 9 કલાકે અને 10 કલાકે 51 ટકા વરસાદ પડવાના ચાન્સ છે.

ગાલે ટેસ્ટના પહેલા દિવસે બેટ્સમેનનું પલડું ભારે રહ્યું હતુ. ભારતીય ટીમે 2 વિકેટ પર 288 રન બનાવ્યા હતા. પરંતુ મેચના બીજા દિવસે શ્રીલંકાના બોલરોએ 7 વિકેટ માટે નવો બોલ આવ્યા પછી વિકેટ પડવા લાગી હતી. 303ના સ્કોર પર ભારતની ત્રીજી વિકેટ પડી હતી. બીજા દિવસે સ્ટંપ સમયે ટીમ ઈન્ડિયાએ 9 વિકેટ પર 460 રન બનાવ્યા હતા.

આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયા 5માં નંબર પર છે. 9 મેચમાં ટીમના 48.15 પોઈન્ટ છે. જો આ મેચ ડ્રો થાય છે. તો ભારતના પોઈન્ટ 46.67 રહેશે. ત્યારે ટીમ માટે ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ ખુબ મુશ્કેલ થશે.

ભારતને ન્યુઝીલેન્ડમાં હજુ 2 મેચ રમવાની છે. ત્યાં ટીમ માટે જીત સરળ નહી હોય. આ સાથે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘર આંગણે 5 મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફી છે. જો આ મેચ ડ્રો રહે છે તો ભારતને બાકી રહેલી 8 ટેસ્ટમાં 7 જીતવું પડશે. ત્યારે જ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં સ્થાન મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *