બોર્ડ ઓફ પીસની રચનામાં ટ્રમ્પના વણસી ગયેલા સંબંધોને સકારાત્મક વળાંક આપવા પ્રયાસ
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 60 દેશોને બોર્ડ ઓફ પીસમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે, જે ગાઝામાં સંઘર્ષનો અંત લાવવા અને શાંતિ કરારના બીજા તબક્કાને અમલમાં મૂકવા માટે રચાયેલ જૂથ છે. જો કે , તેનો હેતુ ગાઝાના પુનર્નિર્માણથી આગળ વધવાનો માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તે ભવિષ્યમાં વિવિધ દેશોની સરકારોએ આ અંગે સાવધાનીપૂર્વક પ્રતિક્રિયા આપી છે. રાજદ્વારીઓ કહે છે કે આ યોજના સંયુક્ત રાષ્ટ્રના કાર્યને નુકસાન પહોંચાડી શકે છે. ફક્ત હંગેરિયન નેતાએ જ આ આમંત્રણ સ્પષ્ટપણે સ્વીકાર્યું છે. એએનઆઇ અનુસાર ટ્રમ્પે ભારતને શાંતિ બોર્ડમાં જોડાવા માટે પણ આમંત્રણ આપ્યું છે.
ડ્રાફ્ટ ચાર્ટરની નકલ અનુસાર બોર્ડનું અધ્યક્ષપદ ટ્રમ્પ આજીવન સંભાળશે અને તે ગાઝા સંઘર્ષના ઉકેલથી શરૂૂઆત કરશે અને પછી અન્ય સંઘર્ષોને સંબોધવા માટે વિસ્તરણ કરશે. બ્લૂમબર્ગ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર ઇચ્છે છે કે રાષ્ટ્રો શાંતિ બોર્ડમાં રહેવા માટે 1 બિલિયન ચૂકવે.
અહેવાલમાં જણાવાયું હતું કે દરેક સભ્ય દેશ ચાર્ટરના અમલમાં પ્રવેશની તારીખથી વધુમાં વધુ ત્રણ વર્ષ માટે સભ્ય રહેશે જે રાષ્ટ્રપતિ દ્વારા નવીકરણ કરી શકાય છે. વ્હાઇટ હાઉસે અહેવાલને ભ્રામક ગણાવ્યો અને કહ્યું કે શાંતિ બોર્ડમાં જોડાવા માટે કોઈ લઘુત્તમ સભ્યપદ ફી નથી.
તેમાં રાજદ્વારી, વિકાસ, માળખાગત સુવિધાઓ અને આર્થિક વ્યૂહરચનાના અનુભવ ધરાવતા નેતાઓનો સમાવેશ થાય છે અને ભારત, તુર્કી, ઇજિપ્ત, આર્જેન્ટિના, ઇન્ડોનેશિયા, ઇટાલી, મોરોક્કો, બ્રિટન, જર્મની, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સહિત 60 દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને આમંત્રણ આપ્યું છે.
પાકિસ્તાને કહ્યું કે વડાપ્રધાન શાહબાઝ શરીફને આમંત્રણ મળ્યું છે. યુએઈએ ટ્રમ્પના આ પગલાનું સ્વાગત કર્યું છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ને પણ ટ્રમ્પના બોર્ડની રચના માટે સૈદ્ધાંતિક રીતે સંમત થયા છે.
અહેવાલ અનુસાર ઇઝરાયલે ટ્રમ્પ દ્વારા બોર્ડ ઓફ પીસ માટે ઉમેદવારોની પસંદગી સામે વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે નિમણૂકો ઇઝરાયલ સાથે સંકલનમાં કરવામાં આવી ન હતી અને તેની નીતિની વિરુદ્ધ છે.
