Connect with us

આંતરરાષ્ટ્રીય

‘ભારત-ચીનના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે, અમે સરહદ કરારનું સ્વાગત કરીએ છીએ…’જિનપિંગ સાથે મુલાકાત પર PM મોદીનું નિવેદન

Published

on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસે છે. આજે પીએમએ કઝાનમાં બ્રિક્સ સમિટને સંબોધિત કરી હતી. બ્રિક્સ બેઠક બાદ પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ. જેમાં પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને ચીન વચ્ચેના સંબંધોનું મહત્વ માત્ર આપણા લોકો માટે જ નહીં પરંતુ વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે સરહદ પર થયેલી સર્વસંમતિને આવકારીએ છીએ. સરહદ પર શાંતિ જાળવવી એ અમારી પ્રાથમિકતા હોવી જોઈએ. મને વિશ્વાસ છે કે અમે ખુલ્લા મનથી વાત કરીશું.

બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે બંને દેશો માટે વાતચીત અને સહકાર મતભેદોને દૂર કરવા અને એકબીજાની વિકાસની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં મદદ કરવા માટે છે. બંને પક્ષો માટે તેમની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ નિભાવવી પણ મહત્વપૂર્ણ છે. વિકાસશીલ દેશોની તાકાત અને એકતા વધારવા માટે એક ઉદાહરણ સેટ કરો.

જિનપિંગને મળ્યા બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું છે. જેમાં તેણે લખ્યું હતું કે, કઝાન બ્રિક્સ સમિટ દરમિયાન રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા હતા. ભારત-ચીન સંબંધો બંને દેશોના લોકો તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે મહત્વપૂર્ણ છે. પરસ્પર વિશ્વાસ, પરસ્પર આદર અને પરસ્પર સંવેદનશીલતા દ્વિપક્ષીય સંબંધોને માર્ગદર્શન આપશે.

મોદી અને જિનપિંગ વચ્ચેની આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે ભારત અને ચીન પૂર્વી લદ્દાખમાં એલએસી પર તેમની સેનાઓ દ્વારા પેટ્રોલિંગ કરવા અંગેના કરાર પર સહમત થયા છે. ચાર વર્ષથી ચાલી રહેલી આ મડાગાંઠને ખતમ કરવામાં આને મોટી સફળતા માનવામાં આવી રહી છે. આ પહેલા 11 ઓક્ટોબર 2019ના રોજ પીએમ મોદી અને જિનપિંગની મુલાકાત થઈ હતી.

2014 થી 2019ની વચ્ચે પીએમ મોદી અને જિનપિંગ 18 વાર મળ્યા હતા. આ એવા પ્રસંગો હતા જ્યારે મોદી અને જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા થઈ હતી. જિનપિંગ 18 સપ્ટેમ્બર 2014ના રોજ ભારત આવ્યા હતા. આ પછી પીએમ મોદી 14 મે 2015ના રોજ ચીન ગયા હતા. ત્યારબાદ 4-5 સપ્ટેમ્બર 2016ના રોજ ચીનમાં G20 સમિટ યોજાઈ હતી. આમાં બંનેની મુલાકાત થઈ હતી. આ પછી 8-9 જૂન 2017ના રોજ SCOની બેઠકમાં બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ હતી.

ત્યારબાદ બંને નેતાઓ 26 એપ્રિલ 2018ના રોજ ચીનના વુહાનમાં અને 11 ઓક્ટોબર 2019ના રોજ મહાબલીપુરમમાં મળ્યા હતા. જો કે, નવેમ્બર 2022માં, મોદી અને જિનપિંગે G-20 નેતાઓ માટે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત રાત્રિભોજનમાં એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. ગયા વર્ષે ઓગસ્ટમાં પણ જોહાનિસબર્ગમાં બ્રિક્સ સમિટમાં વડાપ્રધાન અને ચીનના રાષ્ટ્રપતિએ અનૌપચારિક વાતચીત કરી હતી.

આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશમાં હવે રાષ્ટ્રપતિને હટાવવા હિંસક વિરોધ, પોલીસ પર પથ્થરમારો

Published

on

By

શેખ હસીનાના રાજીનામા બાબતે નિવેદન બાદ વિરોધ શરૂ થયો

બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસક વિરોધ શરૂૂ થયો છે. હવે બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનને હટાવવા માટે વિરોધ થઈ રહ્યો છે. મંગળવારે રાત્રે લગભગ 8.30 વાગ્યે ઢાકામાં રાષ્ટ્રપતિના નિવાસસ્થાન બંગભવનની સામે વિરોધ પ્રદર્શન થયું હતું.


મામલો શાંત કરવા સેનાના જવાનોએ પ્રદર્શનકારીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ પોલીસનું કહેવું છે કે પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કરતા અંતે તેમને રોકવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જેમાં 5 પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિરોધ માટે એકઠા થયેલા ટોળાને હિંસક બનતા જોઈને પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા.


તાજેતરમાં બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને એક નિવેદન આપ્યું હતું કે, પમારી પાસે એવો કોઈ દસ્તાવેજ નથી જે સાબિત કરી શકે કે શેખ હસીનાએ 5 ઓગસ્ટે બાંગ્લાદેશ છોડતા પહેલા વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું.થ રાષ્ટ્રપતિના આ નિવેદન બાદ હવે બાંગ્લાદેશમાં એવી ચર્ચા શરૂૂ થઈ ગઈ છે કે શું બંધારણીય રીતે શેખ હસીના હજુ પણ બાંગ્લાદેશના પીએમ છે. લોકો આ નિવેદનનો વિરોધ કરી રહ્યા છે અને રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ કરી રહ્યા છે.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

McDonald બર્ગર ખાવાથી ફેલાયો આ ખતરનાખ વાયરસ, એકે જીવ ગુમાવ્યો-અનેક લોકો થયાં બીમાર

Published

on

By

અમેરિકામાં એક નવા પ્રકારનો વાયરસ ફેલાયો છે. આ વાયરસનું નામ E. Coli વાયરસ છે જે મેકડોનાલ્ડના ક્વાર્ટર પાઉન્ડર હેમબર્ગરના સેવનથી અમેરિકાના 10 રાજ્યોમાં ફેલાયો છે. યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા મંગળવારે આ માહિતી આપવામાં આવી હતી. એવું જાણવા મળ્યું છે કે તેના મોટાભાગના કેસ કોલોરાડો અને નેબ્રાસ્કામાં નોંધાયા છે.

યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, આ વાયરસને કારણે અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત થયું છે. ડઝનેક પણ હોસ્પિટલમાં દાખલ છે. માહિતી આપતા સીડીસીએ કહ્યું કે આ વાતની પુષ્ટિ થઈ નથી કે મેકડોનાલ્ડ્સ ક્વાર્ટર પાઉન્ડર હેમબર્ગર બનાવવામાં ઉપયોગમાં લેવાતી સામગ્રી આ વાયરસના ફેલાવા માટે જવાબદાર છે. પરંતુ તપાસકર્તાઓ તેમાં ઉપયોગમાં લેવાતા ડુંગળી અને બીફની તપાસ કરી રહ્યા છે.

ચાલો તમને જણાવીએ કે E. coli ના O157:H7 સ્ટ્રેન ગંભીર રોગનું કારણ બની શકે છે. 1993 માં, જેક ઇન ધ બોક્સ રેસ્ટોરન્ટમાં અન્ડરકુક્ડ હેમબર્ગર ખાધા પછી આ જ વાયરસને કારણે ચાર બાળકો મૃત્યુ પામ્યા હતા. તે જ સમયે, વિશ્વની સૌથી મોટી ફૂડ ચેઇન મેકડોનાલ્ડ્સના શેરમાં 6 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે.

મેકડોનાલ્ડ્સના ઉત્તર અમેરિકાના મુખ્ય સપ્લાય ચેઇન ઓફિસર સેઝર પીનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસ અનુસાર, બિમારીનું કારણ ક્વાર્ટર પાઉન્ડર હેમબર્ગરમાં વપરાતી ડુંગળી સાથે જોડાયેલું હોઈ શકે છે. જે એક જ સપ્લાયર મારફત ત્રણ વિતરણ કેન્દ્રો પર મોકલવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે E. Coli વાયરસના કારણે એક મૃત્યુ અને ડઝનેક લોકો બીમાર પડ્યા પછી, મેકડોનાલ્ડ્સે એક નિવેદનમાં કહ્યું છે કે તે કોલોરાડો, કેન્સાસ, ઉટાહ અને વ્યોમિંગ સહિતના પ્રભાવિત વિસ્તારોમાંથી ક્વાર્ટર પાઉન્ડરને દૂર કરી રહ્યું છે.

કોલોરાડોના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, ઇ. કોલી વાયરસના લક્ષણો વિશે વાત કરીએ તો, તેમાં અતિશય પેટમાં દુખાવો, ઝાડા અને ઉલ્ટી જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. તે જ સમયે, તેનાથી પ્રભાવિત વ્યક્તિ ત્રણથી ચાર દિવસમાં બીમાર થવા લાગે છે.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

મલેશિયામાં સિલ્વર મેડલ જીતી વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બનતા મોરબીના શિક્ષિકા

Published

on

By

25 દેશના 35 જેટલા સ્પર્ધકો વચ્ચે નીરૂબેન બોડાએ મલેશિયન માસ્ટર્સ એથ્લેટિક્સની ચક્ર ફેંક સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો

બાળકોને રમતમાં રસ લેતા કરો, રમત જીવનના અનેક મૂલ્યો શીખવશે: નીરૂબેન બોડા

શિક્ષણ વ્યક્તિના જીવનમાં કેવો બદલાવ લાવી શકે અને રમતગમત જીવનમાં કેવા મૂલ્યો શીખવી શકે તેની વાત આજે ઉડાનમાં કરવી છે. એક જાગૃત શિક્ષક પોતાના વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સિંચન કઈ રીતે કરી શકે અને એક શિક્ષણ પ્રેમી પિતા પોતાના સંતાનના જીવન બાગને કઈ રીતે મહેંકાવી શકે એ વાત કરવી છે. એક પતિ પોતાની પત્નીને જીવનના દરેક ડગલે સાથ આપી કઈ રીતે સફળતાના મુકામ સુધી પહોંચાડી શકે તેમ જ એક દીકરી અને પુત્રવધૂ બંને કુળને કઈ રીતે તારી શકે તેની વાત આજે ઉડાનમાં કરવી છે. મોરબીના શિક્ષિકા નીરૂબેન બોડા મલેશિયન માસ્ટર્સ એથ્લેટિક્સની ચક્ર ફેંક સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતી લાવ્યા તેની સફળતાની વાત આજે ઉડાનમાં કરવી છે.


નીરૂબેનનો જન્મ ટંકારા તાલુકાના લખધીરગઢ ગામમાં થયો. એકથી સાત ધોરણ ગામમાં જ ભણ્યા ત્યાર બાદ ટંકારા ખાતે શાળા અને કોલેજનો અભ્યાસ કર્યો. પિતાજીને એવી ઈચ્છા હતી કે દીકરી શિક્ષિકા બને આ માટે તેઓએ નીરૂબેનને સર્ટિફિકેટ કોર્સ ઇન ફિઝિકલ એજ્યુકેશનનો બે વર્ષનો કોર્સ કરવા માટે જૂનાગઢ મોકલ્યા.ત્યાં સુભાષ એકેડેમીમાં ઊંચી ફી ભરીને પણ સીપીએડ પૂર્ણ કર્યું.2007ની સાલમાં મોરબીના જીકીયાળી ગામમાં શિક્ષક તરીકે જોડાયા અને હાલ મોરબીમાં મેઘાણી વાડી સ્કૂલમાં શિક્ષક છે. નીરૂબેન પોતાના શિક્ષક બનવાનું શ્રેય પોતાના પિતાજીને આપે છે કારણ કે પિતાજી પણ ઓલ્ડ એસએસસી પાસ હતા અને સામાન્ય પરિસ્થિતિ હોવા છતાં ત્રણ બહેન અને એક ભાઈ બધાને ઉચ્ચ અભ્યાસ કરાવ્યો. 2009માં લગ્ન થયા ત્યાર બાદ બે બાળકો પ્રેય અને પ્રયુશનો જન્મ થયો. સાસરા પક્ષમાં પણ બધા જ લોકો શિક્ષિત છે.તેમના સસરા પણ પ્રિન્સિપાલ રહી ચૂક્યા હતા જેથી તેઓએ પણ પુત્રવધૂને કારકિર્દીમાં આગળ વધવા સહયોગ આપ્યો.


નીરૂબેને જૂનાગઢમાં સીપીએડ કર્યું ત્યારથી જ રમતગમત પ્રત્યે રસ જાગ્યો હતો. ખેલ મહાકુંભમાં તેઓએ અનેક વખત ભાગ લીધો છે અને જિલ્લા તથા રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચ્યા છે પરંતુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેઓએ પ્રથમ વખત ભાગ લઈ મેડલ જીત્યો છે. એથ્લેટિક્સમાં દોડ, કૂદ અને ફેંક એમ ત્રણ વિભાગ હોય છે જેમાં તેઓ ફેંક વિભાગમાં આગળ વધ્યા છે. ફેંકમાં પણ ચક્ર ફેંક,ગોળા ફેંક અને બરછી ફેંક હોય છે તેમાં નીરૂબેનના રસનો વિષય છે ચક્ર ફેંક. તેઓએ મલેશિયામાં જે સ્પર્ધામાં ભાગ લીધો તેમાં જુદા-જુદા દેશોમાંથી 23 જેટલા સ્પર્ધકો હતા અને તેમની પોતાની રમતમાં 35 જેટલા સ્પર્ધકો હતા આ બધા જ સ્પર્ધકોને હરાવીને તેઓ સિલ્વર મેડલ સુધી પહોંચ્યા છે. ઉંમર પ્રમાણેની અલગ-અલગ કેટેગરીમાં 40 વર્ષની એઈજ ગ્રૂપમાં તેઓએ મેડલ મેળવ્યો છે. બાળકોમાં પણ રમતગમત વિકસે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે.તેઓ નિયમિત રીતે પ્રેક્ટિસ કરે છે અને જેમાં તેમના પતિ હીરેનભાઈ રૈયાણીનો ખૂબ જ સાથ છે. હીરેનભાઈ પણ શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવે છે આમ છતાં શાળાએથી આવીને નીરૂબેનને પ્રેક્ટિસમાં સાથ આપે છે.


પોતાની સફળતા વિશે તેઓએ જણાવ્યું કે, ‘મારી હાઈટ પાંચ ફીટ સાત ઇંચ છે જેનો ફાયદો મને રમતમાં મળે છે જ્યારે ઇવેન્ટ નજીક હોય ત્યારે સવાર અને સાંજ એમ સતત પ્રેક્ટિસ કરવી પડે છે. ખેલ મહાકુંભમાં અનેક વખત જીત્યા છે પરંતુ આંતરરાષ્ટ્રીય રમતનો એક અલગ અનુભવ મળ્યો. મારી આ સફળતામાં શાળાના સ્ટાફ, આચાર્ય, ટ્રસ્ટી સહિત બધાનો ખૂબ જ સપોર્ટ મળ્યો છે આ ઉપરાંત સાસુ નિર્મળાબેન રૈયાણી,સસરા ખીમજીભાઈ રૈયાણી, માતા મુક્તાબેન બોડા અને પિતાજી ગોકળભાઈ બોડાના આશીર્વાદ અને સહયોગ મળ્યો છે. આ બધા ઉપરાંત ડગલે ને પગલે પતિનો સાથ મળે છે તેના કારણે જ અહી સુધી પહોંચી છું. પરિવારના સાથ વગર બધું જ અધૂરું છે’. નીરૂબેન એ ક્ષણને ક્યારેય નહીં ભૂલે જ્યારે તેમને સિલ્વર મેડલ મળે છે અને અન્યના ફોનમાંથી ઘરે સમાચાર આપે છે ત્યારે સસરા, પતિ,પિતા દરેક આનંદથી ઉછળી પડે છે અને નીરૂબેનની આંખોમાંથી અશ્રુની ધારા વહે છે.


મલેશિયાનો પોતાનો અનુભવ જણાવતા તેઓએ કહ્યું કે, ‘મલેશિયામાં સ્ટેડિયમમાં હજારો વિદ્યાર્થીઓ આવ્યા હતા પરંતુ કોઈના પણ હાથમાં મોબાઈલ નહોતો. અહીં શાળાના વિદ્યાર્થીઓ પણ મોબાઈલના વ્યસની થઈ ગયા છે તે ખૂબ દુ:ખની વાત છે. બીજું અહી યુવાપેઢી ફેશન અને મોબાઇલમાં વ્યસ્ત છે ત્યારે ત્યાં મલેશિયામાં કોઈને પણ પોતાના કપડાં વિશે કે દેખાવ વિશે મહત્ત્વ જોવા મળ્યું નહોતું. તેઓ પોતાની મસ્તીમાં અને કામમાં જ વ્યસ્ત હતા. અમુક વસ્તુ આપણે વિદેશમાંથી શીખવા જેવી છે તે આ છે’. હવે પછીની સ્પર્ધા 31 જાન્યુઆરી 2025માં ત્રિવેન્દ્રમમાં યોજાશે અને ત્યારબાદ ઇન્ટરનેશનલ કોમ્પિટિશન તાઈવાનમાં છે બંને સ્પર્ધામાં વિજેતા થવા માટે નીરૂબેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

બાળકોને રમતમાં રસ લેતા કરો
પોતાના અનુભવ પરથી નીરૂૂબેને માતાઓને ખાસ સંદેશ આપ્યો હતો કે, ‘બાળકો કોઈ પણ રમતમાં રસ લે તેવું વાતાવરણ ઉભું કરો. રમતગમતમાં રસ લેવાથી બાળકોના અનેક ગુણોનો વિકાસ થાય છે તે વ્યક્તિને જીવંત રાખે છે. ડિસિપ્લિન શીખવે છે, હાર પચાવતા શીખવે છે. વ્યક્તિ ફિટ રહેવા માટે જાગૃત બને છે. અન્યને મદદરૂૂપ થવાના ગુણો વિકસે છે તેથી માતાઓને ખાસ વિનંતી કે બાળકોને રમત રમતા કરે’

WRITTEN BY: Bhavna Doshi

Continue Reading
આંતરરાષ્ટ્રીય12 hours ago

‘ભારત-ચીનના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે, અમે સરહદ કરારનું સ્વાગત કરીએ છીએ…’જિનપિંગ સાથે મુલાકાત પર PM મોદીનું નિવેદન

ગુજરાત13 hours ago

રાત્રે 10 વાગ્યા પછી ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ, અધિક જિલ્લા મેજિ.નું જાહેરનામું

ગુજરાત13 hours ago

મનપાના ફાયર વિભાગની 319 જગ્યાઓ માટે સીધી ભરતી થશે

ગુજરાત13 hours ago

ધર્મ સ્થળો તોડશો તો અમારી પથારી ફરી જશે

આંતરરાષ્ટ્રીય13 hours ago

બાંગ્લાદેશમાં હવે રાષ્ટ્રપતિને હટાવવા હિંસક વિરોધ, પોલીસ પર પથ્થરમારો

ગુજરાત13 hours ago

મહાપાલિકાનું કારસ્તાન: સરદાર પટેલ સેવા ટ્રસ્ટના ગેરકાયદે બાંધકામને આપી ફાયર NOC

રાષ્ટ્રીય13 hours ago

SEBIનો અદાણીને ઝટકો, લિસ્ટિંગ નિયમોના ઉલ્લંઘન બાબતે નોટિસ

રાષ્ટ્રીય13 hours ago

યુપીની પેટા ચૂંટણીમાં હિન્દુત્વનો મુદ્દો મુખ્ય સંઘ હરિયાણા સ્ટાઇલથી મેદાનમાં ઉતરશે

ગુજરાત13 hours ago

પર્યાવરણ વિભાગે વધુ 56 વેપારીઓ પાસેથી 2.1 કિલો પ્લાસ્ટિક જપ્ત કર્યુ

રાષ્ટ્રીય13 hours ago

કોંગ્રેસ-105, ઉધ્ધવ-95 અને શરદ પવાર 84 બેઠકો પર લડશે

આંતરરાષ્ટ્રીય16 hours ago

McDonald બર્ગર ખાવાથી ફેલાયો આ ખતરનાખ વાયરસ, એકે જીવ ગુમાવ્યો-અનેક લોકો થયાં બીમાર

રાષ્ટ્રીય2 days ago

શેરબજારમાં સતત કડાકા, સેન્સેક્સ 1300 અંક તૂટ્યો

આંતરરાષ્ટ્રીય2 days ago

સમજૂતી બાદ આર્મી ચીફનું પહેલું નિવેદન, જાણો ચીને શું કર્યું

આંતરરાષ્ટ્રીય2 days ago

અમેરિકાના સિએટલમાં ગોળીબાર, પાંચનાં મોત, કિશોરની ધરપકડ

ગુજરાત2 days ago

શહેરના 87 હોકર્સઝોન માટે સ્ટ્રીટ વેન્ડિંગ કમિટી બનાવાશે

ગુજરાત2 days ago

દંડ ભલે ભરવો પડે પણ પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરશું: વધુ 53 પકડાયા

રાષ્ટ્રીય20 hours ago

ચેઈન સ્નેચિંગનો ચોંકાવનારો કિસ્સો!!! બાઈક સવાર 2 શખ્સોએ ચેઈન ન તૂટતા મહિલાને કેટલાય મીટર સુધી ઢસડી, જુઓ VIDEO

ગુજરાત13 hours ago

OPS સહિતના પ્રશ્ર્નોનું દિવાળી પહેલાં નિરાકરણ લાવવા શિક્ષકો સરકારને ઘેરશે

ગુજરાત2 days ago

સ્વામિનારાયણ મંદિર સામેનો બહુચર્ચિત રસ્તો ખૂલશે

અમરેલી2 days ago

અમરેલીના જાફરાબાદમાં 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો, ક્ષત-વિક્ષત હાલતમાં મળ્યા માસૂમના અવશેષ

Trending