લઘુ ઉદ્યોગ ભારતી સૌરાષ્ટ્ર સંભાગ દ્વારા ફેબ્રુઆરીમાં ઈન્ડિયા ઈન્ડસ્ટ્રીયલ ફેર

નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે કામ કરતી સંસ્થા લઘુ ઉદ્યોગ ભારતી – સૌરાષ્ટ્ર સંભાગ દ્વારા આગામી ફેબ્રુઆરી માસમાં રાજકોટ ખાતે નસ્ત્રઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર –…

નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે કામ કરતી સંસ્થા લઘુ ઉદ્યોગ ભારતી – સૌરાષ્ટ્ર સંભાગ દ્વારા આગામી ફેબ્રુઆરી માસમાં રાજકોટ ખાતે નસ્ત્રઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર – 2025‘સ્ત્ર નું આયોજન કરવામાં આવ્યું છે. ચાર દિવસના આ વેપાર મેળામાં દેશભરના અનેક ઔદ્યોગિક એકમો ભાગ લેશે અને એકબીજાના સાથ -સહકારથી પોતાના ઉદ્યોગના વિકાસ સાથે દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપશે અને લઘુ ઉદ્યોગ ભારતીના મેન્ટર હંસરાજભાઈ ગજેરા અને ફેરના ચેરમેન ગણેશભાઈ ઠુમરની સંયુક્ત યાદીમાં જણાવેલું છે. કોઈપણ ઉદ્યોગ માટે જરૂૂરી એવા મુદ્દા જમીન, પાવર, પાણી અને ફાઇનાન્સ -ને લગતા તમામ માહિતી માર્ગદર્શન મળી રહે એ માટે વેપાર મેળામાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.


ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર – 2025 ના ચેરમેન ગણેશભાઈ ઠુમરે વેપાર મેળા વિશે માહિતી આપતા જણાવ્યું છે કે, લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા દેશના નાના અને મધ્યમ કદના ઉદ્યોગોનો વિકાસ થાય એ માટે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેના ભાગરૂૂપે દેશભરમાં ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેરના નામથી વેપારમેળા યોજાય છે. દર વર્ષે અલગ અલગ પ્રમાણે બધા ઉદ્યોગોને આવરી લેતા વેપાર મેળો યોજાય છે. આ વર્ષે ગુજરાતમાં અને ખાસ તો ખજખઊ નો વ્યાપ વધુ છે એવા રાજકોટના આ વેપાર મેળો યોજાયો છે.


તેમના જણાવ્યા પ્રમાણે રાજકોટમાં યોજાનાર વેપાર મેળો એ દેશનો નવમો અને સૌરાષ્ટ્ર સંભાગનો બીજો વેપાર મેળો છે. 40000 સ્ક્વેર ફીટના વિશાળ મેદાનમાં અલગ – અલગ ઉધોગોના 8 સેન્ટ્રલી અઈ ડોમમાં 375 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે. જેમાં રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, જુનાગઢ, મોરબી વગેરે વિસ્તારમાં વિકાસ પામેલ વિવિધ ઉદ્યોગો અનેક પ્રોડક્ટના ઉત્પાદકો વેપાર મેળામાં ભાગ લેશે.


ઈંઈંઋ-9 2025ની મુખ્ય થીમ વિશે વાત કરતા સંસ્થાના મેન્ટર હંસરાજભાઈ ગજેરા એ જણાવ્યું છે કે, કોઈપણ ઉદ્યોગ શરૂૂ કરવા માટે જમીન, પાવર, પાણી અને ફાઇનાન્સ ની જરૂૂર હોય છે. આ વેપાર મેળામાં આ મહત્વના યારેય મુદ્દાને ધ્યાનમાં રાખી બધા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. જમીન ને લગતી બાબતો માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પાણી પર્યાવરણને લગતી બાબતો માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, પાવર માટે ાલદભહ, ફાઇનાન્સ માટે સિડબી અને રાજકોટ નાગરિક બેંકના જવાબદાર અધિકારીઓ સ્થળ પર ઉપસ્થિત હશે અને જરૂૂરી માર્ગદર્શન આપશે.
આ વેપાર મેળાની વધુ એક વિશેષતા ગણીએ તો અહીં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના મનમાં આકાર પામતા ઉદ્યોગના પ્રોજેક્ટોને જમીની સ્તર પર ઉદ્યોગનું સ્થાન મળે એ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓ પોતાના 1 કરોડથી લઈ 100 કરોડ સુધીના પ્રોજેક્ટનું યોગ્ય પ્રેઝન્ટેશન કરી શકે અને યોગ્ય રોકાણકાર મેળવી પોતાના સ્વપ્ન સાકાર કરી સ્ટાર્ટ અપ ઊભું કરી શકે એ માટે સેમિનાર સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.


NSIC ગ્રાઉન્ડ, આજી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આગામી તા. 2 થી 5 ફેબ્રુઆરી 2025 સુધી યોજાનારા આ ફેર ની વધુ માહિતી માટે મો.8160792322 અથવા 8799010550 પર સંપર્ક કરવા જણાવ્યું છે.


લઘુ ઉધોગ ભારતી સૌરાષ્ટ્ર સંભાગ દ્વારા આગામી ફેબ્રુઆરી-2025માં રાજકોટ ખાતે ઈન્ડીયા ઈન્ડસ્ટ્રીયલ ફેર-2025નું આયોજન કરવામાં આવ્યુ છે. મેન્ટર હંસરાજભાઈ ગજેરા, ચેરમેન તરીકે ગણેશભાઈ ઠુમ્મર, ખજાનચી તરીકે જયભાઈ માવાણી, લઘુ ઉદ્યોગ ભારતી-રાજકોટ જિલ્લાના પ્રમુખ યશભાઈ રાઠોડ, મંત્રી જયસુખભાઈ સોરઠીયાની આગેવાનીમાં દિપકભાઈ પટેલ, કેતનભાઈ વસા, અમૃતભાઈ ગઢીયા, અમરીશભાઈ ત્રાંબડીયા, મલયભાઈ રૂૂપાપરા, યન્દ્રેશભાઈ સંખારવા, હેમંતભાઇ કાપડીયા, દેવેન્દ્રભાઈ શર્મા, દર્શકભાઈ ઘેટીયા, મહેશભાઈ સાવલીયા, મયુરભાઈ વેકરીયા, જલ્પેશભાઈ ગોસ્વામી સહિતની ટીમ ફેરના આયોજન માટે કાર્યરત છે.

રવિવારે IIF-9 2025નો લોન્ચિંગ સમારોહ
લઘુ ઉદ્યોગ ભારતી સૌરાષ્ટ્ર – સંભાગ દ્વારા આગામી ફેબ્રુઆરી માસમાં રાજકોટ ખાતે ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર – 2025 નું આયોજન કરવામાં આવ્યું છે. આ વેપાર મેળાના લોન્ચિંગ માટેનો સમારંભ આગામી તારીખ 1લી ડિસેમ્બર, 2024ના રોજ રાજકોટ ખાતે રાખવામાં આવ્યો છે. આ ફેરના ચેરમેન ગણેશભાઈ ઠુંમર અને મેન્ટર હંસરાજભાઈ ગજેરા ની એક યાદીમાં જણાવ્યું છે. IIF-9 2025ના લોન્ચિંગ સમારોહમાં છજજ આગેવાનો રાજકીય અગ્રણીઓ, રાજ્ય- કેન્દ્ર સરકારના, ઉચ્ચ અધિકારીઓ, ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *