બુધવારથી ભારત-ન્યુઝીલેન્ડ ODI સિરીઝનો પ્રારંભ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ટી-20 ઈન્ટરનેશનલ સિરીઝનો અંત આવ્યો છે. આ સિરીઝમાં ભારતે શરૂૂઆતની 3 મેચ જીતીને સરસાઈ મેળવી હતી, જ્યારે ન્યૂઝીલેન્ડે છેલ્લી 2…

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ટી-20 ઈન્ટરનેશનલ સિરીઝનો અંત આવ્યો છે. આ સિરીઝમાં ભારતે શરૂૂઆતની 3 મેચ જીતીને સરસાઈ મેળવી હતી, જ્યારે ન્યૂઝીલેન્ડે છેલ્લી 2 મેચ જીતી હતી. આમ, ભારતે 3-2થી ટી-20 સિરીઝ પોતાના નામે કરી હતી. જોકે, ભારતીય ટીમનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ હજુ પૂરો થયો નથી. હવે બંને ટીમો વચ્ચે 5 મેચની વનડે સિરીઝ રમાવાની છે.

આ સિરીઝને લઈને ક્રિકેટ ચાહકોમાં અત્યારથી જ ઉત્સુકતા જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે આ સિરીઝમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ મેદાનમાં જોવા મળશે. ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 સિરીઝમાં શ્રેયસ અય્યરે કેપ્ટનશિપની જવાબદારી સંભાળી હતી. જોકે, હવે વનડે સિરીઝમાં ભારતીય ટીમની કમાન શુભમન ગિલના હાથમાં રહેશે. તેઓ પ્રથમ 3 વનડે મેચમાં ટીમનું નેતૃત્વ કરશે. ત્યારબાદ ગિલ ટેસ્ટ ક્રિકેટની તૈયારી માટે ટીમમાંથી રવાના થશે અને બાકીની 2 મેચમાં શ્રેયસ અય્યર કેપ્ટન તરીકે જવાબદારી સંભાળશે.આ સિરીઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડીઓ પણ રમતા જોવા મળશે. બંને ખેલાડીઓના પ્રદર્શન પર ચાહકોની નજર રહેશે. બીજી તરફ શ્રેયસ અય્યર પ્રથમ 3 મેચમાં ઉપકપ્તાનની ભૂમિકા ભજવશે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની 5 મેચની વનડે સિરીઝની શરૂૂઆત 4 નવેમ્બરથી થશે. પ્રથમ મેચ ઓકલેન્ડમાં રમાશે. ત્યારબાદ બંને ટીમો અલગ-અલગ મેદાન પર એકબીજાનો સામનો કરશે. સિરીઝની છેલ્લી 2 મેચ માઉન્ટ માઉંગાનુઈમાં રમાશે.

ન્યૂઝીલેન્ડ સામેની આ વનડે સિરીઝ ભારતીય ટીમ માટે ખાસ મહત્વ ધરાવે છે. આ સિરીઝને આગામી ICC વનડે વર્લ્ડ કપ 2027ની તૈયારીના ભાગરૂૂપે પણ જોવામાં આવી રહી છે. 2027નો વનડે વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાની સંયુક્ત યજમાનીમાં રમાવાનો છે.આ ટૂર્નામેન્ટ ઓક્ટોબરથી નવેમ્બર 2027 દરમિયાન યોજાશે. તેથી ભારતીય ટીમ પાસે પોતાની તૈયારીઓ મજબૂત બનાવવાની તક રહેશે. ખાસ કરીને બેટિંગ ક્રમ, બોલિંગ સંયોજન અને ખેલાડીઓના પ્રદર્શનને ચકાસવા માટે આ સિરીઝ ઉપયોગી બની શકે છે.

શુભમન ગિલની કેપ્ટનશિપમાં પ્રથમ 3 વનડે માટે પસંદ કરવામાં આવેલી ભારતીય ટીમમાં કુલ 16 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લી 2 વનડેમાં શ્રેયસ અય્યર કેપ્ટનશિપ કરશે, જ્યારે ઈશાન કિશનને ઉપકપ્તાન બનાવવામાં આવ્યા છે. આ બે મેચ માટે ટીમમાં કેટલાક ફેરફાર પણ કરવામાં આવ્યા છે.

ન્યુઝીલેન્ડના બે સ્ટાર ખેલાડીઓ સિરીઝમાંથી બહાર
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 મેચની વનડે સિરીઝનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. પરંતુ, આ મહત્વપૂર્ણ શ્રેણી શરૂૂ થાય તે પૂર્વે જ કિવી ટીમના બે સૌથી મહત્વના મેચ-વિનર ખેલાડીઓ ઇજાના કારણે આખી વનડે સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. રાચિન રવીન્દ્ર અને માર્ક ચેપમેન હવે મેદાનમાં જોવા મળશે નહીં. બંને ખેલાડીઓ ઈજાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.રાચિન રવીન્દ્ર ખભાની ઈજાથી પરેશાન છે. તેઓ હજુ સુધી સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા નથી. બીજી તરફ માર્ક ચેપમેન હેમસ્ટ્રિંગની ઈજાના કારણે ટીમની બહાર થયા છે. તેમના ખછઈં સ્કેનમાં જાણવા મળ્યું છે કે ડાબી હેમસ્ટ્રિંગની ઈજામાંથી સંપૂર્ણ રીતે સાજા થવા માટે હજુ લગભગ 2 અઠવાડિયાનો સમય લાગી શકે છે.આવી સ્થિતિમાં બંને ખેલાડીઓ ભારત સામેની વનડે સિરીઝમાં રમી શકશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *