એશિયન પેરા ગેમ્સમાં ગોળાફેકમાં ભારતનો દબદબો, બે ગોલ્ડ સાથે સિલ્વર-બ્રોન્ઝ જીત્યા

શોટપૂટની F53માં આયુષ વર્માને F46માં સચિન ખિલારીને ગોલ્ડ મેડલ એશિયન પેરા ગેમ્સમાં ભારતની શાનદાર આગેકૂચ જારી રહી છે. આજે પુરુષોની શોટપૂટ એફ53માં આયુષ વર્માએ અને…

શોટપૂટની F53માં આયુષ વર્માને F46માં સચિન ખિલારીને ગોલ્ડ મેડલ

એશિયન પેરા ગેમ્સમાં ભારતની શાનદાર આગેકૂચ જારી રહી છે. આજે પુરુષોની શોટપૂટ એફ53માં આયુષ વર્માએ અને મેન્સ શોટપૂટ F53માં સચિન ખિલારીએ ગોલ્ડ મેડલ જીત્યા છે. F46માં ભારતે કલીન સ્વીપ કાર ગોલ્ડ ઉપરાંત સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પણ પોતાના નામે કર્યા છે.

એશિયન પેરા ગેમ્સ 2026માં ભારતના ખેલાડી આયુષ વર્માએ પુરુષોની શોટપુટ F53 સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને દેશને 10મો સુવર્ણ ચંદ્રક અપાવ્યો છે. આયુષે પોતાના પાંચમા પ્રયાસમાં 8.16 મીટરનો શ્રેષ્ઠ થ્રો કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ સ્પર્ધામાં ઈરાનના અલીરેઝા હેમામીએ 8.09 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો, જ્યારે કઝાકિસ્તાનના મખામ્બેટ સેરિક્કાલિયેવે 6.81 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ એશિયન પેરા ગેમ્સમાં આયુષનો આ બીજો મેડલ છે. આ પહેલાં મંગળવારે તેણે પુરુષોની જેવલિન થ્રો F53/54 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

મેન્સ શોટ પુટ (ગોળા ફેંક) ઋ46 સ્પર્ધામાં ભારતે સંપૂર્ણ ક્લીન સ્વીપ કરીને ઇતિહાસ રચી દીધો છે. આ સ્પર્ધામાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એમ ત્રણેય મેડલ ભારતીય ખેલાડીઓએ પોતાના નામે કરીને ત્રિરંગો લહેરાવ્યો છે. સ્ટાર એથ્લેટ સચિન ખિલારીએ પોતાના પ્રથમ પ્રયાસમાં જ 15.79 મીટરના રેકોર્ડ થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે મોહમ્મદ યાસીરે 15.06 મીટરના સીઝન-બેસ્ટ થ્રો સાથે સિલ્વર મેડલ અને પ્રવીણે 13.83 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ મેડલ મેળવીને ક્લીન સ્વીપ પૂર્ણ કરી હતી.

સચિન ખિલારી પેરા સ્પોર્ટ્સની દુનિયામાં એક જાણીતું અને પ્રતિષ્ઠિત નામ છે. તે પેરાલિમ્પિક સિલ્વર મેડાલિસ્ટ અને બે વખતનો વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂક્યો છે. માત્ર 9 વર્ષની નાની વયે એક સાયકલ અકસ્માતમાં સચિનનો ડાબો હાથ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તેના હાથની હિલચાલ મર્યાદિત થઈ ગઈ હતી. પરંતુ આ શારીરિક પડકારે તેના જુસ્સાને ક્યારેય અટકવા દીધો નહીં. આઈચી-નાગોયા 2026 એશિયન પેરા ગેમ્સમાં ભારતીય ટુકડીએ અત્યંત મજબૂત અને પ્રભાવશાળી શરૂૂઆત કરી છે. સચિન ખિલારી દ્વારા જીતવામાં આવેલો આ ગોલ્ડ મેડલ આ પ્રતિયોગિતામાં ભારતનો 12મો ગોલ્ડ મેડલ હતો, જેનાથી ભારતની કુલ મેડલ સંખ્યા વધીને 45 પર પહોંચી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *