સિક્સર ફટકારી પંતે તોડ્યો એડમ ગિલ ક્રિસ્ટનો રેકોર્ડ

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ગેલ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના વિસ્ફોટક વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતે એક મોટો ઇતિહાસ રચી દીધો છે. ભલે પંત પ્રથમ દાવમાં…

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ગેલ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના વિસ્ફોટક વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતે એક મોટો ઇતિહાસ રચી દીધો છે. ભલે પંત પ્રથમ દાવમાં કોઈ મોટી ઇનિંગ કે સદી ન ફટકારી શક્યો હોય, પરંતુ તેણે પોતાની 39 રનની ઇનિંગ દરમિયાન એક એવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે જેણે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી એડમ ગિલક્રિસ્ટને પાછળ પાડી દીધો છે.

શ્રીલંકા સામેની પ્રથમ ઇનિંગમાં પંતે 62 બોલનો સામનો કરીને 4 ચોગ્ગા અને 1 ગગનચુંબી છગ્ગાની મદદથી 39 રન બનાવ્યા હતા. આ એકમાત્ર છગ્ગો ફટકારતાની સાથે જ પંતે ટેસ્ટ ક્રિકેટમાં ’ઘરઆંગણે સૌથી વધુ સિક્સર’ ફટકારવાના મામલે પૂર્વ ઓસ્ટ્રેલિયન વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટને પાછળ છોડી દીધો. હવે પંત ઘરઆંગણે સૌથી વધુ ટેસ્ટ સિક્સર ફટકારનારો વિશ્વનો બીજા નંબરનો બેટ્સમેન બની ગયો છે. જ્યારે ગિલક્રિસ્ટ હવે ત્રીજા સ્થાને ધકેલાયો છે.

પંતના ખાતામાં હવે ઘરઆંગણે 57 ટેસ્ટ સિક્સર થઈ ગઈ છે, જ્યારે ગિલક્રિસ્ટના નામે 56 સિક્સર હતી. આ લિસ્ટમાં ઇંગ્લેન્ડનો વર્તમાન કેપ્ટન બેન સ્ટોક્સ 69 સિક્સર સાથે સૌથી ટોચ પર (પહેલા નંબરે) છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *