સપ્ટેમ્બરના એશિયા કપની ટ્રોફીના વિવાદનો હજી ઉકેલ આવ્યો નથી ત્યાં હવે બીજી એશિયા કપ ટૂર્નામેન્ટની ટ્રોફીનો વિવાદ જાગી શકે એમ છે.
કતારના પાટનગર દોહામાં એશિયા કપ રાઈઝીંગ સ્ટાર્સ નામની ટૂર્નામેન્ટની સેમિ ફાઇનલમાં ઇન્ડિયા-એ અને પાકિસ્તાન શાહીન્સ પહોંચી ગયા છે. જોકે આ બે ટીમ વચ્ચે ફાઈનલ રમાવાની સંભાવના છે એટલે આ ફાઇનલમાં પણ જો ભારત જીતશે તો એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ મોહસિન નક્વીના હાથે ફરી એક વાર ટ્રોફી ન સ્વીકારવાનો વિવાદ જાગી શકે.
ઈરફાન ખાનના સુકાન હેઠળની પાકિસ્તાન શાહીન્સ ટીમ ત્રણ દિવસ પહેલાં જ સેમિ ફાઇનલમાં પહોંચી ગઈ હતી, જ્યારે ઇન્ડિયા-એ ટીમે મંગળવારે ઓમાનને 6 વિકેટે હરાવીને સેમિ ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. જો ઇન્ડિયા-એ અને પાકિસ્તાન શાહીન્સ પોતપોતાની સેમિ ફાઈનલ જીતીને ફાઇનલમાં સામસામે આવશે તો ફરી એકવાર ખરાખરીનો જંગ જામશે.
